SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી બેબિલોનની ભાષામાં ઉમુ' કે 'ઉમા', અક્કદી શબ્દ 'ઉમ્મિ” અને દ્રાવિડી શબ્દ 'ઉમ્મા” એ મૂળે માતૃદેવીવાચક સંસ્કૃત શબ્દ "ઉમા'માંથી ઉતરી આવેલા જણાય છે. ફિજીયનો માતૃદેવીને 'અમ્મા' કે 'મા' કહે છે. દ્રાવિડી ભાષાઓમાં 'અમ્મા' શબ્દ “મા” રૂપે પણ પ્રાચીનકાળથી પ્રયોજાય છે. શતપથ બ્રાહ્મણમાં આ જગતને (=ધરતીને) 'મા' કહી છે. વેદો અને બ્રાહ્મણગ્રંથોમાં સિનીવાલીને ' સુકપ' (=સુંદર અંબોડાવાળી), સુકુરીરા' (=સુંદર મુકુટવાળી) અને સ્વૌપશા” (=સુંદર અંગોવાળી) કહી છે. સોમવતી (=સોમવારના રોજ આવતી) અમાવાસ્યા પવિત્ર ગણાય છે. અને અમાવાસ્યાને દિવસે કરવામાં આવતો યજ્ઞ અદિતિને અર્પણ થાય છે. ગર્ભાધાન માટે પણ સિનીવાલીની પૂજા કરવામાં આવતી. પુરાણોમાં ઈલાદેવી ઐલવંશની કે સોમવંશની જન્મદાત્રી બની જાય છે. અરબસ્તાનમાં ઈલાહ'ને ઈલાત', 'અલાત” કે “અલ્લાહ” તરીકે ઓળખતા. પુરાણોની જેમ આ દેવી પાછળ થી નરરૂપમાં પૂજાવા લાગી હતી. સંસ્કૃત ભાષામાં અલ્લા', 'અક્કા', 'અમ્બા” એ માતા કે દેવીનો અર્થદર્શાવે છે. ભારતમાં ઈડા અન્નપૂર્ણા પણ બની. પ્રાચીન ઈટલીમાં એAnnaParenna તરીકે પૂજાતી. અક્કદદેશની ભાષામાં આયા, મૈયા કે આઈ શબ્દ માતૃદેવીનો અર્થ દર્શાવે છે. કાનડી અને મરાઠીમાં 'આઈ' (=માતા) અને હિન્દી ભાષામાં 'આયા’ શબ્દ ધાત્રી ( દાયણ કે પૃથ્વી)ના અર્થમાં પ્રયોજાય છે. આ આયા” કે “આઈ” એ સુમેર અને કાદી પ્રજાઓમાં સૂર્યદેવતા નિનિબની પત્ની રૂપે ખૂબ પ્રાચીન દેવી તરીકે પૂજાતી. વેબર, કુન, બાર્થ, મેકસમૂલર, બનેર શાસ્ત્રી વગેરેનાં સંશોધન અનુસાર માતૃદેવીના ઉપાસકો ફિજીયનો એ ભારતમાંના ભુગુઓ જ હતા અને જળના અનુપંગે ત્રસ્વેદમાં તેમનો નિર્દેશ થયો છે. હોપકિન્સ જણાવે છે કે પરશુરામને શિવ ઉપાસક માનવામાં આવે છે, અને કાલીના મંદિરમાં પરશુરામની અલગ દેરી રાખવામાં આવે છે. કારણ કે તેમની કાલી ઉપાસક માતા રેણુકાને તેમણે શુદ્ર સ્ત્રીનું મસ્તક ચોંટાડીને સજીવન કરેલી. એલ્લામા (=સર્વામ્બા) દેવીનું મસ્તક રેણુકાનું છે એમ દેવીપૂજાની પરંપરા સ્વીકારે છે, અને પરશુરામ અંબિકા કે એલ્લામ્બાના ઉપાસક હતા. ભારતીય પૌરાણિક પરંપરામાં પરશુરામને ભાર્ગવ કે રેણુકેય કે રેણુકાસૂત તરીકે ઓળખવામાં આવે છે. કાર્લ્ડીયન નળા ઉપર ફરસી આયુધની પવિત્ર નિશાની છે; દેવીપૂજામાં માછલી, સર્પ, અશ્વત્થ અને કબુતરનાં પ્રતીકો સાથે તેની પૂજા કરવામાં આવતી. ઘણીવાર તેની સાથે ગાયની, ઈંગડાં વચ્ચે ભાલા અને ઢાલ ધારણ કરેલી દેવી રૂપે પણ પૂજા થતી. શિવનું પણ આવાહન ભાર્ગવ કે ભૃગુનાથ તરીકે મસ્યપુરાણમાં કરવામાં આવ્યું છે. ભૃગુઓએ અગ્નિની શોધ કર્યાનું માનવામાં આવે છે. ઋગ્વદમાં ભૃગુઓનો ઉલ્લેખ અનુ, પુરુ, દુધ અને તુવંશોની સાથે થયો છે. સૃજયો કે વૈતહવ્યોની જેમ આ વંશો કાઠિયાવાડ, ગુજરાત અને માળવાના નિવાસીઓ હતા. બેબિલોનની ભાષામાં ઉમ્મુ' કે ઉમ્મા', અક્કદી શબ્દ 'ઉમ્મિ” અને દ્રાવિડી શબ્દ 'ઉમ્મા' એ મૂળ માતૃદેવવાચક સંસ્કૃત શબ્દ 'ઉમા'માંથી ઉતરી આવેલા જણાય છે. ફિજીયનો માતૃદેવીને 'અમ્મા' કે 'મા' કહે છે. ભાર્ગવો હમ્બા, અમ્બિ કે અંબિકાની ઉપાસના કરતા; આ દેવી રુદ્રની યોનિ (=જન્મદાત્રી) પણ ગણાતી, તેથી જ ભૈરવને દેવીપુત્ર માનવામાં આવે છે. દ્રાવિડી ભાષાઓમાં અમ્મા' શબ્દ “મા” રૂપે પણ પ્રાચીનકાળથી પ્રયોજાય છે. શતપથ બ્રાહ્મણમાં આ જગતને (=ધરતીને) 'મા' કહી છે. ભૃગુઓ વગેરે 'પરાવત’ પ્રદેશમાં વસતા. આ ઉપરાવત’ એ યુતિસ નદીનો પ્રદેશ હતો. અને અર્વાવત (=અર્વસ્થાન =અરબસ્તાન =ઘોડાઓનો પ્રદેશ)માંની ઈલાહ” કે “અલ્લાહ' એ વૈદિક ઈલા” કે “અલ્લા'નું પરિવર્તન રૂપ જ હતું. આ રીતે પ્રાચીનકાળથી પૃથ્વીના લગભગ બધા જ પ્રાગૈતિહાસિક દેશોમાં શકિત-માતૃદેવીની ઉપાસના પ્રચલિત હોવાનું જણાય છે. ઋગ્વદમાં જગતની આદિ શકિતને 'અજા' કહી છે અને વિશ્વની અખિલ સત્તા (=અસ્તિત્વ). ચૈતન્ય, જ્ઞાન, પ્રકાશ, આનંદ, ક્રિયા, સામર્થ્ય એ બધાં આ જ શકિતનાં કાર્યો છે. દુર્ગાસપ્તશતીમાં આને જ કાળરાત્રી, મહારાત્રી, મહામાયા, મહાવિદ્યા અને મહાકાળી-મહાલક્ષ્મી- મહાસરસ્વતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy