SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪] [ શાસનનાં શમણીરત્ન પ્રત દેહલી પંચાયતી મંદિરના શાસ્ત્રભંડારમાં વિદ્યમાન છે. આ ચરિત્રમાં હિંસાના દોષ અને અહિંસાના ગુણનું વર્ણન વિશેષ લેકપ્રિય છે. કવિ સોમદેવે યશસ્તિલક ચપૂ કાવ્યની રચના કરી છે અને ત્યાર પછી આ કથાનકનો આધાર લઈને અન્ય ૩૦ જેટલી રચના કરી છે, આયિકા રણમતીએ અપભ્રંશ રચનાને સંસ્કૃતમાં અનુવાદ કર્યો એ જ તેણીની અપૂર્વ બુદ્ધિપ્રતિભા અને જ્ઞાનદષ્ટિનો પરિચય આપે છે. આર્યા રનમતી : સમ્યકૃત્વ કૌમુદી ગ્રંથની રચના સંસ્કૃત ભાષામાં થયેલી છે. આર્યા રત્નમતીએ પિતાની જ્ઞાને પાસનાના પ્રમાણ રૂપ આ ગ્રંથનો સંસ્કૃતમાંથી ગુજરાતીમાં પદ્યાનુવાદ કર્યો છે. ૮૯ પાનાની આ રચનામાં લઘુકથાઓને સમાવેશ થાય છે. તેમાં સમકિતપ્રાપ્તિની આઠ કથાઓ છે. આ ગુજરાતી રચનાને સમય સોળમી સદીના મધ્યકાળ માનવામાં આવે છે. ઉપરોક્ત રચના એલક પન્નાલાલ દિગંબર જૈન સરસ્વતીભવન ઝાલર-પાટણમાં સુરક્ષિત છે. આ વિગતે ઉપરથી એવું અનુમાન કરવામાં આવે છે કે રોળમી સદીની સાધ્વીઓએ જ્ઞાનોપાસનાની સાથે સાહિત્યસર્જનની પ્રવૃત્તિમાં પણ નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરી હતી અને એમનું ભાષાસાહિત્યનું જ્ઞાન ઉચ્ચ કોટિનું હતું. મોગલ સમયમાં જૈન સાધ્વીઓ અને શ્રાવિકાઓની સ્થિતિ : મેગલ સમયમાં ઉત્તર ભારતના વિસ્તારમાં બે શ્વેતાંબર સાધુએ ધર્મપ્રચાર કરતા હતા. તપાગચ્છના બુદ્ધિસાગરજી અને ખરતરગચ્છના સાધુકતિ પોતાના શિખે સાથે ધર્મપ્રવૃત્તિ ચલાવતા હતા. અકબર બાદશાહના દરબારમાં આ સાધુઓએ ધર્મચર્ચા કરી હતી. ત્યાર પછી હીરવિજયસૂરિ અકબર બાદશાહના આમંત્રણથી ફત્તેહપુર સિક્રી ગયા હતા. આચાર્ય મહારાજે બાદશાહને પ્રતિબોધ પમાડીને અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્યના સિદ્ધાંતે સમજાવ્યા હતા. અકબર બાદશાહે હીરવિજયસૂરિની આજ્ઞા શિરોધાર્ય કરીને માંસાહાર, હિંસા આદિ નહિ આચરવાને સંક૯પ કરીને તે અંગે ફરમાન બહાર પાડ્યાં હતાં. આ સમયની ઉલેખનીય શ્રાવિકા ચંપાનું વૃત્તાંત આ પ્રમાણે છે; પર્યુષણના વ્યાખ્યાનમાં ગુરુમુખેથી ચંપા શ્રાવિકાની તપધર્મની આરાધનાનું વૃત્તાંત પ્રતિવર્ષ જેન ભાઈબહેને સાંભળે છે : ચંપા શ્રાવિકાએ ૬ મહિનાના ઉપવાસ કર્યા હતા. તેની તપસ્યાની અનુમોદના અને શાસનની પ્રભાવના નિમિત્તે ભવ્ય વરઘેડે નીકળે હતો. અકબર બાદશાહને આ વાતની જાણ થતાં જૈનધર્મની તપની આરાધનાથી પ્રભાવિત થયા હતા. છતાં આટલા લાંબા સમય સુધી ઉપવાસ થઈ શકે તેની ખાતરી કરવા માટે ચંપા શ્રાવિકાને પિતાના મહેલમાં સેવકની દેખરેખ હેિઠળ રાખવામાં આવી. ચંપા શ્રાવિકાએ દીર્ઘકાળ સુધી ઉપવાસ કરીને અકબર બાદશાહને મુગ્ધ કરી દીધા. ચંપા શ્રાવિકાની તપશ્ચર્યા દરમિયાન રાજ્યમાં કઈ પણ જગ્યાએ હિંસા ન થાય તેવો હુકમ બહાર પાડ્યો હતે. આચાર્ય મહારાજની પ્રેરણાથી રાજ્યમાં લેવાતો જજિયારે દૂર કર્યો હતે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy