SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૩ મહાત્રિપુરસુંદરીનાં અગમ્ય, લોપામુદ્રા, પરશુરામ, ચંદ્ર વગેરે ઉપાસક આચાર્યોની પરંપરા પ્રમાણે પણ મંત્રો પાસના અલગ અલગ છે. શ્રીવિદ્યા અને શ્રી શ્રી પદ્માવતીજી નામના અન્યત્ર આપેલા અલગ લેખમાં આ બાબતની વિશેષ ચર્ચા-વિચારણા કરી છે. (૯) નવગ્રહોના પણ વૈદિક પુરાણોક્ત તાંત્રિક એવા વિવિધ મંત્રો છે. (૧૦) ઇસ્લામની પરંપરામાં સૂચવાયેલા મંત્રો. મંત્રદીક્ષા પૂર્વેની તૈયારીઓ-મંત્રપસંદગી વગેરે કર્મના સિદ્ધાંત પ્રમાણે ને પૂર્વજન્મના સિદ્ધાંત પ્રમાણે પણ ગમે તે વ્યકિત ગમે તે મંત્રની સાધના કરી શકતી નથી. મંત્ર-પસંદગી સાધક માટે બહુ મોટી વાત છે. જેમ પુત્રપુત્રીના વિવાહ સંબંધ પૂર્વે ઘણી બધી બાબતો ધ્યાનમાં લેવી પડે છે, તેમ મંત્રશાસ્ત્ર પણ સાધકને કયા અક્ષરથી શરૂ થતો મંત્ર, કયાં દેવ-દેવીનો, કેટલા અક્ષરનો, કયા દિવસે અને કયાં સમયે લેવો તેનું માર્ગદર્શન પૂરું પાડે છે. મંત્રમહોદધિ, મંત્રાર્ણવ, શારદાતિલક વગેરે અનેક શાસ્ત્રોમાં અને કેટલાંક તંત્રોમાં આ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું છે. હિન્દી કલ્યાણ' -ગોરખપુરના સાધના અંક અને શકિત અંકમાં પણ આ વિષયના પંડિતો-આચાર્યોના લેખો સવિસ્તર માર્ગદર્શન પૂરું પાડે છે. પંડિતરત્ન ભાસ્કરરાય મખિનું, જેમણે દુર્ગા સપ્તશતી પર ગુપ્તવતી ટીકા લખી છે, વળી વરિવસ્યારહસ્ય નામનો અદ્ભુત ગ્રંથ રચ્યો છે, શ્રી લલિતા સહસ્રનામ સ્તોત્ર પર વિરલ અને વિદ્વદ્ભોગ્ય વિવેચન કર્યું છે, ઉપરાંત ઉપાસનાના રહસ્યોને પ્રદર્શિત કરતી સૌભાગ્યભાસ્કર નામની ટીકા લખી છે, તદુપરાંત નિત્યાપોડશિકાર્ણવ નામના વિખ્યાત તંત્રશાસ્ત્ર પર પણ 'સેતુબંધ' નામના ટીકાગ્રંથની રચના કરી. છે- તે બધામાં સાધકોને ઘણી બધી સામગ્રી મળી શકે તેમ છે. ગુજરાતીમાં દી.બ. નર્મદાશંકર મહેતાનો શાકત સંપ્રદાય' નામનો ગ્રંથ, હિન્દીમાં મહામહોપાધ્યાય ૫. ગોપીનાથજી કવિરાજના અનેક ગ્રંથો, અંગ્રેજીમાં સર જોન વુડરોફના શકિત એન્ડ ધ શાકૃતઝ', 'ગારલેન્ડ ઓફ લેટર્સ’ અને ‘ધસપેન્ટ પાવર” ઘણી મહત્ત્વના ગ્રંથ છે. દક્ષિણ ભારતના ડૉ. એમ. પી. પંડિતના તંત્ર-સાહિત્યના ઘણા બધા અંગ્રેજીમાં લખાયેલા ગ્રંથો પણ મંત્રો પાસના માટે ઉપયોગી છે. મંત્રની પસંદગી માટે પ્રથમ કલાકલચક્રનો અભ્યાસ મહત્ત્વનો છે : વાયુ અગ્નિ ભૂમિ જલ. આકાશ અ આ છે ઈ ઉ ઊ ૨ & આ ચક્ર પાંચ તત્ત્વોના પાંચ પાનાઓવાળું છે. દરેક તત્ત્વના ખાનામાં જે અક્ષરો લખ્યા છે તે બધા એક દૈવત છે. સાધકના નામનો પહેલો અક્ષર અને મંત્રનો પહેલો અક્ષર એક જ ખાનામાં આવે તો અથવા મિત્રના માનામાં આવે તો તેમાં ફળસિદ્ધિ થાય. શત્રખાનામાં આવે તો સાધના ફળવાની શકયતા ઓછી છે. મિત્ર-શત્રુ ક્ષેત્રની સમજણ આ પ્રમાણે છે : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy