SearchBrowseAboutContactDonate
Page Preview
Page 806
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯૬ ધન્ય ધરા મેઘરાજસિંહજીને! સ્વાતંત્ર્ય ચળવળમાં યોગદાન દેનારા નામી-અનામી વીરોને! વર્તમાનને આરે! ઊભેલાં સાહિત્ય સરવાણી વહાવનારા કવિઓ–લેખકોને! દાનવીરોને! કોને વીસરવા? નાનાં-નાનાં ઝરણાંઓ નદીઓમાં મળે અને નદી સમુદ્રને! બધાંનો તીર્થસંગમ..આ ઝાલાવાડ......! મૈબરઘાટને માર્ગેથી વિવિધ જાતિઓનાં ધાડાં ભારતમાં પ્રવેશતાં ગયાં અને ફળદ્રુપ જમીન તથા બારેમાસ વહેતી નદીને કાંઠે વસતાં ગયાં. તેમાં ગૂર્જરોનું ધાડું ગુજરાતમાં આવ્યું–વસ્યું એ રાજપૂતોમાંથી વિવિધ જૂથો સૌરાષ્ટ્રમાં સ્થિર થયાં. કચ્છ અને ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં જાડેજા, ભાવનગર પંથકમાં ગોહિલો અને વઢવાણ-ભોગાવાના વિસ્તારમાં ઝાલા રાજપૂતોનાં થાણાં સ્થપાયાં. ઉત્તર-પૂર્વનો આ વિસ્તાર, એને ઝાલાવાડ એવું નામ મળ્યું. ઝાલાવાડની કાયા-પલટમાં વિવિધ સ્તરે–વિવિધક્ષેત્રે આ નરરત્નો અને વીરાંગનાઓ થયાં છે અને આ પ્રદેશની ગૌરવ-ગરિમાને ઉજમાળી છે. બધાંથી ઝાલાવાડ ઊજળો છે અને સુ-રાષ્ટ્ર ઊજળું છે કે ભારત-વર્ષ ઊજળું છે. એવાં “ઝાલાવાડી ધરાનાં પાણીદાર–મોતીડાં' લેખમાળા રજૂ કરનાર શ્રી કિશોરચંદ્ર ૨. ત્રિવેદી. તેમનું વતન ગણસાણા. તા. ધંધુકા. જન્મ તા. ૬-૫-૧૯૫૪ના રોજ (મોસાળ) શિયાણી (જિ. સુરેન્દ્રનગર)માં થયેલો. ગુજરાતી વિષય સાથે એમ.એ., બી.એ. ગ્રંથાલય વિજ્ઞાન પ્રમાણપત્ર-ઉત્તીર્ણ. કિશોરભાઈ ત્રિવેદી પાસે સુંદર કંઠ છે, જે લોકગીતો અને ભજનોની શરૂઆતરૂપે ક્યારેક જ ઉપયોગમાં લે છે. લોકકથાઓ, નવલિકાઓ, કાવ્યો, ગઝલો જુદાં જુદાં સામયિકોમાં અવારનવાર આપતા શ્રી ત્રિવેદીએ કુંકાવાવ-ભગત પરિવારનો ૩00 વર્ષનો ઇતિહાસ' પુસ્તક લખેલું છે. હાલ તેઓ શ્રી એન. એમ. શેઠ કુમાર વિદ્યાલય-કુંકાવાવ (જિ. અમરેલી)માં ગ્રંથપાલ તરીકે સેવાઓ આપે છે. તેમનું કાયમી નિવાસસ્થાન–ધોળીપોળ, ફૂલચોક, ચબૂતરા પાસે, વઢવાણસિટી (જિ. સુરેન્દ્રનગર) છે. ભાઈશ્રી કિશોરભાઈએ પ્રવાસ, પત્રવ્યવહાર અને લાંબા સંપર્કો સાધીને આ લેખમાળા દ્વારા ઝાલાવાડને ખરેખર શણગાર્યું છે. –ધન્યવાદ. –સંપાદક ડો. એમ. એમ. પાટડિયા શ્રી મોહનલાલ એમ. પાટડિયા. તા. ૨૯ ફેબ્રુઆરી ૧૯૨૪માં વાંકાનેર તાબેના મોટા લુણસર ગામે જન્મ. માતાસવિતાબહેન અને પિતા મગનલાલ પાટડિયા. માત્ર આઠ વર્ષની કુમળી વયે ઘર છોડ્યું. નવસારી રેલ્વે સ્ટેશનમાં કુલી તરીકે રહી જીવનનિર્વાહ કર્યો. પોતે શિક્ષકના વ્યવસાયમાં રહ્યા અને જીવનઘડતર પણ એક શિક્ષક દ્વારા જ થયેલું. માધ્યમિક શિક્ષણ વિવિધ જગ્યાએ લગભગ સાતેક સ્કૂલોમાં લીધું. સાધુ ધર્મ, જેમનાં ધર્મ કર્મ અને મર્મ કેન્દ્રસ્થાને રહ્યાં. ચાલુ અભ્યાસે સાધુ થવાની લગની અને એમ.બી.બી.એસ. મહાત્મા ગાંધી મેડિકલ કોલેજ ઈદોરમાં અભ્યાસ કર્યો પરંતુ અંતિમ તબક્કામાં અભ્યાસ છોડી દીધો. ધર્મ અને શિક્ષણ એ રસના વિષયો. એટલું જ તાજગીસભર સુકુમાર મન. એક જ વાર અભ્યાસ કરે એટલે યાદ રહી જાય. મનની આ શક્તિએ ખૂબ ખૂબ અનુભવ કરાવ્યો. અનેક શૈક્ષણિક કારકિર્દીના પાયારૂપ હોય તેવી ઉપાધિઓ મેળવી આપી. આ બધું જ જીવન-પરિભ્રમણની સાથે જ મેળવ્યું. પાંચ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ, બોમ્બે, ગુજરાત, પંજાબ, બનારસ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. અનુસ્નાતક બોમ્બે અને બનારસ યુનિવર્સિટીમાં થયા. થયું હતું મેડિકલ ડોક્ટર પણ ડોક્ટરની ઉપાધિ મળી બનારસ વિશ્વ વિદ્યાલયની પીએચ.ડી. દ્વારા. ગાંધી સવાસો ઉજવણી વખતે ‘ગાંધી ફિલસૂફી” ઉપર લિટરેચર લખ્યું. મહાનિબંધ ગૂજરાત વિદ્યાપીઠને આપેલો. આપણે લગભગ વ્યવસાય અર્થે કે શૈક્ષણિક યોગ્યતા અર્થે જરૂરી ડિગ્રીઓ મેળવીએ–સંતોષ માનીએ પણ ડૉ. પાટડિયા સાહેબને લગભગ ૨૪ ડિગ્રીનું લેબલ હતુ. ધર્મ પ્રત્યેની ઉત્કંઠાએ જૈન, વૈષ્ણવ, શૈવસ્વામિનારાયણ, રામાનંદી દરેકનો અભ્યાસ કરેલો. મુસ્લિમ ધર્મને સમજવા, જોવા, જાણવા. મક્કા બે વખત હજ પણ કરી આવેલા. તિબેટના લામા સંન્યાસીઓનો સંપર્ક કરેલો. dain Education Intermational Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy