SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૧૦૩ નિસર્ગના ખોળે ધ્યાનસ્થ સ્થિતિમાં બેઠેલા ઋષિએ એકદા જે દેવીસ્વરૂપ નીહાળ્યું એ જ અતિશકિત કે આદિશકિત હતી. તે જ સુખ અને કલ્યાણદાયી લક્ષ્મી, તે જ પદ્માવતી. ઋષિમાં વાણી પ્રગટ થઈ : હિરણ્યમયી', 'પદ્મવર્ષા', 'પદ્મસ્વિતા', 'પદ્માક્ષી', 'ચન્દ્રામ' વગેરે વગેરે. આ વાણી એટલે 'વાદેવતા' કે 'સરસ્વતી’. સુખ, સમૃદ્ધિ અને જ્ઞાનનો સુભગ સમન્વય એ જ લક્ષ્મી અને એ જ સરસ્વતી! વૈદિક પરંપરામાં લક્ષ્મી અંગે અનેક કલ્પનાઓ, કથાઓ અને સ્તોત્રો રચાયાં છે, તેમાં શ્રી સૂકત” અતિ સુંદર છે. 'શ્રી' એટલે લક્ષ્મી'. જ પ્રસ્તાર છે. એ ચેતના આપણી અંદર પણ છે, બહાર પણ છે. જો એમ હોય તો જ દેવ અને મનુષ્ય વચ્ચે સુક્ષ્મ સંબંધ સ્થાપી શકાય. એટલે તો ભગવતી લક્ષ્મીને પહેલા ઋષિએ હાક મારી : हिरण्यवर्णा हिरण्यमयीं सुवर्णरजत्साम् । चन्द्रां हिरण्यमयीं लक्ष्मी जातवेदस तमावहे ।। पद्येस्थितां पद्यवर्णा पद्याक्षी पद्यसंभवे । तन्मे भजसि पद्याक्षी येन सौख्यं लभाम्यहम् ।। ઋષિએ સુખ, સમૃદ્ધિ, ભકિત બધું જ માગી લીધું. શા માટે? સર્વજનહિતાય. કાળાન્તરે ઉપરોકત યાદીમાં એક પ્રકાશમય દૈવીશકિતનો ઉમેરો થાય છે, તે છે ગાયત્રી'. ગાયત્રી શકિતનું પ્રાગટયવિશ્વના મિત્રવિધ્વામિત્ર દ્વારા થાય છે. આધ્યાત્મલોકમાં માનવનું એ પ્રથમ અલૌકિક સાહસ હતું. ગાયત્રીને ભલે દેવીનું સ્વરૂપ આપવામાં આવ્યું, પરંતુ હકીકતે એ ત્રણેય લોકને આવરી લેતો ઈશપ્રકાશ છે. ઋષિએ પણ માંગ્યું શું ? બુદ્ધિપ્રકાશ..... નિર્મળ પ્રકાશ..... વિશ્વ એકતા. શુદ્ધ નિર્મળ બુદ્ધિ-જ્ઞાનરાશિ..... વિશ્વકલ્યાણની ભાવના. તેથી જ ગાયત્રીમંત્રને આમંત્રરાજ' કહેવામાં આવે છે. શકિત ઉપાસનનો આ ગાળો સાત્ત્વિકતાસભર હતો. પૂજા, અર્ચના, આરાધના, સાધના થતી હતી. દિવ્ય અનુભૂતિ અને દર્શન માટેની એઝંખના હતી.સમયના વહેણ સાથે તેમાં પરિવર્તન આવ્યું. વૈદિકવાડ્મયનો આ પરિવર્તનનો ગાળો એટલે પૌરાણિક કાળ, જ્ઞાનનું સ્થાન ક્રિયાએ લીધું તેમાંથી કર્મકાંડ અને વિધિવિધાનોનું મહ લાગ્યું. પુરાણકાળમાં મકંડ ઋષિ થઈ ગયા. તેમણે માકડેય પુરાણની રચના કરી. શકિત ઉપાસના અંગે મંત્રો અને સ્તોત્રોની રચના થઈ. અષ્ટાધ્યાયી-ચંડીપાઠ એ શકિત-સાધનાના માટે આધારભૂત ગ્રંથ બની ગયો. અધ્યાત્મનું સ્થાન ભૌતિક સિદ્ધિઓએ લીધું. સકામ ઉપાસનાનું મહત્ત્વ વધ્યું. સમય જતાં આને લીધે પુરોહિતોનું મહત્ત્વ વધ્યું. જટિલ ક્રિયાકાંડ, મંત્રો વગેરે સામાન્ય જનસમાજની સમજણ બહાર રહી ગયું. તે સાથે શકિતનાં અનેક સ્વરૂપો અસ્તિત્વમાં આવ્યાં તેને અનુરૂપ મંત્ર, વિધિવિધાન થવાં લાગ્યાં. એક વાત સ્પષ્ટ છે કે આ બધી સાધના શકિતની જ હતી. તો શકિતના આ નવા સ્વરૂપમાં પણ સાધક, પુરોહિત અને સમાજની શ્રદ્ધા દઢ થતી ગઈ. “યથા મyપદ્યન્ત તથા તા-મનામ (જેની જેવી શ્રદ્ધા, તેને હું તેવું ફળ આપું છું. -ગીતા). તારનાં દોરડામાં વીજપ્રવાહ સમાન જ હોય છે, પરંતુ જે કેન્ડલનો ગ્લોબ ચડાવીએ તે પ્રમાણે પ્રકાશ મળે છે. આ પ્રમાણે આદિશકિતનું અનેક નાના સ્વરૂપોમાં વિભાજન થયું. સમય જતા મંત્રમાં તંત્રનો ઉમેરો થયો. તંત્રમાં પણ શકિતની ઉપાસના છે. તંત્રના વિકાસ સાથે બીજ મંત્રો (શબ્દો)નો વિકાસ થયો. “દ શ્રીં ની, દૂ, ન સ - આ બધા બીજો છે. મંત્રમાં તે મુકાવાં લાગ્યાં. બીજોમાં વધારે આંદોલનાત્મક શકિત સંગ્રહિત થયેલી છે. શકિતના ઉપાસકો શાકત કહેવાયા. બંગાળ, ઓરિસ્સા, આસામ, પૂર્વભારતમાં તેમજ ઉત્તરના નેપાલ વગેરેમાં શકિતની ઉપાસનાનનો પ્રસાર વધ્યો. આ વિસ્તારમાં તંત્ર પણ વિકસ્યું છે. નેપાલે અને તિબેટે તંત્રશાસ્ત્ર વિકસાવ્યું છે. અંતમાં, વા ટેવી સર્વપૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમત, નમસ્ત મ ળે નમોનમઃ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy