SearchBrowseAboutContactDonate
Page Preview
Page 799
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ડ્રોઈંગ, ફર્સ્ટ એઈડ, હોમ નર્સિંગ વગેરેની તાલીમ લીધી. અભ્યાસકાળ દરમ્યાન નેશનલ કેડેટ્સ કોર્પ્સની તાલીમ પણ લીધેલી. કુસુમબહેનના રસના વિષયો વૈવિધ્યપૂર્ણ રહ્યાં છે. શિક્ષણ અને બાલમનોવિજ્ઞાનમાં ઊંડો રસ હોવાને કારણે કેળવણીનું ક્ષેત્ર પસંદ કર્યું. તદુપરાંત સંગીત, પપેટ્રી આર્ટ, હેન્ડી ક્રાફ્ટ, સ્કાઉટીંગ અને રાંધણકળામાં પણ એટલો જ રસ. લોકનૃત્યોરાસગરબા વગેરે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ઉત્સાહભેર ભાગ લેતાં હતાં. શીખવાનું અને શીખવવાનું બન્ને કામ ગમે. વ્યવસાય : વ્યાવસાયિક કારકિર્દીનો આરંભ કર્યો દક્ષિણામૂર્તિ બાલ અધ્યાપન મંદિર, ભાવનગરમાં શિક્ષક તરીકે ૧૯૬૨-૬૩. એ પછી ભાવનગરમાં જ મુક્તાલક્ષ્મી મહિલા વિદ્યાલયમાં ૧૯૬૩-૬૪ અને પ્રણવલક્ષી વિનયમંદિર (શિશુવિહાર)માં ૧૯૬૫-૬૬નાં વર્ષોમાં કામ કર્યું. ૧૯૬૬-૬૭ રાજકોટની વલ્લભ કન્યા કેળવણી મંડળની શાળામાં શિક્ષિકા તરીકે સેવાઓ આપી. ૧૯૬૭-૬૯ દક્ષિણામૂર્તિ મોન્ટેસરી બાલ અધ્યાપનમંદિરમાં આચાર્યા તરીકેની જવાબદારી વહન કરી. ૧૯૬૯માં લગ્ન પછી અમેરિકા જવાનું થયું. ગુજરાતી અને હિન્દી ભાષા ઉપર તો પ્રભુત્વ હતું જ. અમેરિકા જઈને અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ મેળવી લીધું. શિક્ષકનો જીવ, ભણાવવાનું મળે તો બીજું કાંઈ ન જોઈએ. અમેરિકામાં પણ તેમણે એ કામ શરૂ કર્યું. કૉર્નેલ યુનિવર્સિટી, ઇથાકા (ન્યૂયોર્ક)માં હિન્દી ભાષાનાં અધ્યાપક તરીકે ૧૯૬૯-૭૨ અને પછી ૧૯૮૧-૮૫નાં વર્ષો દરમ્યાન કામ કર્યું. ઇથાકા મોન્ટેસરી સ્કૂલમાં ૧૯૭૦-૮૧નાં વર્ષો દરમ્યાન શિક્ષિકા તરીકે કામ કર્યું. કુસુમબહેનને બાલકેળવણીમાં વિશેષ રસ, બાળકો સાથે કામ કરવાનું બહુ ગમે. ઇથાકા (ન્યૂયોર્ક)માં દોઢથી પાંચ વર્ષનાં બાળકો માટે ચાલતું ‘મોન્ટેસરી ડે કેર સેન્ટર’માં તેમણે ૧૯૮૦ થી ૨૦૦૫-૨૫ વર્ષ સુધી કામ કર્યું. પરંતુ સરકારી તંત્રની કામગીરી અને અનુકૂળ વાતાવરણ ન મળતાં તેમાંથી નિવૃત્તિ લઈ લીધી. ડે કેર સેન્ટર' બંધ કર્યું. જો કે તેના કારણે ઘણાં લોકો નારાજ થયાં હતાં. વિદ્યાર્થીઓના રસ–રુચિ પારખીને તેમના વિકાસમાં માર્ગદર્શન–પ્રોત્સાહન પૂરું પાડનારાં કુસુમબહેનનો અમેરિકામાં બહોળો વિદ્યાર્થીવર્ગ છે. સિરેક્યૂસ અને ઇથાકાની ભારતીય Jain Education International કમ્યૂનિટી સાથે તેમનો નિયમિત સંપર્ક રહ્યો છે. કમ્યૂનિટીને ઉપયોગી થવા માટે તેઓ સતત પ્રયત્નશીલ રહે છે. ઇથાકા શહેરની સાંસ્કૃતિ પ્રવૃત્તિઓમાં પણ સક્રિય ભાગ લે છે. અમેરિકામાં ‘મોન્ટેસરી ડે કેર સેન્ટર' ભલે બંધ કર્યું હોય, માબાપોને સલાહ આપવાનું તો ચાલુ જ છે. કુસુમબહેને મિલનસાર અને સાલસ સ્વભાવને કારણે વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતાઓનો બહોળો પ્રેમ સંપાદન કર્યો છે. બાલઉછેરમાં માબાપોને તેઓ સતત સલાહસૂચનો અને માર્ગદર્શન આપતાં રહે છે. શિશુવિહારના સદ્વિચાર, સર્તન અને સેવાભાવનાના વાતાવરણમાં ઊછરેલાં કુસુમબહેન બધા જ ધર્મોમાં ઊંડો રસ ધરાવે છે. oce કુસુમબહેન અને પોતાના સ્વભાવની લાક્ષણિકતા દર્શાવતા શ્રી રાધેકાન્તભાઈ લખે છે કે કુસુમબહેનને કામ વિના ફાવે નહીં, એ workoholic છે જ્યારે હું કલાકો સુધી બેસી શકું છું' આ એક જ વાક્યમાં કર્મનિષ્ઠ પિતાના કાર્યરત પુત્રીનો યથાર્થ પરિચય મળે છે. સરનામું : 112, Park Lane, ITHACA, NY 14850, U.S.A. સફળ ઉદ્યોગપતિ, લેખક અને અનોખા યજમાન શ્રી રાહુલભાઈ ભાનુભાઈ શુકલ નિશાન ચૂક માફ, નહીં માફ કદિ નીચું નિશાન' રાહુલભાઈ શુકલનો જીવનઆદર્શ છે “મનોબળથી (મોટાભાગના) અશક્યને શક્ય બનાવી શકાય છે. Mind over matter". રાહુલભાઈનું મૂળ વતન સુરેન્દ્રનગર. જન્મસ્થળ : વઢવાણ, ૧૨ ફેબ્રુઆરી, ૧૯૪૭. પિતા ભાનુભાઈ શુકલ રાષ્ટ્રીય વિચારધારા ધરાવનારા કવિ, ચિત્રકાર વરિષ્ઠ પત્રકાર (‘સમય’ સાપ્તાહિકના તંત્રી) અને સ્વતંત્ર વિચારક. માતા સુશીલાબહેન વ્યવહારકુશળ, કુટુંબવત્સલ, ઉદારદિલ યજમાન ગૃહિણી. રાહુલભાઈ માતાપિતા પાસેથી સાહિત્ય, સંસ્કાર અને અતિથિ સત્કારનો વારસો પામ્યા. અભ્યાસ : પ્રાથમિક, માધ્યમિક શાળાનો અભ્યાસ વઢવાણ અને સુરેન્દ્રનગરમાં કર્યો. ૧૫મે વર્ષે એસ.એસ.સી.ની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy