SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ ] પ્રથા ચાલુ થઇ જાય. આ કાળમાં પણ ૩૦ વરસ પહેલાં આ પૂજન ભણાવાતું ન હતું. સંસારમાં કાલલક્ષી ઊભા થયેલા સંજોગોએ આ પૂજન ફરી પાછું ચાલુ કરાવ્યું. બાકી પૂજન નવું નથી પણ પુરાણું છે. ઘણાં ભંડારોમાં સેંકડો વરસ જૂની પૂજનવિધિની પ્રતો છે. જાતજાતનાં માધ્યમો ઉપર ૨૦ લાખથી વધુ સંખ્યામાં પ્રચાર પામેલી માતાજીની આકૃતિઓ પદ્માવતીજીની નાની-મોટી સાઇઝની ધાતુની જાતજાતની મૂર્તિઓ, હાથીદાંતની, ચંદનની તથા જુદાં જુદાં માધ્યમો ઉપર ૨૫ વર્ષમાં જે મૂર્તિઓ અનેક ઘરોમાં પહોંચી ગઇ તેની સંખ્યા અંદાજે બે લાખથી ઓછી નહીં હોય. એલ્યુમિનિયમ ઉપર, કાગળ ઉપર પ્રિન્ટીંગ, પેપ૨કટીંગ, ઘાસ વગેરે દ્વારા બનેલાં કલર ચિત્રો, બુકલેટ પંચાંગમાં વરસોથી છપાતા ફોટા વગેરેની સંખ્યા ૧૫ લાખથી વધુ થવા જાય છે. ઓફસેટમાં મોટી પ્રિન્ટો લગભગ ૧૫ લાખ થઇ હશે. પ્રગટપ્રભાવી મા માટે આટલી મોટી પ્રસિદ્ધિનો ન કલ્પી શકાય તેવો ઇતિહાસ જૈનસંઘમાં દેશ-પરદેશમાં સર્જાઇ ગયો છે. [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી મા પદ્માવતીજી ૨૧મી સદીમાં ગોખલામાંથી સ્વતંત્ર મંદિર-દેરીઓમાં બિરાજતા થઇ ગયા પ્રાચીનકાળમાં પદ્માવતીની શિલ્પમૂર્તિઓ ભરાવવાની પ્રથા કેવી હતી તે અંગે કંઇ નોંધ લેવાય તેવી સ્થિતિ નથી, તેનો કશો ઇતિહાસ આપણી પાસે નથી; પણ છેલ્લાં હજારેક વર્ષથી વીસમી સદી સુધી એટલે ૮૦૦ વર્ષ દરમિયાનમાં ભગવતી શ્રી પદ્માવતીજીનાં શિલ્પોનો થોડો થોડો ઇતિહાસ જાણવા મળે છે. પદ્માવતીજીની ૩૧થી ૪૧ ઈંચ સુધીની મોટી મૂર્તિઓ પધરાવવાની પ્રથા છેલ્લાં એકાદ હજાર વર્ષના ઇતિહાસમાં કર્યાંક કયાંક જોવા મળે છે. પાટણ, અમદાવાદ (નરોડા)માં આજે પણ પદ્માવતીજીની મોટી મૂર્તિઓ જોવા મળે છે. બાકી તો શ્રી પાર્શ્વનાથજીના મંદિરમાં યક્ષ-યક્ષિણી તરીકે જે મૂર્તિઓ બિરાજમાન કરવાની સેંકડો વરસથી ચાલી આવતી પ્રથા હતી તે ફકત નાના ગોખલાઓમાં સ્થાપન કરવાની હતી, તેમાં પ્રાયઃ ૧૫ ઇંચથી લઇને ૨૧ ઇંચ સુધીની મૂર્તિઓ રહેતી. તે પછી છેલ્લાં ૩૦ વર્ષમાં પદ્માવતીજીની મૂર્તિઓના ઇતિહાસમાં કલ્પનામાં જલદી ન આવે તેવી નોંધપાત્ર ઘટના બની. નવી જ કલ્પના સાથે નવી જ પદ્ધતિએ તૈયાર થયેલી પરિકર સાથેની પદ્માવતીજીની ૫૧ ઇંચની મૂર્તિ મુંબઇ, વાલકેશ્વર-રીજ૨ોડ ઉપ૨ના મંદિરમાં પહેલા મજલે પ્રતિષ્ઠિત ક૨વામાં આવી. તે પછીથી પદ્માવતીજીનો મહિમા એટલો બધો પ્રભાવશાળી અને ચમત્કારી બની ગયો કે ફકત ૨૫ વરસના સાવ ટૂંકા ગાળામાં સમગ્ર દેશમાં ભારે આશ્ચર્ય ઉપજે તેમ ઠેર ઠેર નાની-મોટી વાલકેશ્વર જેવી જ અનેક મૂર્તિઓ બિરાજમાન થવા લાગી, સાથે સાથે ૪૧ ઇંચથી લઇને ૬૧ ઈંચ સુધીની પણ અનેક મૂર્તિઓ મંદિરોમાં બિરાજમાન થઇ. દિલ્હી વગેરે સ્થળે તો પદ્માવતીજીનાં સ્વતંત્ર મંદિરો જેવી દેરીઓ થવા પામી. આ દેશમાં પ્રાચીન-અર્વાચીન બંને ગણીએ તો અંદાજે પદ્માવતીજીની ત્રણેક હજાર મૂર્તિઓ હશે. જયપુર તથા ગુજરાતમાં અમદાવાદ, પાલીતાણા વગેરે અનેક સ્થળના શિલ્પીઓએ પદ્માવતીજીની અનેક મૂર્તિઓ ઘડી છે. એ જોતાં શિલ્પકારોના કથન મુજબ ૨૫ વરસમાં હજારથી વધુ મૂર્તિઓ પ્રતિષ્ઠિત થઇ ગઇ હશે. મારી પ્રેરણાથી ભરાએલી મૂર્તિઓની નોંધ ઃ મારા માટે કેટલીક પરિસ્થિતિ એવી બની કે મારું કાર્યક્ષેત્ર અનિવાર્યપણે સંશોધન, સંપાદન અને પુસ્તક પ્રકાશન તરફ વળી ગયું, એટલે અવનવી મૂર્તિઓ કરાવવા તરફ મારું લક્ષ્ય ઓછું રહ્યું. કોઇ મારા ઉપર ખાસ ફરજ નાંખે ત્યારે જરૂર પદ્માવતીજીની મૂર્તિ ભરાવવાની વ્યવસ્થા કરાવી આપતો. તેમાં મારી પ્રેરણાથી પદ્માવતીજીની મૂર્તિઓ નિમ્ન સ્થળે પધરાવવામાં આવી છે. તેમાં સૌથી પ્રથમ સર્વોત્તમકક્ષાની પરિકર સાથેની પદ્માવતીજીની મૂર્તિ પધરાવવાના શ્રીગણેશ-મંગલાચરણ મુંબઇ-વાલકેશ્વર, ૪૧ રીજરોડ ઉપર આવેલા બાબુના શ્રી આદીશ્વર જિનમંદિરમાં થયા. ત્યાં પધરાવ્યા બાદ દેશ-પરદેશમાં જૈન-અજૈનોમાં ભારે આકર્ષક બની ગઇ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy