SearchBrowseAboutContactDonate
Page Preview
Page 905
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ૮૯૫ માનવસેવાના મશાલચી ઉદારચરિત દાનવીર : અનેક સંસ્થાઓના પ્રેરક અને માર્ગદર્શક શ્રી ગૌતમભાઈ ચિમનલાલ શાહ ઊંડી દેશદાઝ અને વ્યવહાર પટુતાને લીધે તેમના વ્યક્તિત્વની આગવી પ્રતિભા અંકિત થતી રહી. ધનસંપત્તિના સ્વામી બનવા છતાં સંપત્તિનો આડંબર આ પરિવારમાં જોવા ન મળ્યો. તેમના મોટાભાઈ શ્રી મગનભાઈ પોપટલાલ શાહના ટ્રસ્ટ અને પરિવારના દાનથી ઘાટકોપરમાં વિશાળ સર્વોદય હોસ્પિટલની સ્થાપના થઈ, જ્યાં અત્યંત રાહતદરે મેડિકલ સેવા પૂરી પાડવામાં આવે છે, જે સંપૂર્ણપણે માનવતાની બુનિયાદને વરેલી છે. ઘર્મ, જ્ઞાતિ, રાય કે રંક કોઈપણ જાતના ભેદભાવ વિના બધી જ સામાજિક સેવા પૂરી પાડવામાં આવે છે. અન્ય માનવીય અને આધ્યાત્મિક પ્રવૃતિઓનું પણ સુંદર આયોજન થયેલું છે. હોસ્પિટલની વિશાળ જગ્યામાં જૈન તથા હિન્દુ મંદિર, ચર્ચ, મસ્જિદ, ગુરુદ્વારા અને સ્વામિનારાયણ મંદિરનાં સંકુલો ઊભાં થવાથી સર્વધર્મ સમભાવનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ઉપરાંત શિરમોર સમી હોસ્પિટલના પ્રાંગણમાં સેકંડો માણસોને સમાવી શકાય તેવા વિશાળ કોમ્યુનિટી હોલનું પણ નિમણિ થયેલ છે. આ હોસ્પિટલ-મેનેજમેન્ટ કોઈપણ પ્રકારનું દાન સ્વીકારતું નથી. આ એક મોટી સિદ્ધિ છે. આજસુધી આ સંકુલની દેખરેખ અને સારસંભાળ શ્રી ગૌતમભાઈના પિતરાઈ શ્રી કાન્તિભાઈ સંભાળતા પણ કાન્તિભાઈના સ્વર્ગવાસ પછી શ્રી કુસુમબહેન કાન્તિભાઈ શ્રીમતી ક્ષમાબહેન અને તેમનાં કુટુંબીજનો આ ભારે મોટી જવાબદારી વહન કરી રહ્યાં છે. માનવીની કનૃત્વશકિત જ્યારે જાગી ઊઠે છે ત્યારે સત્તા, સુખ અને સંપત્તિનો વ્યામોહ ત્યજીને પોતાના કનૃત્વ દ્વારા સેવાધર્મની પ્રેરક સુવાસ ફેલાવીને જીવનની ચિરંતન યશકલગી બની રહે છે. કિરતારની કૃપાનું દર્શન તેમને કાયમ થઈ જાય છે. આ પરિવારે સેવાકાર્યનો પ્રગટાવેલો પ્રદીપ ઇતિહાસમાં અનન્ય બની રહેશે. સ્વસ્થ અને સ્થિર જીવન માટેની શિસ્તનો ગુણ શ્રી ગૌતમભાઈએ, ઉમદા પરિવારમાં જન્મ્યા હોવાથી પિતા પાસેથી આ ગુણ મેળવી તેને કેળવ્યો. પિતાશ્રીએ સેવાધર્મની ઊભી કરેલ પગદંડી ઉપર ચાલીને પિતાના આદર્શો અને સિદ્ધાંતોને અનુસરીને અમદાવાદમાં સર્વોદય પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટની ઉમદા આશય સાથે સ્થાપના કરી, જેને સમાજમાં સારો આવકાર મળ્યો. આ ટ્રસ્ટની સમાજસેવા પ્રવૃત્તિઓ ખરેખર નોંધનીય પરમાર્થ, પ્રારબ્ધ અને પુરુષાર્થના ત્રિવેણી સંગમના બળે લક્ષમી સંપાદન કર્યા પછી લક્ષ્મીના વ્યામોહમાં ન પડતાં નિરાભિમાનપણે કીર્તિની કોઈપણ જાતની ખેવના કર્યા વગર જેઓ સમાજહિત અર્થે લક્ષ્મીનો સદવ્યય કરે છે તેમનું જીવન ધન્ય ધન્ય બની જાય છે. શ્રી ગૌતમભાઈ આવી જ એક કર્મશીલ અને વિચક્ષણ પ્રતિભા છે. ધન્યભાગી પિતાશ્રી શ્રી ચિમનભાઈ પી. શાહ ચુસ્ત ગાંધીવાદી, તેજસ્વી બુદ્ધિપ્રભા ધરાવતા પ્રખર સ્વાતંત્ર્યસેનાની, કર્તવ્યનિષ્ઠ સમાજસેવક અને માનવતાવાદી અભિયાનમાં દાનપરોપકાર વગેરે સેવાઓમાં હંમેશાં સમર્પિત હતા. શ્રી ગૌતમભાઈને આવા કેટલાક વિશિષ્ઠ સગુણો પિતા પાસેથી વારસામાં મળ્યા. પિતાશ્રી રાજકીય અગ્રણી અને સામાજિક નેતા હતા. નગરપાલિકાના પ્રથમ પ્રમુખ હતા અને ઘાટકોપર મુંબઈ કોંગ્રેસ કમિટીના વર્ષો સુધી પ્રમુખ તરીકે સેવા બજાવી. પરિવારને જીવતર જીવવાની જડીબુટ્ટી બતાવી ૧૯૪૭માં આઝાદી મળ્યા પછી તેમણે બધાજ હોદાઓ ઉપરથી રાજીનામું આપી પૂરો સમય જરૂરિયાતમંદ ગરીબોની સામાજિક સેવામાં આપવાનો દઢ સંકલ્પ કર્યો અને તે રીતે અમલમાં મૂક્યો. તેમની Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org www.janeibe
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy