SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ર કary Baહથિ S ૮ AO S પ્રાસ્તાવિક પ્રથમ આવૃત્તિના પ્રેરકનું માર્ગદર્શન - શ્રી લબ્ધિ વિક્રમ ગુરુકૃપા પ્રાપ્ત પ. પૂ. આ. દેવ રાજયશસૂરીશ્વરજી મ. સા. આજથી ૪ વર્ષ પૂર્વે મુંબઈ-ભાયખલાના ઉપાશ્રયમાં શ્રી નંદલાલભાઈ મળ્યા. એ સાહિત્યનો આત્મા છે. એમને વર્ષોથી હું જાણું છું. તેમની સાથેની વાતચીતમાં શ્રી ભગવતી પદ્માવતી માટેની ચર્ચા નીકળી. ઘણા વખતથી મારો પદ્માવતીના ૧૦૮ નામનો પાઠ કરવાનો અભ્યાસ ચાલતો હતો. ઘણીવાર એ નામો બોલતાં પદ્માવતી માતાનાં વિભિન્ન સ્વરૂપો દૃષ્ટિગોચર થતાં હતાં. આ દૃશ્યોને ચિત્રોમાં ઉતરાવવાની તમન્ના થઈ આવતી. એ માટે થોડાઘણા પ્રયાસો પણ કર્યા હતા. પણ સમયના અભાવે એનું સાતત્ય જળવાયું નથી. હજી આજે પણ એ સ્વપ્ર છે. ભાવિ મૂર્તિમંત કરશે એવો ભરોસો રાખવો જ રહ્યો. મારી આ ધારણાઓની ઘટમાળવાળા જીવનમાં તેમણે પોતાનું “શ્રી પદ્માવતી પુસ્તકના સંકલનનું વિવિધ વિષયોવાળું સાહિત્ય'' બતાવ્યું. મને થયું જરૂર આ ગ્રંથ માહિતીથી સભર થશે. પછી તો વર્ષો વીતતાં ગયાં. હૈદ્રાબાદ-મદ્રાસના ચાતુર્માસ પરિપૂર્ણ થયા. શ્રી નંદલાલભાઈનો સંપર્ક ચાલુ જ હતો. છેવટે એમણે પ્રાર્થના સમાજના ચાતુર્માસની પૂર્ણાહુતિ વખતે પોતાના તૈયાર કરેલા પ્રેસકૉપીના ચોપડાઓ અક્ષરશઃ આંખ નીચેથી કાઢવા માટેવિનંતિ કરી. આજે તા. ૧૧૩૯૩ સુધી લગભગ અક્ષરશ: તે ગ્રંથો આંખ નીચેથી પસાર થયા છે અને આ ગ્રંથ તથા લેખો માટેની ચર્ચા ચાલી રહી છે. હું મારા વિચારો તેમને સ્પષ્ટપણે દર્શાવીશ. પણ તેઓ પોતે સંપાદક હોવાથી કોઈ પણ વિચારો માટે હું તેમને દબાણ કરીશ નહીં. એમની અદમ્ય ઈચ્છા આ ગ્રંથને પ્રકાશિત કરવાની હતી. એટલે ગ્રંથના પ્રયોજનમાં જ માત્ર મારે શક્ય હોય ત્યાં પ્રેરણા અને માર્ગદર્શન કરવાનું રહ્યું છે. આ ગ્રંથ કેમ અને કેવી રીતે ઉપયોગમાં લેવો તેનું પ્રેરક માર્ગદર્શન અત્રે ઉલ્લેખવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ માર્ગદર્શન થતાં કેટલાય સંલગ્ન મુદ્દાઓનું પણ ચોક્કસ નિરાકરણ થશે. દરેક ધર્મગુરુની ફરજ છે કે જે પોતાને વીતરાગીની આજ્ઞા યુક્ત સમજાયું હોય તે વાતને સંદેહરહિત રજૂ કરવી જોઈએ. દશવૈકાલિક સૂત્ર કહે છે: “ “સમુખેહ મસંદિધ્ધ-ગિર ભાસિજ્જ પન્નવં', વચન સંદેહ વગરનું નિશ્ચિત બોલો. ગુરુ પાસેની આ અપેક્ષા ઉચિત જ છે. જૈન દર્શન એ મોક્ષ દર્શન છે... મોક્ષ જ સહુનું ચરમ લક્ષ્ય છે... ભારતીય તમામ ધર્મોએ (કોઈક અપવાદ સિવાય) મોક્ષને અંતિમ લક્ષ્ય તરીકે સ્વીકારેલ છે. આ જ કારણથી આપણે ભારતને આર્યભૂમિ કે સંસ્કારભૂમિ કહીએ છીએ. વૈદિક ધર્મો હળદ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy