SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૬૧૧ શાસનનાં શ્રમણીર ] તત્વાર્થસૂત્ર–ગશાસ્ત્ર–ગુણસ્થાનક કમારોહ-લોકપ્રકાશ આદિ અનેક ગ્રન્થો અને વૈરાગ્યને પિષક એવા વૈરાગ્યશતક-સિન્દર પ્રકરણ–વીતરાગ સ્તોત્ર-ઇન્દ્રિય પરાજયશતક–જ્ઞાનસાર તેમ જ હરિભદ્ર અષ્ટક, ઉપદેશમાળા અધ્યાત્મસાર–પ્રશમરતિ–શાંત સુધારસ–પંચસંગ્રહ આદિને પણ અભ્યાસ કર્યો છે. તેમની તીવ્ર ધારણશક્તિ એવી હતી કે, રોજની ૫૦ થી ૬૦ ગાથા કંઠસ્થ કરતાં હતાં. સંસ્કૃત અને પ્રાકૃત ભાષા ઉપર તેમનું પ્રભુત્વ સારું છે. બે બુક, લઘુકૌમુદી, કૌમુદી, રઘુવંશ, કીરાત, માઘ, નૈષધ, હીરસૌભાગ્યાદિ કાવ્યો, તર્કસંગ્રહ-મુક્તાવલિ આદિ ન્યાયગ્રંથ, અલંકાર આદિ છંદશાસ્ત્ર, આદિથી પણ અજાણ રહ્યાં નથી...આવી જ્ઞાનોપાસના જેઈને પૂ. આચાર્ય મ. સા. તેમને સાક્ષાત્ સરસ્વતી કહીને જ બોલાવતા હતા. તેમને જીવનમાં તપ અને જાપની સાધના પણ સારા પ્રમાણમાં કરેલ છે. તપમાં-નવપદજીની ઓળી-વિંશતિસ્થાનક તપ-અડ્ડાઈમેટા વેગ આદિ તપસ્યા કરેલ. તેમ જ અરિહંતપદને સવા કેડ જાપ, શંખેશ્વર પાર્શ્વનાથને સવાકેડને જાપ, સેહને સવાકેાડનો જાપ, નવકાર મંત્રને નવલાખને, નવપદને સવાલાખન, ચિંતામણિ પાર્શ્વનાથને સવાલાખ, હષિમંડલને સવાલાખ, ઉવસગ્ગહરં સવાલાખ, લોગસ્સનો સવાલાખ, “સ નમ”ની ગાથાને સવાલાખ, આદિ ઘણા જાપથી પોતાની આત્મશક્તિ ખીલવી છે. તેમણે સ્તવન–સઝાય આદિ પણ અનેક કર્યા છે. કંઠની મધુરતાના કારણે ચોમાસાદિ અને ઉપધાનાદિના પ્રસંગે વિશેષ તેમને જ બલવાને લાભ મળતો, તેથી બેનના અતિ આગ્રહથી “નિમળપ્રિયાત્મ-વિનોદ યાજે જિન ગુણ મંજરી” સ્તવન-સન્ઝાયાદિ પુસ્તકનું નિર્માણ કર્યું. પહેલી જ વખતે ૧૦૦૦ પુસ્તકે ટૂંક સમયમાં જ ખપી ગયાં. વિશેષ માંગને કારણે બીજી આવૃત્તિમાં ૧૫૦૦ પુસ્તક છપાવ્યાં, તે પણ અલ્પ સમયમાં જ પૂરા થઈ ગયાં. હજી પણ માંગ તે ચાલુ જ છે. સં. ૨૦૧૫ થી સં. ૨૦૪૬ની સાલ સુધી કમબદ્ધ ઉપધાન આદિમાં બહેનને આરાધના કરાવવાને લાભ મળેલ છે.......આવી રીતે વિદ્વાન અને શાસ્ત્રાભ્યાસી બન્યાં. તેમની જ્ઞાન ગ્રહણ શક્તિ અજોડ હતી......... આવા ગુણવાન–ત્યાગી–તપરવી-જ્ઞાની–ધ્યાની એવાં બહેનના નાના ભાઈ જેઠાભાઈ એ પણ નાની, દશ વર્ષની વયમાં પ. પૂ. આચાર્યદેવ શ્રી મેહનસૂરીશ્વરજી મ. સા. ની મધુરી વાણી સાંભળીને વૈરાગ્યવાસિત બન્યા. નાનાભાઈની ભાવના જોઈને પૂ. આચાર્ય મ. સા. તેની માને વાત કરી, કે આ છોકરો મોટો થઈને વિદ્વાન બનીને મારી પાટ દીપાવશે અને શાસનની શોભા વધારશે. સાંકળીમા આ સાંભળી વિચારમાં પડી ગયાં. માંડ માંડ છોકરીને તે દીક્ષા આપી. છોકરા માટે કેવી રીતે હા પાડવી! વિચારમુગ્ધ બની ગયાં. વારંવાર પૂ. આચાર્ય મ. સા.ના કહેવાથી અને મોટાં બહેને પણ વારંવાર માને પ્રેરણું કરી, કે ભાઈને માટે “હા પાડો. હું ચારિત્રમાં છું, તેની બરાબર સંભાળ રાખીશ. આ રીતે માને સમજાવ્યાં પછી, સં. ૧૯૯૨ના મા. સુદ ૩ ના શુભ મુહૂતે ધામધૂમપૂર્વક “જય તળાટીના પ્રાંગણમાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી, જેઠાભાઈમાંથી બાલમુનિ શ્રી જયાનંદ વિ. મ. સા. બન્યા. તેઓશ્રી પ. પૂ. પ્રવચનપ્રભાવક ૧૦૦૮ આચાર્યદેવ શ્રીમદ્ વિજયમહનસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટપ્રભાવક પ. પુ. શાંતિમૂતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રતાપસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટાલંકાર પ. પૂ. યુગદિવાકર આચાર્ય દેવ શ્રીમદ્ વિજયધમસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટધર–મુનિપ્રવર-સાહિત્યરસિક–પરમ વિનયી યશોવિજયજી મ. સા. ના બાલમુનિ પ્રથમ શિષ્ય બન્યાં... (હાલમાં પ. પૂ. સાહિત્યકલારત્ન પૂ. આચાર્યદેવ શ્રીમદ્ યશેદેવસૂરીશ્વરજી મ. સા.).... હાલમાં પ. પૂ. શતાવધાનિ શાસનપ્રભાવક પ. પૂ. આ. શ્રી જયાનંદસૂરીશ્વજી મ. સા. પણ ઘણી જ શાસન પ્રભાવનાનાં કાર્યો કરી રહ્યા છે....... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy