SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી કેટલાય ભાવિકો એવી તીવ્ર લાગણી ધરાવે છે કે જૈનોએ જો પોતાના પ્રશ્નના નિવારણ માટે મિથ્યાત્વ દેવ-દેવીઓ પાસે જવું પડતું હોય તો જૈન શાસનની જ દેવીઓની જ શા માટે વિશિષ્ટ આરાધનાથી જાગૃતિ ન કરવી ? આવાં પ્રભાવી સ્થાનો શા માટે નિર્માણ ન કરવાં કે જ્યાં જવા માત્રથી જ અમુક પ્રશ્નોનું નિરાકરણ સહજ ભાવે થઈ જાય અને જ્યાં જવાથી અમુક રીતે શ્રી જિનેશ્વર ભગવંતની ભક્તિનો-પૂજાસેવાનો પણ અપૂર્વ લાભ મળે... ૧૦ આ કહેવાનો એવો કોઈ ભાવ નથી કે દરેકે પોતાની ઇષ્ટપ્રાપ્તિ કે મનોભિલષિત પ્રાપ્તિ માટે યા પોતાના સંકટનિવારણ માટે અધિષ્ઠાયકોનો આશરો લેવો જ અને પોતાની ઇષ્ટપ્રાપ્તિ, મનોભિલાષાની પ્રાપ્તિ કે સંકટનિવારણ વીતરાગની ભક્તિ કરતાં નહીં જ થાય. . . જેઓ પ્રબલ મન ધરાવે છે, જેમની આધ્યાત્મિક કક્ષા ઉચ્ચ હોય છે એવો સાધક કશાની પણ ઇચ્છા ન જ કરે તો તે અવશ્ય સ્તુત્ય અને અનુમોદનીય છે જ... આવા આરાધકોએ પણ સમ્યગ્દષ્ટિ દેવોની આરાધના અને ઉપાસના કૃતજ્ઞતાભાવપૂર્વક કરવાની જ છે. મારા ખ્યાલ પ્રમાણે જેઓ સહજ રીતે વિરાગી છે અને મનમાં કશી પણ આકાંક્ષા નથી તેવા ઉત્તમ આરાધકો પ્રાયઃ કોઈની નિંદામાં પડતા નથી પણ જેઓ આંતરિક ઉત્તમતા કેળવ્યા વગર જ પોતાની જાતને ઉત્તમ કહેવડાવવા ધસમસી રહ્યા છે, તેઓને બીજાને ઉતારતા હીન કહીને નિંદા કરવામાં એક અનેરો આનંદ આવતો હોય છે તેવા આત્માઓનું પણ કલ્યાણ થાવ. . . તેમને પણ સન્માર્ગનું ભાન થાવ. વિકાસ - પ્રક્રિયામાં પરમ સહાયક પ્રસ્તુત ગ્રંથ છેવટે કેટલાક એવા તર્ક કરે છે કે પહેલાં આ બધું નહોતું અને હવે ક્યાંથી આવ્યું ? આવા વિચારકોનો આ પ્રશ્ન માત્ર દેવદેવીનાં પૂજનો માટે જ નથી, ઘણી ઘણી ક્રિયાઓ માટે છે. છ’રી પાલિત સંઘો, ઉપધાનો, ઉજમણાં, મહોત્સવો, અઠ્ઠાઈ અને માસક્ષમણ જેવી તપશ્ચર્યાઓ, ધાર્મિક શિબિરો, ભવ્ય પ્રતિષ્ઠાઓ, અનુપમ જિનાલયો, રાજમહેલ જેવા ઉપાશ્રયો- આ બધાં માટે એમનો પ્રશ્ન છે કે આવું બધું અમારા જમાનામાં નહોતું, બહુ ઓછું હતું, હમણાં હમણાં શરૂ થઈ ગયું છે. સહુ પ્રથમ આવા લોકોને જૈન ધર્મના સાચા ઇતિહાસની ખબર હોવી જરૂરી છે. માત્ર પોતાના છીછરા અનુભવથી કે અધકચરા જ્ઞાનથી જેઓ જિનશાસનને મૂલવવા જાય છે તેઓ દયાને પાત્ર છે. બીજું, કોઈ પણ પ્રકિયા વિકાસશીલ છે, પ્રગતિશીલ છે. વિકાસ અને પ્રગતિ કોઈ પણ ક્ષેત્રે થતાં જ રહેવાનાં. વિકાસ અને પ્રગતિ એ ધર્મની ઉન્નતિનું કારણ છે અને એથી જ જેઓ મધ્યસ્થહૃદયી ગુણાનુરાગી આત્મા છે, તે આવી વિકસ્વર પ્રવૃત્તિઓને જોઈને આનંદવિભોર થઈ ઊઠતા હોય છે. અનુમોદનાથી એમનાં અંતઃકરણ ઊછળી રહ્યાં હોય છે. પંચમકાળમાં પણ જિનાજ્ઞાના આદર અને બહુમાનથી, પ્રચાર અને પ્રસારથી એમને ખૂબ જ કૃતકૃત્યતાનો અનુભવ થતો હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy