SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૫૫ ઈચ્છિત સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. મંત્રોની જેમ યંત્રો પણ કાર્યસિદ્ધિનું સાધન મનાય છે. અને તે અંગે ખાસ વિધિ-વિધાનો નક્કી થયેલાં હોય છે. સંપૂર્ણ ક્રિયાશુદ્ધિને લીધે પ્રતિષ્ઠિત કરેલાં આ યંત્રો ઘણાં અક્સીર નીવડે છે. યંત્ર' જુદા જુદા મંત્રો અને દેવતાઓ પ્રમાણે જુદી જુદી આકૃતિમાં અને ધાતુ વગેરે પદાર્થ ઉપર દોરેલાં રેખાચિત્રોયુકત હોય છે. જે મૂળ યજ્ઞની વેદીની કલ્પનામાંથી ઉત્પન્ન થયેલાં જણાય છે. આ યંત્રો ત્રાંબાની જાડી પ્લેટ પર બનાવવામાં આવે છે, અને જરૂર પ્રમાણે તેને ચાંદી કે સોનાનો ઢોળ પણ ચઢાવવામાં આવે છે. જે યંત્રો પર કોઈ વિધિ-વિધાન થયેલું ન હોય તેને સાદા' ગણવામાં આવે છે અને જેના ઉપર પ્રતિષ્ઠાનો વિધિ થયેલો હોય છે તેને 'અભિમંત્રિત ગણવામાં આવે છે. આ યંત્ર પ્રતિષ્ઠિત થયા પછી તેને લાલ વસ્ત્રથી બાંધી દેવામાં આવે છે, જેથી તેની શકિત સંઘરાઈ રહે છે. આ યંત્રોને દેવતુલ્ય માની પવિત્ર સ્થાનમાં રાખવામાં આવે અને તેની સમક્ષ રોજ ધીનો દીવો તથા અગરબત્તીનો ધૂપ વગેરે કરવામાં આવે તે જરૂરી છે. યંત્ર-પૂજનનો પણ વિશિષ્ટ વિધિ હોય છે, તેને અનુસરવું યોગ્ય છે. યંત્ર બે પ્રકારના હોય છેઃ ૧. નિત્ય યંત્ર અને ૨. ભાવયંત્ર ૧. જેમાં દૈવીશકિત સ્વાભાવિક રૂપે જ રહેલી હોય છે તેને નિત્ય યંત્ર કહે છે. દા.ત. શાલિગ્રામ (પત્થર), નર્મદેશ્વર (પત્થર) તથા અપરાજિતા, કમળ વગેરે પાંચ યંત્રપુછ્યું. તેમાં દેવતાના આવાહન-વિર્સજનની જરૂર નથી. તેમાં દરેક દેવતાઓની પૂજા થઈ શકે છે. આ નિત્ય યંત્રોમાં દૈવીશકિત કેવી રીતે રહેલી છે તે તો માત્ર યોગીપુરુષો જ જાણી તથા અનુભવી શકે છે. - ૨. ભાવયંત્ર સમજવા માટે પ્રથમ તો ભાવ કોને કહેવાય એ સમજવું જરૂરી છે. યોગશાસ્ત્ર અનુસાર મન તથા ચિત્તના સંયોગથી આસકિત ઉત્પન્ન થાય છે, અને અહંકાર તથા બુદ્ધિના સંયોગથી ભાવતત્ત છે. ભાવ પણ શુદ્ધ અને અશુદ્ધ - એમ બે પ્રકારના હોય છે. અશુદ્ધ ભાવ બુદ્ધિને વિષયાકાર બનાવી દે છે અને શુદ્ધ ભાવ અંતઃકરણને મળરહિત કરી બુદ્ધિને બ્રહ્મપદ સુધી લઈ જઈ શાંતિ પમાડે છે. ભાવયંત્રમાં શુદ્ધ ભાવની જ પ્રધાનતા રહે છે. શ્રીયંત્ર, આદ્યામંત્ર, નૃસિહયંત્ર વગેરે વૈદિક મંત્રો અથવા બીજા પ્રકારના તાંત્રિક યંત્રો બનાવતી વખતે જેણે સિદ્ધિ મેળવી છે તે મહાપુરુષ ત૬ તદ અનુયાયી શુદ્ધ ભાવના અવલંબન વડે રેખા, મંત્રો વગેરેનો યંત્રમાં પ્રયોગ કરે છે; અને અંતઃકરણની શકિત વ્યાપક હોઈ તે તે ભાવોમાં પ્રયુક્ત થઈ તે તે ઉપયોગી શકિતઓનો એ યંત્રોમાં ઉદય થાય છે. એનું કારણ યા તો નિત્યયંત્ર હોય યા ભાવયંત્ર; પરંતુ તેમાં રહેલાં અન્તઃકરણની મદદથી તથા એ યંત્રોની શકિતના સહયોગ વડે કરી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આથી યંત્ર તે તે દેવતા રૂપી માનવામાં આવે છે. અને એ વડે જ લૌકિક તથા અલૌકિક સ્તરોએ બધા પ્રકારની સફળતા મેળવી શકાય છે. જૈન ધર્મના સંદર્ભે જોઈએ તો, પુરસાદાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાનનાં યંત્રોમાં ૧. શ્રી ચિંતામણિ મહાયંત્ર (આપત્તિ નિવારણ તથા અભીષ્ટ કાર્યસિદ્ધિ માટે), ૨. શ્રી કલિકુંડ પાર્શ્વયંત્ર (શત્રુનિગ્રહ માટે), ૩. શ્રી વ્યાપારવૃદ્ધિયંત્ર, ૪. શ્રી ઉવસગ્ગહર નવપદાત્મકયંત્ર (વિધ્વનિવારણ તથા ઈષ્ટકાર્યની સિદ્ધિ માટે); અને મહાદેવી શ્રી પદ્માવતીજીનાં યંત્રોમાં ૧. શ્રી પદ્માવતી સૌભાગ્યકર યંત્ર (ઈષ્ટ પતિ કે પત્નીની પ્રાપ્તિ માટે તથા તૂટેલા સંબંધો ફરી જોડવા માટે), ૨. શ્રી પદ્માવતી સર્વભય નિવારણ યંત્ર, ૩. શ્રી પદ્માવતી સર્વરોગ નિવારણ યંત્ર, ૪. શ્રી પદ્માવતી ઋદ્ધિ-સિદ્ધિ જયકર યંત્ર, ૫. શ્રી મહાલક્ષ્મી-પદ્માવતી (ધનપ્રાપ્તિ માટે અફસીર.) વગેરે છે. યંત્રનો મહિમા: જેટલાં મંત્ર એટલાં યંત્ર' એવી એક સામાન્ય ઉકિત પરથી કહી શકાય કે મંત્રોની જેમ યંત્રોની સંખ્યા પણ બહું મોટી છે. લાખ્ખો મંત્રો અને લાખો યંત્રો છે. એક સમય એવો હતો કે જ્યારે ત્યાગી-તપસ્વી મહાપુરુષો યોગ્ય વિધિથી મંત્રો દ્વારા યંત્રો સિદ્ધ કરીને યોગ્ય ગૃહસ્થોને આપતા અને તેઓ તેનું વિધિપૂર્વક પૂજન-અર્ચન કરી તેનું ફળ પ્રાપ્ત કરતા હતા. યંત્રો દ્વારા તેમનાં કાર્યો સિદ્ધ થતાં હતાં. યંત્રો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy