SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ | ગૃહદ ગુજરાતની અસ્મિતા શ્રી તાલધ્વજ ગિરી તીર્થ– તળાજા (સૌરાષ્ટ્ર) શ્રી સિદ્ધાચલ તીર્થ પાલીતાણાની નજીક તેની અષ્ટમી ટુંક તરીકે પ્રખ્યાત શ્રી તાલધ્વજ ગિરી તીર્થ તળાજામાં પ્રાચીન અને ભવ્ય છે. આ તીર્થ તો અનાદિથી શાશ્વતુ છે. પરંતુ તેમાં સમયે સમયે ઉદ્ધારો થતા રહ્યા છે. મુળનાયક સાચાદેવ શ્રી સુમતિનાથ ભગવાન તળાજામાં પ્રકટ થયા. તે ગિરીરાજ ઉપરનાં પ્રાચીન પરમહંત શ્રી કુમાળપાળના બંધાવેલ જિનાલયમાં સંવત ૧૮૭૨ના વૈશાખ સુદ ૧૩ના પ્રતિષ્ઠા થઈ. શ્રી ચૌમુખજીની પ્રતિષ્ઠા ૧૮૭૭માં થઈ છે. ત્યારબાદ સંવત ૧૯૮૦માં સાંખડાસ ગામે પ્રગટ થયેલા શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનના જિનાલયની પ્રતિષ્ઠા વૈશાખ ૧ન્ના થઈ. ગામમાં શ્રી શાંતિનાથ ભગવાનના જિનાલયની પ્રતિષ્ઠા સંવત ૧૯૨૫ના માગસર સુદ ૬ના થઈ. બાવન જિનાલયની ૧૧ દેરીઓની પ્રતિષ્ઠા ૧૯૮૦ પછી ગુરૂમંદીર વિ.ની થઈ. નદીકિનારે બાબુની જેન ધર્મશાળી હતી. આ બધો વહિવટ તળાજા સંઘ કમિટી હસ્તક ચાલતું હતું. સંવત ૧૯૯૮માં શાસનસમ્રાટ આચાર્યદેવ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી સાહેબની પ્રેરણાથી સુવ્યવસ્થિત વહિવટ ચલાવવા શ્રેષ્ટિવર્ય શ્રી ભોગીલાલભાઈ મગનલાલ શાહ ભાવનગરવાળાની આગેવાની નીચે શ્રી તાલધ્વજ જેન વે. તીથ કમિટીની રચના કરી તેને આજે ૨૫ વર્ષ પુરા થયા છે. તેમાં તીર્થની પ્રગતિ ઉદ્ધાર જવલંતરીત થયેલ છે. આ રજત મહોત્સવનાં ૨૫ વરસની કાર્યવાહીનું ટુંકુ દિગ્દર્શન સમાજ સમક્ષ રજુ કરતાં આનંદ થાય છે: (૧) સંવત ૧૯૯૯ માગસર સુદ ૧૦ શ્રી જૈન યાત્રિક ભોજનશાળાની સ્થાપના. (૨) સંવત ૨૦૦૦ વૈશાખ સુદ ૧૧ શ્રી તાલધ્વજ જૈન વિદ્યાથીગૃહની સ્થાપના. (૩) સંવત ૨૦૦૦ થી શ્રી ચૌમુખજી ટુંકનો જીર્ણોદ્ધાર તથા કિરતંભને જીર્ણોદ્ધાર. (૪) સંવત ૨૦૦૦ થી શ્રી સાચાદેવની ટુંકમાં બાવન જિનાલયની ૨૪ દેરીઓ, વીશ વિહરમાન દેરાસર તથા મહાવીર પ્રાસાદ બાંધવાની શરૂઆત થઈ. શાંતિકુંડનું મુહૂર્ત થયું. ગામમાં શ્રી શાંતિનાથ દેરાસરને જીર્ણોદ્ધાર, ચિત્રકામ કરાવવામાં આવ્યું. (૫) સંવત ૨૦૧૦ ના વૈશાખ સુદ પના મહાવીર પ્રાસાદ, વિહરમાન બાવન જિનાલયની દેરીઓની અભૂતપૂર્વ પ્રતિષ્ઠા થઈ. (૬) સંવત ૨૦૧૧ ના શ્રી બાબુની જૈન ધર્મશાળા જુનીમાં પશ્ચિમ બાજુને ભાગ બાંધવાની શરૂઆત થઈ. (૭) સંવત ૨૦૧૪ થી સંસ્થાએ “ઇટયજ્ઞ” શરૂ કરી તીર્થના જરૂરી કાર્યો કરવા માટે શરૂઆત કરી. પશ્ચિમ બાજુની ધર્મશાળા - સં. ૨૦૧૫માં પૂર્ણ કરી. (૮) સંવત ૨૦૧પમાં ગિરીરાજ ઉપર યાત્રિકેને પૂજાસેવા કરવા માટે “નૂતન સ્નાનગૃહ” આર.સી.સી. પ્લાનથી બાંધવામાં આવ્યું. (૯) શ્રી સાચાદેવ જિનાલયનો તથા જુની ૧૧ દેરી ગુરૂમંદીરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. ચેકમાં લાદી પથરાવવામાં આવી. (૧૦) સંવત ૨૦૧૫માં શ્રી જૈન વિદ્યાથગૃહના નવા મકાનનું રટેશન પાસેના સંસ્થાના લેટમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ભવ્ય ગૃહ બંધાયું. સં. ૨૦૧૬માં તેનું ઉદ્દઘાટન થયું. (૧૧) સંવત ર૦૧૬માં શ્રી જૈન ભોજનશાળાના નવા મકાનનું ખાતમુહૂર્ત જુની ધર્મશાળાની દક્ષિણ બાજુમાં આર.સી.સી. પ્લાનથી નવું ભવ્ય મકાન બંધાયું. તેનું ઉદ્દઘાટન સં. ૨૦૧૮માં થયું. (૧૨) સંવત ૨૦૧૯માં ગિરીરાજ ઉપર ચડવાના નવા પગથીયા રાજુલા પત્થરથી સહેલાઈથી ચડી શકાય તેવા બાંધવામાં આવ્યા. (૧૩) સંવત ૨૦૧૯માં જુની ધર્મશાળામાં ઉત્તર તથા પૂર્વ બાજુમાં નુતન ઉપાશ્રય, સાધનામંદિર, આયંબીલ ભુવન, જ્ઞાનમંદિર આર.સી.સી. પ્લાનથી બાંધવાનું ખાતમુહૂર્ત થયું અને સં. ૨૦૨૨માં તેનું ઉંઘાટન થયું. (૧૪) નવી ધર્મશાળાને જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યા. પારેવાને જુવાર માટે ચોકમાં આર.સી.સી.થી રંગમંડપ બાંધવામાં આવ્યો. નળ, લાઈટ, ગટર કનેકશન, ગેસ્ટરૂમ, બાથરૂમ વિ. આધુનિક સગવડતાઓ વધારવામાં આવી. (૧૫) સંવત ૨૦૨૦માં શ્રી જૈન વિદ્ય થગૃહમાં નૂતન જિનાલય બાંધવા માટે શીલા સ્થાપન થયું અને શ્રી શાંતિનાથ ભગવાનનું ભવ્ય જિનાલય બંધાયું. સંવત ૨૦૨૩ના વૈશાખ સુદ ૧૦ના તેની ભવ્ય પ્રતિષ્ઠા થઇ. (૧૬) સંવત ૨૦૨૨ના શ્રી જૈન શ્રાવિકા ઉપાશ્રયના નવા મકાનનું ખાતમુહૂર્ત થયું. જે મકાન બંધાઈ રહેલ છે. (૧૭) સંવત ૨૦૨૩ના જેઠ સુદ ૧૦ના ગામમાં શ્રી શાંતિનાથ જિનાલયની બાજુમાં પ્રાચીન ભવ્ય પ્રતિમાજી શ્રી મલ્લીનાથજી ભગવાનનું નૂતન જિનાલય બાંધવાનું શીલા સ્થાપન કરવામાં આવ્યું. જે કામ ચાલુ છે. આ રીતે તીર્થ કમિટીએ જવલંત કાર્યો ૨૫ વર્ષની કારકીર્દીમાં ક્યાં છે અને ચાલુ છે. “ઈટય” સફળ થયો છે. યાત્રિકો સારે લાભ લઈ રહ્યા છે. તળાજાની આબોહવા, પાણી, નૈસર્ગિક સૌંદર્ય રળીયામણું છે. લગભગ ૧૦ લાખ આ રીતે જીર્ણોદ્ધારમાં ખચાર્યા છે. હજુ તે પ્રગતિ ચાલુ છે. સંધ સમસ્તના સહકાર બદલ આભાર. છે. બાબુની જૈન ધર્મશાળા, તળાજા (સૌરાષ્ટ્ર) ટે.નં. ૩ ૦ શ્રી તાલધ્વજ જૈન વે તીર્થ કમિટી Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy