SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૫૯ સાધના કરતા સાધકે સમય, સ્થાન, દિશા, શરીરની સ્થિતિ, વસ્ત્ર તથા દેવતાનું સ્વરૂપ અવશ્ય જાણવું. તથા સિદ્ધ સાધક-સદ્ગુરુ પાસેથી નમ્રતા, શ્રદ્ધા ને પૂજ્યભાવ વડે મંત્રનું સ્વરૂપ તથા તેના બાહ્ય અને આંતરિક અર્થોને પણ સારી રીતે જાણવા- અવધારવા. વળી, સાધનાપદ્ધતિનું જ્ઞાન પણ મેળવી તે પ્રકારે, આળસ રહિત અને ઉત્સાહપૂર્વક, મંત્રસાધના કરવી જોઈએ. એ સાત ભૂમિકાઓ આ પ્રમાણે છેઃ (૧) પ્રગટ અર્થઃ મંત્રના શબ્દોથી સ્પષ્ટરૂપે ફળીભૂત થતો અર્થ, કે જેને માત્ર શબ્દજ્ઞાન વડે જ જાણી શકાય છે. (૨) ગુપ્ત અર્થ, (૩) ગુપ્તતર અર્થ, (૪) સમ્પ્રદાય અર્થ, (૫) કલાર્થ, (૬) નિગમાર્થ અને (૭) પરાપર રહસ્ય. આ સર્વ ભૂમિકા શુદ્ધ ચિત્તથી સાધવી. પ્રથમ બે ભૂમિકામાં અર્થસંયોજન છે અને પછીની પાંચ ભૂમિકામાં રહસ્યનું ઉદ્ઘાટન થાય છે, જે ગુરુકૃપા આદિથી થાય છે. દરેક ધર્મની મૂળ સાધનામાં અષ્ટાંગયોગ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, જેથી અષ્ટાંગયોગનો સામાન્ય ઉલ્લેખ અહીં કરવો જરૂરી છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિને અષ્ટાંગયોગ કહેવામાં આવે છે, જે ભિન્ન ભિન્ન શબ્દોમાં અલગ અલગ ક્રમથી પ્રત્યેક સાધનાપદ્ધતિઓમાં જોવા મળે છે. સાધના કરતા સાધકે સમય, સ્થાન, દિશા, શરીરની સ્થિતિ, વસ્ત્ર તથા દેવતાનું સ્વરૂપ અવશ્ય જાણવું. તથા સિદ્ધસાધક-સદગુરુ પાસેથી નમ્રતા, શ્રદ્ધા ને પૂજ્યભાવ વડે મંત્રનું સ્વરૂપ તથા તેના બાહ્ય અર્થોને પણ સારી રીતે જાણવા- અવધારવા. વળી, સાધનાપદ્ધતિનું જ્ઞાન પણ મેળવી તે પ્રકારે આળસ રહિત અને ઉત્સાહપૂર્વક, મંત્રસાધના કરવી જોઈએ. સામાન્યતઃ સમય, સ્થાન આદિનાં મહત્ત્વ વિષે પણ આપણે જાણી-વિચારી લઈએ. (૧) સમય : સાધનાના પ્રારંભમાં નિશ્ચિત સમયનું પાલન સાધનામાં ત્વરિત ગતિ કરવા માટે સહાયક બની રહે છે. જેમ આપણે રોજ જે સમયે ખાતા હોઈએ અથવા સૂતા હોઈએ એ સમયે કુદરતી રીતે જ ભૂખ લાગે છે અથવા ઊંઘ આવવા લાગે છે. નિશ્ચિત સમયે થતી ક્રિયાઓ તે સમયે સહજ રીતે થવા માંડે છે, એ રીતે જ જો ધ્યાન આદિ સાધના માટે આપણે ટેવ પાડતા રહીશું અને થોડા મહિનાઓ સુધી સમયપાલનના નિયમને વળગી રહીશું તો એ નિયમ આપણી બીજી પ્રકૃતિ બની જશે, અને તેનું પરિણામ અતિ સુંદર આવશે. નિશ્ચિત સમયે આપણે જેવા સાધનામાં બેસીશું એવી મનની ચંચલતા સ્વતઃ નષ્ટ થઈ જશે, મન આપોઆપ સાધનામાં પરોવાઈ જશે. આમ, શરૂઆતમાં કરવી પડતી થોડી મહેનત વખત જતાં ખૂબ જ લાભદાયી બની જશે. અલગ અલગ પ્રકારની મંત્રસાધના માટે સૂર્યોદય, સૂર્યાસ્ત, દિવસનો મધ્યભાગ અને રાત્રીનો મધ્યભાગ - આ ચાર સમય સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે; તેમાં પણ સાધનાનો પ્રારંભ બ્રાહ્મમુહૂર્ત કરવાની જૂની પરંપરા છે. (૨) સ્થાન : સમયની જેમ સ્થાનનું પોતાનું આગવું મહત્ત્વ છે. જે સ્થાનમાં પ્રતિદિન સાધના કરવામાં આવે, તે સ્થાનમાં પોતાના મનને અનુકુળ એવાં પરમાણુઓની સંરચના થઈ જાય છે; અને જ્યારે જ્યારે સાધના કરવા બેસીએ ત્યારે આપણા વડે તૈયાર થયેલું સાધના માટેનું અનુકૂળ વાતાવરણ આપણને જમનની સુંદર એકાગ્રતા અપે છે. જ્યાં પશુઓનો નિવાસ વધારે હોય, નપુંસકો અથવા હીન ચારિત્ર્યવાળી સ્ત્રીઓ જે જગ્યાએ રહેતી હોય એવાં સ્થાનનો મંત્રગ્રંથોમાં નિષેધ છે. નદી અથવા તળાવના કિનારે, મંદિરમાં દેવાલયમાં, સ્મશાન પાસે, અરણ્યમાં, પર્વત પર, સિદ્ધસ્થાનમાં કે તીર્થસ્થાનમાં અથવા એવી કોઈપણ પવિત્ર જગ્યાએ સાધના ત્વરિત સિદ્ધ થાય છે. (૩) દિશા સારા પ્રકારની સાધના માટે પૂર્વ અને ઉત્તર દિશા તથા નીચા પ્રકારની સાધના માટે પશ્ચિમ અને દક્ષિણ દિશા પ્રશસ્ય માનેલ છે. (૪) શરીરની સ્થિતિ : સિદ્ધાસન, પદ્માસન, સ્વસ્તિકાસન, વજાસન, ગોદોવિકાસન, કાર્યોત્સર્ગ આદિ અનેકવિધ પ્રકારોમાંથી જે સ્થિતિમાં શરીરની અનુકૂળતા વધારે તે સ્થિતિમાં સાધના કરવી જોઈએ. (૫) વસ્ત્રઃ જે પ્રકારની સાધનાપદ્ધતિમાં જે વર્ણનાં વસ્ત્રનું પરિધાન કરવાનું કહેલ હોય તે પ્રકારને અનુસરવાથી વિશેષ લાભ મળે છે. (૬) દેવતાનું સ્વરૂપ જે ઈષ્ટની સાધના કરવાની હોય તેનાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy