SearchBrowseAboutContactDonate
Page Preview
Page 700
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૦ ધન્ય ધરા મંદિર, સ્નાતક નઈ તાલીમ અધ્યાપન મંદિર, ડિગ્રી અને સર્ટિફિકેટ કોર્સની કોલેજ, ફાઇન આર્ટ્સ કોલેજ વગેરે વિકસાવવામાં આવ્યાં. વિદ્યાવિહારનાં વિકાસમાં શ્રી ઝીણાભાઈ દેસાઈ–“સ્નેહરશ્મિ'નો સતત સક્રિય સહકાર મળતો રહ્યો. ખાદી પ્રવૃત્તિ મહિલા ઉત્કર્ષ પ્રવૃત્તિ, દારૂબંધીની પ્રવૃત્તિ વગેરે તેમના કેન્દ્રમાં રહ્યાં. તેમણે સ્થાપેલી સંસ્થાઓમાં આજીવન સક્રિય રહ્યાં. ૧૯૭૦માં તેમને ‘પદ્મશ્રી'નો એવોર્ડ એનાયત થયો હતો. ગાંધીજીના આદર્શોને અનુરૂપ પોતે આજીવન સાદગીપૂર્ણ જીવન જીવ્યાં અને ધનનો ઉપયોગ લોકકલ્યાણ માટે કર્યો. મધુર અને સૌમ્ય વ્યક્તિત્વ ધરાવતાં ઇન્દુમતીબહેનનું અવસાન તા. ૧૧-૩-૧૯૮૫ના રોજ થયું. મૃદુલાબહેન સારાભાઈ (૧૯૧૧ – ગાંધીજીથી પ્રભાવિત થઈને કુટુંબના એકથી વધુ સભ્યોએ વિવિધ રીતે અને વિશિષ્ટ શૈલીથી સમાજને કંઈક પ્રદાન કર્યું હોય તેવું કુટુંબ હતું અંબાલાલ સારાભાઈનું. તેમનાં પુત્રી એટલે મૃદુલાબહેન. શ્રીમંત અને પ્રબુદ્ધ કુટુંબમાં તા. ૬-૫-૧૯૧૧માં જન્મેલાં મૃદુલાબહેનના શિક્ષણમાં કોઈ કચાશ રહે તેમ ન હતી. સારાભાઈનું કુટુંબ અનેક મહાનુભાવો માટે અતિથિગૃહ હતું. ગાંધીજી, ટાગોર અને નેહરુ જેવા તેમના મહેમાનો બનતા, આવા વાતાવરણમાં ઊછરવાથી નિર્ભયતા, સેવા અને સાદગી મૃદુલાબહેનના વ્યક્તિત્વનાં આગવાં લક્ષણ તરીકે ઊપસી આવ્યાં. તેમણે તે સમયે ચાલતી રાષ્ટ્રીય લડતોમાં ભાગ લઈ જેલવાસ પણ વેક્યો હતો. મૃદુલાબહેનની કારકિર્દીની શરૂઆત મહિલાઓના ઉદ્ધાર માટે સ્થાપવામાં આવેલ “જ્યોતિસંઘ'થી થઈ. ૧૯૩૪માં આ સંસ્થા સ્થપાઈ ત્યારે તેમની ઉંમર માત્ર ૨૩ વર્ષની હતી. સમાજનાં રૂઢિરિવાજો અને પુરુષોના હાથે અન્યાય પામતી દુઃખી સ્ત્રીઓને આશ્વાસન, રક્ષણ અને કામ મળી રહે તેવો પ્રયત્ન આ સંસ્થા કરતી હતી. ગાંધીજીએ સ્ત્રીઓને ઘરની ચાર દીવાલોમાંથી બહાર લાવવાનું કામ કર્યું, પરંતુ તેમને સ્વાવલંબી અને નીડર બનાવવાનું કાર્ય મૃદુલાબહેને કર્યું. આ તેમનું પાયાનું કામ હતું. ત્યક્તાઓ, અનાથો, તિરસ્કૃતો તથા મહિલાઓની ઉન્નતિનાં કામોને તેમણે પોતાના જીવનનું મિશન બનાવ્યું હતું. તેમના આ મિશન કાર્યની પરાકાષ્ઠા ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે પ્રતીત થઈ. હજારો અપહત અને નિર્વાસિત બનેલી સ્ત્રીઓને પુનઃ સ્થાપિત કરવાનું ભગીરથ કાર્ય મૃદુલાબહેનની બાહોશી, તટસ્થતા, માનવતા, નીડરતા અને વ્યવહારુ સૂઝને કારણે ઉકેલી શકાયું. વહીવટી આંટીઘૂંટીમાં માનવતા અટવાઈ ન જાય તેનું ધ્યાન રાખીને વહીવટી મર્યાદાઓથી પાર જઈને પણ દેશ, ધર્મ કે કોમને વચ્ચે લાવ્યા વિના નિરાધાર, લાચાર, પીડિત મહિલાઓને તેમણે સધિયારો અને દિશા આપ્યાં. આ તેમનું અમૂલ્ય પ્રદાન કહી શકાય. ગાંધીજીએ તેમનાં આ કાર્યને બિરદાવતાં કહેલું કે “મૃદુલા જેવી સો બહાદુર મહિલાઓ જો મને મળે તો આખા સમાજનું ક્લેવર હું બદલી નાખું.” પાછળથી તેઓ કાશ્મીરવિવાદમાં શેખ અબ્દુલ્લાને પક્ષે રહ્યાં અને સરકાર સાથે મતભેદ થવાથી તેમને નજરકેદ રહેવું પડ્યું હતું, તેમ છતાં પોતાને જે સત્ય લાગે તેને નીડરપણે વળગી રહેવાની તેમનામાં ખુમારી હતી. કમળાબહેન પટેલ (૧૯૧૨ - અસાધારણ સંયોગો માનવીની અંદર રહેલી અસાધારણ શક્તિઓને બહાર આણે છે તેનું દષ્ટાંત કમળાબહેન પટેલ છે. તેમનો જન્મ ૧૯૧૨માં કુલીન ગણાતા પાટીદાર કુટુંબમાં નડિયાદમાં થયો હતો. ૧૨-૧૩ વર્ષની વયે માતાનું મૃત્યુ થવાથી નાની બહેનોને સંભાળવાની જવાબદારી આવી. પિતા શંકરભાઈ ગાંધીજીના આશ્રમમાં જોડાયા. તેથી ગાંધીવાદી સંસ્કારોનો પ્રભાવ પડ્યો. ૧૮ વર્ષની વયે તેમનાં લગ્ન થયાં પરંતુ એકાદ વર્ષમાં જ બે ઓરમાન પુત્રીઓને ઉછેરવાની જવાબદારી સાથે વિધવા થયાં. આમ સાંસારિક ભાર ઉઠાવતાં કમળાબહેનનું વ્યક્તિત્વ એટલું ખમીરયુક્ત બન્યું કે અસાધારણ સંયોગોમાં મુકાયેલી અસંખ્ય સ્ત્રીઓને તેમણે ટેકો આપ્યો અને પુર્નસ્થાપિત કરી. ૧૯૪૭માં દેશની આઝાદી સાથે તેના ભાગલા થયા ત્યારે કોઈએ કલ્પી ન હોય તેવી ભયંકર સ્થિતિ સર્જાઈ. ચોતરફ મારકાટ અને લૂંટફાટ તો હતો જ પરંતુ જે સૌથી હલબલાવી નાખતો પ્રશ્ન હતો તે અત્યાચારનો ભોગ બનેલી હજારો બેહાલ સ્ત્રીઓનો હતો. મૃદુલાબહેન સારાભાઈ જેવાં નીડર બહેનનાં નેતૃત્વ નીચે કમળાબહેને આ કાર્યમાં ઝંપલાવ્યું. માથું હાથમાં લઈને જોખમકારક પ્રવૃત્તિ સંભાળી. હિંદુ, મુસ્લિમ કે શીખજે સ્ત્રીઓ તેમના પરિવારથી વિખૂટી પડી હતી તેમને આશ્રય આપી આશ્વસ્ત કરી, તેમના સગાસંબંધીઓ સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય તેમણે કર્યું. આ કાર્યમાં અનેક અલંધ્ય રાજકીય, વહીવટી તેમજ માનવીય સંવેદનાત્મક મુશ્કેલીઓનો સામનો Jain Education Intemational ducation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy