SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] જેમાં સામાન્ય જનતાનો પ્રકૃતિપૂજાનો ધર્મ વ્યકત થાય છે. અને, આંતર્દષ્ટ, જેમાં આધ્યાત્મિક અનુભૂતિ અને ઉચ્ચતમ સિદ્ધિનું રહસ્ય પ્રગટ થાય છે. [૧૦૫ વેદમાં શકિત ઉપાસનાઃ જે લોકો શકિત ઉપાસનાને અવૈદિક ગણાવે છે તેઓ વેદ અને શકિત ઉપાસના -બન્ને બાબતમાં ઘોર અજ્ઞાન વ્યકત કરે છે. ઋગ્વેદના ૧૦મા મંડળમાં પરબ્રહ્મનું વર્ણન માતૃશકિતના રૂપમાં કરવામાં આવ્યું છે. અભૃણ નામના ઋષિની વાક્ નામની કન્યાનાનામસાથે જોડીને દેવીસૂકત રજૂ કરવામાં આવ્યું છેતે બ્રહ્મરૂપા પરાંબાનો પરિચય પામવા માટે પ્રસ્થાનરેખા સમું છે. દેવીસૂકતના આઠ મંત્રો નીચે પ્રમાણે ભાવાનુવાદિત થયેલા છે. પરામ્બા-આદ્યશકિત સ્વપરિચય આપતાં કહે છે : , (૧) 'હું (સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મશકિત) રૂદ્ર, વસુ, આદિત્ય તથા વિશ્વદેવોના રૂપમાં વિચરણ કરું છું. મિત્ર, વરુણ, ઈન્દ્ર, અગ્નિ અને અશ્વિનીકુમારોને હું જ ધારણ કરું છું.' આ રીતે પરામ્બા વાને કહે છે કે, 'સમસ્ત સૃષ્ટિસર્જન મારું સ્વયંપ્રેરિત સર્જન છે.’ (૨) 'હું શત્રુહન્ના સોમને, વિશ્વકર્માને, સૂર્યને અને ઐશ્વર્યયુકત દેવોને ધારણ કરું છું. જે મનુષ્ય દેવોને ઉદ્દેશીને આહૂતિપૂર્ણ સોમયાગ આદિ અનુષ્ઠાન કરે છે તે યજમાનોનાં યજ્ઞફળને હું જ ધારણ કરું છું.' આમ, સર્જનવૈવિધ્યમાં કર્મરૂપે, કર્મસંસ્કાર રૂપે, કર્મફળ સ્વરૂપે આ એક માત્ર આદ્યશકિત પ્રવર્તે છે. (૩) 'હું (સૃષ્ટિ-સ્થિતિ-પ્રલયકારિણી) જગદીશ્વરી છું. હું ( ગાયો, સુવર્ણ જેવા પાર્થિવ અને જ્ઞાનવિદ્યા આદિ જેવા અપાર્થિવ) ધનને આપવાવાળી છું. હું જીવ માત્રને-દેવો સહિતને-ભાવ પ્રદાન કરું છું. દેવો અનેક ભાવે મારી ઉપાસના કરે છે.’ (૪) 'જીવ અન્નાદિ જે કંઇ આરોગે છે, જે કંઇ જુએ છે, શ્વાસ-ઉચ્છવાસ વડે જીવિત રહે છે - આ તમામ ક્રિયા મારા થકી નિષ્પન્ન થાય છે. મને જે માનતા નથી તે સંસારમાં ક્ષીણતા પ્રાપ્ત કરે છે.' (પ) 'હું સ્વયં આ તત્ત્વબોધ કરું છું. હું ઇચ્છું છું તેને ઉન્નતપદ આપું છું, સુબુદ્ધિથી સંપન્ન કરું છું, ઋપિ બનાવું છું અને બ્રહ્માનું પદ પણ આપું છું'. (૬) 'હું બ્રહ્મજ્ઞાનવિરોધી વિનાશયોગ્ય અસૂરને હણવા માટે ધનુષ્ય પર બાણ પણ ચઢાવું છું. મનુષ્ય માટે યુદ્ધ કરું છું. સ્વર્ગ તથા મૃત્યુલોકમાં પ્રગટ થાઉં છું, અવતારું છું.' (૭) 'હું હિરણ્યગર્ભને જન્મ આપું છું. સમગ્ર બ્રહ્માંડ મારું સચ્ચિદાનંદ શરીર છે.' (૮) 'જ્યારે હું વાયુની માફક વહેવા લાગું છું ત્યારે આ સમસ્ત ભુવનના સર્જનનો આરંભ થાય છે. આ સ્વર્ગ અને પૃથ્વીલોકની પાર પણ મારું અસ્તિત્વ છે. આ છે મારો મહિમા.’[ૠગ્વેદ : ૧૦,૧૨૫ (૧થી ૮)] ઔપનિષદિક અર્થધટન : વેદની ઋચાઓ ઔપનિષદિક મંત્રોમાં દાર્શનિક સત્યોનો સૈદ્ધાન્તિક પિંડ ધારણ કરે છે. શકિત અને શકિતમાન એક જ તત્ત્વને જોવાની ભેદદષ્ટિ માત્ર દષ્ટિભેદ છે, પરંતુ તત્ત્વભેદ નથી એવુંસમાધાન પણ આ તબક્કે કરવામાં આવેછે. સૃષ્ટિ એ વ્યકત સ્વરૂપ છે અને અવ્યકત સ્વરૂપે તે પ્રકૃતિ અથવા માયા અથવા શિકત છે એમ જણાવી શ્વેતાશ્વેતર જેવા ઉપનિષદમાં શકિત-શકિતમાનની અભિન્નતા સિદ્ધ ક૨વામાં આવી છે. मायां तुं प्रकृतिं विद्यान्मायिनं तु महेश्वरम् । જેવી રીતે અગ્નિની દાહકતા અને ભાનુ (સૂર્ય)ની પ્રભા અગ્નિ અને સૂર્યથી ભિન્ન નથી, એવી રીતે માયાત્મક પરાશકિત પરબ્રહ્મથી ભિન્ન નથી. કેન ઉપનિષદમાં ઉમા- હૈમવતીનો પ્રસંગ અર્થપૂર્ણ રીતે ધ્યાન ખેંચે છે. તેમાં અહંકારગ્રસ્ત દેવતાઓને શકિત પોતાની ૫૨મ સત્તાનું ભાન કરાવેછે. છાંદોગ્ય ઉપનિષદમાં ગાયત્રીને સર્વભૂતાત્મક અને વાડ્મયી કહીને ઉપાસવાયોગ્ય વર્ણવેલ છે. મહાનારાયણોપનિષદમાં શકિતઉપાસનાનું સ્પષ્ટ વિવરણ મળે છે. દુર્ગા નામનો પ્રયોગ પ્રથમવાર જોવા મળે છે. દુર્ગાનાં અન્ય નામો કાત્યાયની, કન્યાકુમારી, મહાશૂલિની, સુભગા, કામમાલિની અને ગૌરી અહીં દર્શાવાયાં છે. ભગવતી મહાલક્ષ્મીનું આવાહન પણ આ જ ઉપનિષદમાં કરાયું છે. આ ઉપરાંત શકિતઉપાસનાને અનુલક્ષીને રચાયેલાં ઉપનિષદોમાં ત્રિપુરા, દેવી, બૃહવૃચ, સરસ્વતીહૃદય, સીતા, સૌભાગ્યલક્ષ્મી, કાલી, તારા, કૌલ વગેરે મહત્ત્વનાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy