SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ સંગ્રહગ્રંથ ૩૨ ૮ શ્રી લાયજા તીર્થ રચલગચ્છીય શ્રી મહાવીર સ્વામી જિનાલયની ઉજવલ તવારીખ શાંતિનાથ ભીનું, બંદર ઉપર શ્રી અજિતનાથ ભ.નું અને ગામ બહાર દાદાવાડીમાં શ્રી પાર્શ્વનાથ ભીનું દેરાસર દર્શનીય છે. અહીં આવેલ શ્રી મેઘજી સોજપાલ જૈન આશ્રમની મુલાકાત લેવા જેવી છે. આશ્રમની વિશાળતા, સુંદર પ્રવેશદ્વાર અને કલાત્મક નયનરમ્ય જિનમંદિર જોતાં આંખ ઠરે છે. દેરાસરજીમાં શ્રી શાંતિનાથ ભ.ની તેજસ્વી પ્રતિમા જોતા જ હૈયામાં આનંદ ઊછળે છે. આ આશ્રમમાં ૩૦૦ જેટલા વૃદ્ધ-અશક્તભાઈ-બહેને લાભ લઈ રહ્યા છે. કશે જ ચાર્જ લીધા વિના કચ્છના વતની હોય તેવા જૈન વૃદ્ધ ભાઈ-બહેનોને અહીં દાખલ કરવામાં આવે છે. તેમની જમવાની, રહેવાની પ્રત્યેક વ્યવસ્થા જતા પ્રભાવિત થવાય છે. યુગ પલટાયો છે. ત્યારે આ પ્રકારના કાર્યને હજુ વધુ પ્રોત્સાહન આપવાની જરૂર છે. સમાજ માટે આ સંસ્થા સુંદર કામ કરી રહી છે. અહીં આવનાર યાત્રિક વર્ગની ઊતરવાની-જમવાની દરેક વ્યવસ્થા આ આશ્રમના સંચાલકો કરી આપે છે. વ્યવસ્થા માટે અગાઉ પત્રવ્યવહાર કરવો જરૂરી છે. માંડવી શહેરમાં એસ.ટી. રેડ ઉપર શ્રી જૈન ગુર્જર વણિક જ્ઞાતિ ની સુંદર ધર્મશાળા આવેલી છે. અહીં જૈન મિત્રમંડળ તરફથી જૈન ભોજનશાળા ચાલે છે. માંડવી શહેરમાં આવતા જ કચ્છની સંસ્કૃતિના ભાતીગળ દર્શન થાય છે. અહીં ૪૦૦ જેટલા જૈન કુટુંબો વસે છે. દરેક ક્ષેત્રમાં જેનું અહીં પ્રભુત્વ છે. કચ્છની પુરાણી સંસ્કૃતિને નિહાળવા આ નગરની અવશ્ય મુલાકાત લેવી જોઈએ. ડુમરા પ્રાચીન ગામ છે. ગામની મધ્યમાં ૧૦૦ વર્ષ જૂનું ભવ્ય શિખરબંધી જિનમંદિર શોભી રહ્યું છે. જિનાલયમાં શ્રી ચંદ્રપ્રભુસ્વામીની તેજોમય પ્રતિમાના દર્શન કરતા આનંદ અનુભવાય છે. ગામની વસતિ ૧૨૦૦ ઘરની છે. તેમાં જૈનોના ૭૦ ધર છે. ધર્મશાળા તથા ઉપાશ્રયની સગવડતા છે. સાંધણુ સાંધણ જેવા નાનકડા ગામમાં સં. ૧૯૧૦ની સાલમાં શેઠ માંડણ તેજશી દ્વારા બંધાયેલ વિશાળ શિખરબંધી દેરાસરમાં પ્રવેશતા જ હૈયામાં અલૌકિક આનંદની આભા પથરાય છે. આ જિનાલયમાં શ્રી શાંતિનાથ ભગવાનની પ્રભાવક પ્રતિમા આગળથી ખસવાનું મન થતું નથી. એક દેરાસરમાં નવકની રચના દર્શનીય છે. જિનાલયની વિશાળતા જોતા જ એ સમયમાં આ મંદિરના નિર્માણ પાછળ અઢળક નાણુ વપરાયો હશે તેમ લાગે છે. અહીં એક પ્રાચીન જ્ઞાન ભંડાર પણ છે. ગામમાં જૈનોના વીસેક ઘર છે. કરછ દેશના માંડવી તાલુકાનું આ લાયજા ગામ જૂના જમાનાનું વ્યવસ્થિત મધ્યમ ગામ છે. અહીં વીર સંવત ૧૯૬ ૬ની સાલમાં વિશાળ જિનાલય બાંધવાની શુભ શરૂઆત થઇ. વિશાળ કલા કારીગરીયુક્ત બે માળના પંચશિખરી જિનાલયમાં અચલગચ્છાધિશ્વર પુકલેક પૂ. આ. ભ. શ્રી જિનેન્દ્ર સાગર સુરિશ્વરજી મહારાજાની નિશ્રામ-પાવન હસ્તે ત્રિલોકનાથ દેવાધિદેવશ્રી મહાવીરસ્વામી આદિ જિનબિંબની મહાસુદ ૧૧ ના ધામધૂમથી પ્રતિષ્ઠા થયેલ. આ વિશાળ-ઉગ-તીર્થ તુચકલાકારીગરી-યુક્ત દશનીય જિનાલય બંધાવનાર રાજમાન્ય ઉદારદિલ શ્રેષ્ઠી વર્ય શ્રી રવજી સેજપાલ, શ્રીસુકાયા આદિ શ્રાવકે હતા. ત્યારના સમયમાં આ મહાન જિનાલય બાંધવા પાછળ રૂ. ૧, લાખ જેટલે ખચ્ચે થયેલ. આ તીર્થમાં ઉપરના ભાગમાં એક શ્રી પાર્શ્વનાથ ભગવાન શ્રી સંપ્રતિ મહારાજાના સમયના પ્રાચીન છે. ઉપરના ભાગમાં આરસપહાણને વિશાળ અનુપમ સમવસરણ દર્શનીય છે. આ તીર્થમાં વિશાળ અચલગચ્છ ઉપાશ્રય, ધર્મશાળા, જ્ઞાનભંડાર, પેઢી, મહાજન વાડી, આયંબિલ ખાતુ, ભોજનશાળા, દવાખાનું, હાઈસ્કૂલ, જૈન જ્ઞાનશાળા વિગેરે તમામ સગવડે વ્યવસ્થિત અને સુંદર છે. તીર્થમાં દરરોજ રાત્રે કાયમી ભાવના પણ દાંડિયા રાસાદિ યુક્ત ભણાવવામાં આવે છે. તીર્થ માંડવી નલિયા હાઈવે રોડ ઉપર (માંડવીથી ૧૫ કિ. મિ.) આવેલ હૈિઈ લગભગ ૩૧ જેટલી બસો આવ જાવ કરે છે. ગામમાં જૂને દરબારગઢ પણ છે. અન્ય પિષ્ટ ઑફિસકબુતરો-બસસ્ટેન્ડજૂની મહાજનવાડી વિ. સગવડ પણ છે. તીર્થમાં દર વર્ષે અચલગચ્છીય સાધુ-સાધ્વીજીઓના ચાતુર્માસ પણ થાય છે. બે વર્ષ પૂર્વે પૂ. મુનિવર્યશ્રી હરિભદ્ર સાગરજી મ. સા. ઠા.૩નું ચાતુર્માસ થયેલ. અહીંથી કચ્છ અબડાસાની વિખ્યાત સુથરી, નલિયા, તેરા, જખૌ કોઠારા, સાંધાણુની પંચતીથી બાજુમાં જ છે સુથરી કછ ત્રણ પ્રદેશોમાં વહેચાયેલો છે. કંઠી, અબડાસા અને વાગડ. તેમાં સુથરી અબડાસામાં ગણાય છે. કચ્છમાં અબડાસા તાલુકે જેનોની દષ્ટિએ મહત્ત્વને છે, કેમ કે આ તાલુકામાં આવેલા બીજા ગામમાં જે કે જૈન મંદિરે છે છતાં સુથરી, કોઠારા, જખૌ, નલિયા અને તેના આ પાંચ ગામ તીર્થરૂપે મનાય છે. આ પંચતીર્થમાં પણ સુથરી તીર્થ મુખ્ય છે. આ તીર્થને મહિમા જાગતી જોત જે લોકોમાં પ્રસિદ્ધ છે. મૂળ નાયક ભગવાનની પ્રતિમા “ ધૃતક લેલ પાર્શ્વનાથ” નામે Jain Education Intemational en Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy