SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૭૫ નામ-જપનનો મહિમા - ડૉ. વિબોધચંદ્ર હીરાલાલ કાપડિયા - ડે. કાપડિયાએ અનેક પૂર્વકાલીન શ્રમણભગવંતોએ રચેલાં સ્તોત્રોના સંદર્ભો આપીને નામ-જપનો મહિમા સુંદર રીતે નિરૂપેલ છે. નામ-જપના આરાધકો માટે (આ લેખ શ્રદ્ધાબળ પૂરું પાડે છે. – સંપાદક અનાદિકાળથી ફરી રહેલા કાળચક્રની ગતિવિધિના નિયમો પ્રમાણે આ અવસર્પિણીકાળના પાંચમા આરામાં કષ્ટ, દુઃખ, અશાંતિ, અગવડો વધારે રહેવાના છે તથા સુખ, સગવડ, અને શાંતિ અલ્પ મળવાનાં છે. મળેલું જીવન તો પસાર કરવાનું જ છે; પરંતુ સંતોષ, સમતા અને હિંમત આપે તેવી વાત એ છે કે મહર્ષિઓના - યોગી મહાત્માઓના, સંતોના નામરૂપી મંત્રોનું સ્મરણ, જપન અને અવલંબન આજે પણ સુલભ છે; અને તે ભવસાગર તરવા માટે સચોટ-રામબાણ રૂ૫ છે. કલિયુગમાં પણ એ મહા મહિમાવંત છે, એમ અનેક પ્રર્વતમાન યોગસાધકોનું કહેવું છે-માનવું છે. ગોસ્વામી તુલસીદાસે રામાયણમાં કહ્યું છે કે, ચહું જગ, ચહું શ્રુતિ નામ પ્રભાલ, કલિ વિશેષ નહિ આન ઉપાઉ; કલિયુગ કેવલ નામ આધારા, પ્રભુ સુમરિ ઉતરતું ભવપારા.' નામસ્મરણ માટે કહેવાય છે કે, ઓછાવત્તાં ફળ ઉપર ધ્યાન આપ્યા સિવાય પ્રભુનું નામ લેવા (ઘૂંટવા) માંડો. જેમ જેમ એ ઘૂંટાતું જશે તેમ તેમ એનામાં વધુ શકિત આવે છે. પીપરને વધુ શકિતમાન-અસરકાર બનાવવા માટે વૈદો ચોસઠ પહોર સુધી એને ઘંટયા કરે છે, આવી પીપરને ચોસઠપોરી પીપર કહે છે. તેમ પરમાત્માનું નામ પણ વધુ ઘૂંટાય-રટાય તેમ તેમ વધુ ને વધુ શકિત-સામર્થ્ય પ્રાપ્ત થાય. જેમ નાના છોકરાને એકડો વારંવાર ચૂંટાવવો પડે છે, તેમ પ્રભુનું નામ વારંવાર લેવાથી એનો જાપ આપોઆપ ચાલ્યા કરે છે, સ્વાસે શ્વાસે નામસ્મરણ વહ્યા કરે છે. રોમરોમમાંથી પ્રભુનું રટણ ચાલે છે. જૈન સ્તોત્રકારે કહ્યું છે : “પૂના ટિ ને તોત્ર, તોત્ર ફ્રોટિ समो जपः । जप कोटि समं ध्यानं, ध्यान कोटि समो लयः ।।' દરેક પદાર્થને ઓળખવા માટે નામ અગત્યનો ભાગ ભજવે છે. નામથી વ્યવહાર, લેવડદેવડ, વિચારોની આપલે વગેરે સરલપણે ચાલે છે, તેથી જ દરેક વસ્તુના જધન્યથી પણ થતાં ચાર નિક્ષેપોમાં નામનિક્ષેપ અગ્રસ્થાને છે. જાપ, જપ, જપન, સ્મરણ સમાનાર્થી શબ્દો છે. ચંચળ મનને કાબૂમાં રાખવું-સ્થિર કરવું, શુભ સંસ્કારથી પલ્લવિત કરવું કે વારંવાર-ફરી ફરી પરમોચ્ચ પ્રાભાવિક અને મહાશકિતસંપન્ન સમર્થ પરમાક્ષરોના બનેલાં નામોનું શ્રદ્ધાથી રટણ કરવું-ઉચ્ચારણ કરવું કે આલંબન લેવું-શરણે જવું એમ જપનનો અર્થ કરી શકાય. જગતમાં ચમત્કાર, જાદૂ, જંતરમંતર, લોટરી, પ્રતાપ, પ્રભાવાદિ શબ્દો સામાન્ય માનવના મનને લલચાવે છે. પરંતુ આપણે તો આપણા મોંઘેરા મનુષ્યજીવનનો પરમોચ્ચ અભ્યદય સાધીને શાશ્વત સુખ અને પરમશાંતિ આપનારા-સુલભ રીતે મેળવી શકાય એવા પ્રાભાવિક, મહિમાવંત, પ્રતાપશીલ, પુણ્યમય સાધનોનો-ઉપાયોનો જ વિચાર કરવાનો છે; અને મોહમાયામાં ફસાવી દે અને જન્મ-જરા-મૃત્યુના ચક્કરમાં સપડાવી દે એવાં ઝાંઝવાનાં નીર જેવા ચમત્કારો અને જાદૂથી ભરેલાં માયાવી પ્રયોગોથી, વચનોથી દૂર જ રહેવાનું છે. આ સિદ્ધ કરવા માટે નામજપન સહેલાઈથી આચરણમાં મૂકી શકાય. આ સૌને રુચિ જાય એવો પ્રતીતિકર માર્ગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy