SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રિી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી મળ્યું છે. એક એક ઘટનાઓથી પૂરા વાકેફ, પદ્માવતીજીનાં ગૂઢ રહસ્યો અને શાસ્ત્રોના પૂરા જાણકાર, હાથ ઉપર ઘણાં બધાં આયોજનો હોવાછતાં આ પ્રકાશન માટે બહેન મહારાજશ્રીએ ખૂબ જ ચીવટબતાવી છે. પૂજ્યશ્રીઓના અમે ખૂબ ખૂબ ઋણી છીએ. જૈન દર્શન પ્રણીત શક્તિસાધના વિશ્વભરની પ્રાચીન સંસ્કૃતિઓએ કોઈ ને કોઈ રૂપમાં શક્તિસાધના મહદંશે સ્વીકારી છે. છેક મોહેં-જો-ડેરોની, સિધુ ખીણની, હડપ્પાની સંસ્કૃતિઓમાં મૂર્તિઓના અવશેષોમાં શક્તિપ્રતિમા મળી આવી છે. ત્યારથી માંડીને અણુના સ્ફોટ પરથી મળેલ ઇલેક્ટ્રોન-પ્રોટોન અને ન્યુટ્રોન સુધીના અર્વાચીન વિજ્ઞાને પણ શક્તિસામર્થ્યનો સ્વીકાર કર્યો છે. શ્રીમદ્ આદિ શંકરાચાર્યના જીવનવૃત્તાંતમાં પણ, તેઓ શક્તિવાદનું ખંડન કરવા નીકળતાં શારીરિક રીતે અશક્ત બન્યા અને સાક્ષાત્ જગદંબા પાસેથી ઠપકો સાંભળી, તેમણે “સૌંદર્યલહરી' ગાઈ શક્તિની સ્તુતિરચના કરી, એમ જણાવેલું છે. સુગતો(બૌદ્ધો)એ તારા, શૈવોએ ઉમા, વૈષ્ણવોએ રાધા, આગમિકોએ દસ મહાવિદ્યાઓ, વૈદિકોએ ઉષા અને ગાયત્રીના રૂપમાં આ શક્તિને ઉપાસી છે. અનંતાનંત પરમ ઉપકારક પરમ તારક દેવાધિદેવ શ્રી તીર્થંકર પરમાત્મા વાર્ષિક દાન દેતાં રાજ્યાદિ સર્વસાવદ્યયોગોનો સર્વથા ત્યાગ કરવા પૂર્વક દીક્ષા અંગીકાર કરીને સંયમધર્મની પરમ ઉત્કટ આરાધનામાં લીન થતાં ક્ષેપક શ્રેણિ દ્વારા મોહનીય જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અને અંતરાય એ ચારે ઘાતકર્મો આત્માથી સર્વથા પર (દૂર) થવાના કારણે આત્મામાં અનાદિકાળથી સહજ ભાવે રહેલ કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થાય છે. શ્રી ઇન્દ્ર મહારાજાની આજ્ઞાથી સેવક દેવો તત્કાળ સમવસરણની રચના કરે છે. સર્વજ્ઞ અને સર્વદર્શી શ્રી તીર્થંકર પરમાત્મા ચૈત્યવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા દઈને નમો તિર્થીમ્સ' કહીને સમવસરણમાં વિરાજમાન થઈને અનંત મહાતારક ધર્મદેશના દઈને પૂજ્ય સાધુસાધ્વી અને શ્રાવક-શ્રાવિકારૂપ શ્રમણ પ્રધાન ચતુર્વિધ જૈન સંઘની સ્થાપના કરે છે. તે જ સમયે શ્રી તીર્થંકર પરમાત્માના અનંત મહાપ્રભાવથી અને પૂર્વકૃત અનંત ઉપકારોથી આકર્ષાઈને અનંત મહાતારક શ્રી જિનશાસનની પરમ સુરક્ષા-આરાધના અને પ્રભાવના કાજે ભિન્ન ભિન્ન ચોવીસ અચિન્ય શાસનદેવીઓ સ્વયં પૂજ્ય અને સેવાભાવે ઉપસ્થિત રહેતી આવી છે. એક્રમ અનાદિકાળથી ચાલ્યો આવે છે. એ મહાશક્તિ માતાઓ અનંત મહાતારક શ્રી જિન આજ્ઞાનું પરમ સબહુમાન અક્ષરશઃ પાલન કરવાની તત્પરતા ધરાવનાર પ.પૂ. સાધુ-સાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકઓને ધર્મમાં સ્થિર કરવા કાજે અનેકવિધ સહાયતાઓ કરતાં આવ્યાં છે, એ કારણથી અચિન્ય મહાશક્તિસંપન્ન શ્રી ચક્રેશ્વરીજી, અંબિકાજી – પદ્માવતીજી પ્રમુખ જિનશાસન દેવીઓનાં ભિન્ન ભિન્ન સ્વરૂપો અને સામર્થો પરમ આદરણીય, વંદનીય, પૂજનીય અને આરાધનીય (આરાધ્ય) બન્યાં. એ મહાશક્તિદેવીઓનાં અર્ચનાદિ સ્વીકારાયાં પરંતુ તંત્રમાર્ગ અને સુગોના વજયાનમાર્ગમાં જેવા આસુરી અને હીન પૂજન-દ્રવ્યો સ્વીકૃત થઈને રસ્થાન પામેલાં તેવાં આસુરી હીન પૂજનદ્રવ્યો (શ્રી જૈનદર્શનના પરમમહાપ્રભાવક પરમ પૂજ્યપાદ ગીતાર્થ આચાર્ય ભગવંતોની પરમ કલ્યાણકારી અર્થાત્ આત્માનું કલ્યાણ કરાવીને મોક્ષની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy