SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી હિંસક પ્રાણીઓ કરતાં પણ હીનતમ કહે, તો વિનાવિલંબે, અને વિનાવિરોધે આપણે સ્વીકારવું જ રહ્યું, આપણો જન્મ એળે ગયો છે, આપણું સર્વસ્વ લૂંટાઈ ગયું છે એમ નક્કી માનવું જોઈએ. આપણામાંના કોઈ પ્રબળ પુરુષાર્થી તીવ્રતમ સાધના પછી મુક્તિના પરમ પદ સુધી પહોંચે ત્યારે તું પવિત્ર ઝનની કૃતાર્થ વસુંધરા પુષવતી ર તેન - કુળ અને કુટુંબ પવિત્ર થાય છે, માતાની કૂખ દીપી ઊઠે છે અને ધરતી પુણ્યવતી બને છે. એની અમર નામના દેવો અને કવિરાજો હંમેશ માટે ગાઈ રહે છે. તમે જન્મ્યા હો તે ભૂમિ પણ તીર્થરૂપ બની જાય છે; તમે વિશ્વમાં જગબત્રીસીએ ધન્ય-ધન્યરૂપ ગવાશો. આપણી ચેતનાનો વિસ્તાર વધે, આપણું હૃદયસાગર જેવું વિશાળ અને આકાશ જેવું વિરાટબનીને સમસ્ત વિશ્વને આત્મીયભાવે આવકારીને સત્કારે, આપણા શ્વાસે શ્વાસમાં વિશ્વકલ્યાણની ભાવના સાગરની વેલાની જેમ ઊભરાતી રહે એમાં જ આપણા જીવનની સિદ્ધિ અને કૃતાર્થતા સમજવાની. ચેતનાનો વ્યાપ વધારી વિશ્વવર્તી સમસ્ત જીવસૃષ્ટિ પ્રત્યે આત્મીય ભાવ અને ગુણાનુરાગ કેળવી સમસ્ત જીવરાશિને પોતાના આત્મસ્વરૂપે અનુભવવામાં જ સાચી કૃતાર્થતા છે. સ્વપ્ન સાકાર બન્યું તીર્થપ્રભાવક અને નિત્ય ભક્તામર સ્તોત્રપાઠી પૂ.ગુરુદેવશ્રી વિક્રમસૂરિજી મ.સા.ના પટ્ટપ્રભાવક લાડીલા શિષ્યરત્નપ.પૂ. આ.દેવશ્રી રાજયશસૂરિજી મ.સા.ના. ચરણકમલમાં વર્ષો પહેલાં ભાવનગરમાં જ મળ્યો. પ્રથમ પરિચયે જ તેમનું અપાર વાત્સલ્ય સાંપડ્યું. વર્ષો પછી છેક હમણાં જ મુંબઈમાં તેમના ફરી વંદન-દર્શનથી ભગવતી શ્રી પદ્માવતીજીના વિરાટ સ્વરૂપની ઝાંખી કરાવવાની મનમાં ચેતના પ્રગટી – પૂ. ગુરુદેવે વાંસો થાબડીને પ્રેરણા અને આશીર્વાદ આપ્યાં – મારું સ્વપ્ર સાકાર થતું હોવાનો કોઈ ગેબી અવાજ નિરંતર સંભળાતો રહ્યો, અને કેડ બાંધી – આ સમયગાળા દરમ્યાન વિવિધ જૈન સંદર્ભસાહિત્યના વિશિષ્ટ પ્રકારના યોગદાનના અનુમોદન રૂપે વિ.સં. ૨૦૪૬, ઈ.સ. ૧૯૯૦ માં ભાવનગર શ્વે. મૂ.પૂ. જૈન સંઘે શ્રી નેમિસૂરિ સમુદાયના પરમ પ્રભાવક પૂ. આ. શ્રી. દેવસૂરિજી મ.સા., પ.પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી મ.સા. તથા પૂ. પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી મ.સા.ની પ્રેરક ઉપસ્થિતિમાં ભાવનગરના ટાઉનહોલમાં આ ગ્રંથના સંપાદકનું વિશાળ જનમેદની વચ્ચે જાહેર સન્માન કરી શ્રી શ્રી પદ્માવતીદેવી પરામ્બાની એક સુંદર પ્રતિમાજી સબહુમાન અર્પણ કરવામાં આવી ત્યારે જ ઉન્નત ભાવના, અને ધ્યેય દ્રષ્ટિપથ પર રાખીને શક્તિ-સાધનાના સંદર્ભમાં જ, પણ જૈન તત્ત્વજ્ઞાનને કેન્દ્રમાં રાખીને એકવિરાટકાય ગ્રંથરત્નનું આયોજન હાથ ઉપર લેવાનું વિચારી મનોમન અમે મહાશક્તિસ્વરૂપા શ્રી શ્રી પદ્માવતીદેવીજીના અને શાસનદેવના આશીર્વાદોની ઝંખના સાથે આ ભગીરથ કાર્યનું સંકલ્પજળ નીચે મૂક્યું હતું. જેમનું સ્મરણ સુખકારી છે, જેમનું વંદન વિવિધ કષ્ટોને કાપનારું છે. પ્રથમ નજરે જોઈએ તો પદ્માવતી બે છે. એક પાર્થયની યક્ષિણી અને એક શ્રી ધરણેન્દ્રનાં પટરાણી - નાગરાણી પદ્માવતી - જેનો સર્વત્ર મહિમા ગવાયો છે, જેણે શ્રી પાર્શ્વનાથને મેઘમાળીના ઉપસર્ગો વેળા પોતાના શિર પર ધારણ કર્યા છે, એ નાગરાણી ધરણેન્દ્ર પદ્માવતી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy