SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી કરવો તે. (૧૦) નાદ જપ : જે જપ કરતી વખતે અંતરમાં ભ્રમરના જેવો ગુંજારવ ઊઠે તે. (૧૧) ધ્યાન જપ : મંત્ર પદોનું વર્ણાદિપૂર્વક જેમાં ધ્યાન થાય તે. (૧૨) Àવૈકય જપ : જેમાં ધ્યાતા અને ધ્યેયની એકતા સ્થપાય તે. (૧૩) તત્ત્વજપ : પાંચ તત્ત્વો (પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ)ને અનુસરીને જપ કરવો તે. આ સિવાય અન્ય રીતે પણ જપના પ્રકારો પડે છે. તેમાં અતિ મહત્ત્વના વાચિક-ભાખ. ઉપાશું અને માનસ જપ છે. તેમાં મુખ્ય પ્રકારો આ પ્રમાણે છે : (૧) નિત્ય જપ, (૨) નૈમિત્તિક, (૩) કામ્ય, (૪) નિષિદ્ધ, (૫) પ્રાયશ્ચિત, (૬) અચલ, (૭) ચલ, (૮) વાચિક, (૯) ઉપાંશુ, (૧૦) ભ્રમર, (૧૧) માનસ, (૧૨) અખંડ, (૧૩) અજપા અને (૧૪) પ્રદક્ષિણા જપ. હવે આ દરેકની વિગત સંક્ષેપમાં સમજીએ :-- (૧) નિત્ય જપ : જેમ ઘરમાંથી દરરોજ કચરો કાઢીએ છીએ, વાસણ માંજીએ છીએ, તે જ રીતે, રોજિંદા દોષોનું નિવારણ કરવા નિત્યકર્મ રૂપે આ જપ થવો જોઈએ. સવાર-સાંજ નિયમિત નિત્ય જપ કરવામાં આવે છે. આ નિત્ય જપ જપયોગીએ હમેશાં કરવો જોઈએ. મનુસ્મૃતિમાં કહ્યું છે : બ્રહ્મચારી અને ગૃહસ્થ ઓછામાં ઓછા ૧૦૮ વાર જપ કરવા તથા વાનપ્રસ્થી અને સંન્યાસીએ દર વખતે ૨ હજારથી વધુ જપ કરવા.” આપત્તિવેળાએ, માંદગીમાં, મુસાફરીમાં, જ્યારે સ્નાન કરવું શકય ન હોય ત્યારે પણ હાથ, પગ, મોઢું ધોઈને થોડો જપ તો નિત્ય કરવો જોઈએ. નિત્ય જપથી રોજિંદા દોષો દૂર થતાં આનંદ અને ચિત્તશુદ્ધિ વધશે તેમજ પાપ અને અધર્મ તરફ સૂગ વધતાં ધર્મવિચારની ફુરણા થશે. (૨) નૈમિત્તિક જપ : કોઈ નિમિત્તે આ જપ થાય છે. જેમ કે, અમુક દેવ-પિતૃને ધ્યાનમાં રાખીને અઠવાડિયે-અમુક દિવસે/ગ્રહણ જેવા પ્રસંગે એકાંતમાં બેસીને, નિત્ય જપ કરવા ઉપરાંત, જે વધારાના જપ થાય તે નૈમિત્તિક કપ. તેનાથી પાપ ઘટે છે, સત્ત્વગુણ અને પુણ્ય વધે છે, દેવો પ્રસન્ન થાય છે, પિતૃનાં આશીર્વાદ ઊતરે છે; તેઓ પ્રત્યે ઋણ ચૂકવવાનો આ પણ એક રસ્તો છે. (૩) કામ્ય જપ : કોઈ કામનાની સિદ્ધિ માટે જે જપ થાય તે કામ્ય જપ. આ જપની સિદ્ધિ માટે પવિત્રતા, નિયમોનું પૂર્ણ પાલન, જાગૃતિ, ધૈર્ય, આળસનો ત્યાગ, ઊંઘ પર કાબૂ, મિતાહાર, બ્રહ્મચર્ય, મનનો અને ઈન્દ્રિયોનો નિગ્રહ વગેરે જોઈએ. વળી, તે માટે યોગ્ય સમય, ગુરુ અને મંત્રની જરૂર પડે છે. જો તેમાં ભૂલ થાય તો આ મંત્ર સિદ્ધ થતો નથી. જ્ઞાની માણસો આ જપથી છેટા રહેવાનું પસંદ કરે છે. કેમ કે આ જપથી પુણ્યસંગ્રહ થાય છે, પણ ભોગવટો કરવાથી તેમાં ઘટાડો થાય છે. સાચો સાધક ક્ષુદ્ર દેવોની અને હલકી કક્ષાની સાધનાની ભૂલભૂલામણીમાં કે મોટી આફતના કુંડાળામાં સપડાવાને બદલે પોતાના ઈષ્ટ મંત્ર દ્વારા કામ્ય જપનો રસ્તો લઈને ચિત્તને શાંત કરે છે, અને પરમાર્થના માર્ગે આગળ ધપે છે. (૪) નિષિદ્ધ જપ : વિધિ-નિયમ વિનાના, મનફાવે તે જપને નિષિદ્ધ જપ કહેવાય છે. નિષિદ્ધ કર્મની જેમ જ તે ખરાબ છે. અશુદ્ધ મંત્ર હોય, અપવિત્ર મંત્રદાતા હોય, દેવતા એક હોય અને મંત્ર બીજો હોય, અનેક મંત્રોનો ભેળસેળવાળો ખીચડો કરી દેવામાં આવે; ન મંત્રનો અર્થનું ભાન હોય, ન તેની વિધિનો ખ્યાલ હોય, મંત્ર પ્રત્યેની આસ્થા પહેલેથી જ ડગુમગુ હોય, દેવતાનું આરાધન કર્યા સિવાય મંત્રની આરાધના થાય, જપની સાધના વેળાએ નિયમ-શિસ્ત પાળવામાં ન આવે -- તે બધું દર્શાવે છે કે, આ નિષિદ્ધ જપથી સાધકને કોઈ લાભ થવાનો નથી; અને નુકસાનનો ડર ડગલે ને પગલે સામે જ હોય છે. (હા, ભગવાનના નામમાં કોઈ વિધિનિષેધ નથી. ભોળિયો વાલિયો લુંટારો રામ...રામ' કહેવાને બદલે મ...રા. મ. રા’ કહીને પણ તરી ગયો !). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy