SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ ] | શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી | પ્રાર્થના : સુલભ ચિંતામણિ એ પ્રા. બિપિનચંદ્ર ૨. ત્રિવેદી આતમ આરતની અભિજાત અભિરામ અભિવ્યકિત તે પ્રાર્થના.... તેવી પ્રાર્થનાથી ઉદભવતી આંતર ઉર્જા આત્મબળના સક્રિય સંચાલનમાં સીધી રીતે સહાયભૂત થાય છે. પ્રાર્થનાથી શ્રદ્ધાની જયોત ઝગમગે છે. સહાનુભૂતિનો પણ વ્યાપ વિસ્તરે છે. પ્રાર્થના એ બળ છે, વિચારોનું સ્પષ્ટ પ્રતિબિંબ છે. ભાવ અને પરિણતિનો સ્રોત છે. અભાવમાંથી ભાવ તરફ... વિભાવમાંથી સ્વભાવ તરફ... વિલાપમાંથી આલાપ તરફ લઈ જવાની એક પ્રક્રિયા છે. પ્રાર્થનામાં પ્રેરણા છે, સંરક્ષક અને શાતાદાયી શકિતઓ છુપાઈ છે. શબ્દથી લઈને શબ્દાતિત થવાની મંગલ શહેનાઈ છે. અહીં પણ પ્રાર્થનાનું પાથેય છે. હૃદયસ્પર્શી ભાવોને સ્પર્શી લ્યો.... બેડો પાર છે. પ્રા. બિપિનચંદ્ર ત્રિવેદીનો આ લેખ વિશ્વભરના પ્રચલિત ધર્મગ્રંથોમાં અને વિશ્વવિશ્રત ચિંતકોએ પ્રાર્થનાના સંદર્ભે જે કાંઈ વિચાર્યું છે તે વિષેનો સાર સંચય અત્રે દર્શાવાયો છે. – સંપાદક વિશ્વનો નાનામાં નાનો ગ્રંથ ઋગ્વદ’માં ધાર્મિક પ્રાર્થનાઓ ભરપૂર પડેલી છે. ભારતીય સંસ્કૃતિમાં પરંપરાથી પ્રાર્થનાનું મહત્ત્વ રહેલું છે. શ્રી રામચરિત માનસમાં રાક્ષસોના દુષ્કૃત્યોથી ગળે આવી ગયેલા. દૂભાયેલા દેવતાગણે પ્રાર્થના કર્યાનો પ્રસંગ આવે જ છે. જગતભરના કર્મવીરો અને મહામાનવો સાચે જ પ્રાર્થનાના પુરસ્કર્તાઓ અને ચાહકો હતા. ગોસ્વામી તુલસીદાસજીએ 'વિનય પત્રિકામાં લખ્યું છે કે, કોટિ હું મુખ કહિ ન જાત પ્રભુ કે એક એક ઉપકાર.' જ્યારે સુરદાસજી કહે છે કે, “મો સમ કૌન કુટિલ ખલ-કમી, જો તનુ દિયો તાહિ બિસરાયો, ઐસો નમકહરામી.'' આપણને માનવયોનિમાં જન્મ આપીને ઉપરની સત્તાએ જે ઉપકાર કર્યો છે તે પરમાત્મા પ્રત્યે આભારનો -કૃતજ્ઞતાનો ભાવ આખો દિવસ નહીં તો છેવટે સવાર-સાંજ પ્રાર્થનાના પ્રતિક દ્વારા તો વ્યકત થવો જોઈએ. એટલે જ જીવનમાં સ્તુતિ, ઉપાસના, પ્રાર્થના એ વહેમ નથી; પણ આપણે ખાઈએ છીએ, પીએ છીએ, ચાલીએ છીએ, બેસીએ છીએ, એ બધું જેટલું સારું છે તેના કરતા એ વધારે સાચી વસ્તુ છે આ પ્રાર્થના. એ જ સાચું છે બીજું બધું ખોટું છે એમ કહેવામાં અતિશયોકિત નથી. - પ્રાર્થનાનો અર્થ : વ્યાખ્યા - પ્રાર્થના એટલે પ્ર (શ્રેષ્ઠ) + અર્થ (વિનંતી કરવી) + અનુ (પણ) + આ નારી જાતીનો પ્રત્યય), એ રીતે બનેલો શબ્દ થાય છે. ઈશ્વરપૂજાનાં ત્રણ અંગ છે - સ્તુતિ, પ્રાર્થના અને ઉપાસના. અસ્તુતિ”નો અર્થ છે ગુણકીર્તન.. સ્તુતિ એટલે પ્રશંસા. તેમાં આપણે જેની સ્તુતિ કરીએ છીએ તેના ગુણો અને મહિમાનું વર્ણન મુખ્ય હોય છે. ઉપાસના એટલે (ઈશ્વરની) પાસે બેસવું. તે જ રીતે વંદના અને પ્રાર્થના વચ્ચે પણ થોડુંક અંતર છે. વંદનામાં ઈશ્વરનો આભાર- ઉપકાર યાદ કરીને તેની કૃતજ્ઞતા પ્રગટ કરીને તેને નમસ્કાર કરીએ છીએ. પ્રાર્થનાનો એક અર્થ થાય છે યાચના'. તે જપ કે પાઠ નથી, પરંતુ પોતાના હૃદયની માગણી પ્રભુ સમક્ષ ઉપસ્થિત કરવાની રીત છે. જો કે પ્રાર્થનામાં યાચનાના સમાવેશ વિશે મતભેદ રહે છે. ગાંધીજી કહે છે " પ્રાર્થના એટલે ઈશ્વરની પાસે સંસારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy