SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૩૪ હાથે સેવા કરવાની શરૂઆત ગુજરાતના એક અલગારી સંત પૂજ્ય મોટાએ કરી હતી. વડોદરા જિલ્લાના સાવલી ગામે જન્મેલા આ સંતનું બાળપણ ગરીબીમાં સામાન્ય બાળકની જેમ જ વીતેલું. મૂળ નામ ચૂનીલાલ હતું. શાળામાં ફી ભરવાના પૈસા ન હોવાથી શાળાની સફાઈ અને પટ્ટાવાળાનું કામ સ્વીકારી ભણવાનું કાર્ય ચાલુ રાખ્યું. સખત મહેનત સાથે મેટ્રિકની પરીક્ષા ૭૦૪ ગુણ લાવીને વિશેષ યોગ્યતા સાથે પાસ કરી. એ પછી પહેલાં વડોદરા કોલેજમાં અને પછી અમદાવાદ વિદ્યાપીઠમાં જોડાયા. એ ગાળામાં ગાંધીજીના આદેશથી આઝાદીની લડતમાં જોડાવા અભ્યાસ કાયમ માટે મૂકી દીધો. યુવાવસ્થામાં મોટાભાઈનું અવસાન, પરિવારનું વધી ગયેલું દેવું અને ફેફસાંની બિમારીથી કંટાળીને આપઘાત કરવા નદીમાં જઈને કૂદી પડ્યા, પરંતુ કોઈ દૈવી શક્તિએ બચાવી લીધા. તેમને થયું કે ભગવાને મારી પાસે કોઈ કામ કરાવવું છે માટે મને બચાવ્યો છે. તે પછી પોતાનું સમગ્ર જીવન ભગવાનના કાર્યમાં પૂરું કરવાનો સંકલ્પ કર્યો. એમના જીવનમાં આવેલા જુદા જુદા સાધુસંતોએ તેમને ગુરુનો સંગ કરાવી આપ્યો. ગુરુએ દીક્ષા આપવા સાથે આજ્ઞા કરી. “તેં દેશસેવા ઘણી કરી, હવે માનવસમાજનાં વિવિધ ક્ષેત્રની સેવાઓ કરી, માનવમાં ગુણભાવ વિકસે તેવી સેવા કર.” તે આજ્ઞા સ્વીકારીને તેમણે સમાજનાં વિવિધ ક્ષેત્રોની સેવાઓ શરૂ કરી. મકાન વિનાની પ્રાથમિક શાળાના ઓરડા બાંધવાનું દાન આપ્યું. યુવાનો માટે વિવિધ રમતસ્પર્ધાઓ યોજીને ઇનામો આપ્યાં. ઉચ્ચ શિક્ષણ માટે ‘જ્ઞાનગંગોત્રી ગ્રંથ શ્રેણી'માં ઉત્તમ ગ્રંથોનું પ્રકાશન કર્યું અને વધુ સંશોધન માટે પણ ઇનામો આપ્યાં. વૃદ્ધો માટે એકાંતમાં સાધના કરવા મૌનમંદિર' સાથેના આશ્રમો બાંધ્યા. પ્રથમ આશ્રમ કુંભકોણમ્માં સ્થાપ્યો. ત્યાં સૌ તેમને ‘મોટાભાઈ’ કહી બોલાવતા, એટલે આ સંત પૂ. મોટા’ જેવા ટૂંકા નામથી જાણીતા બન્યા. આટલી બધી પ્રવૃત્તિઓ પોતે એકલા હાથે ચલાવી, સંતોને સામાજિક સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. નડિયાદમાં સૌથી મોટું મંદિર સંતરામનું છે, જેના આદ્યસ્થાપક અને પ્રથમ ગાદીપતિ હતા પૂ. સંતરામ મહારાજ. ઊઠતાંબેસતાં, હરતાંફરતાં, શ્વાસોચ્છ્વાસે માત્ર ‘રામ’ ઉચ્ચારતા હોવાથી એમને ‘સંતરામ' નામ મળ્યું! નવસારીના ભક્ત લક્ષ્મણદાસ અને નડિયાદ પાસેના એક ખેડૂત પૂજાભાઈએ આ સંતને ઓળખીને પોતાના ખેતરમાં વસવા પ્રાર્થના કરી. પંચોતેરિયા વડ’ નામે ઓળખાતી આ જગામાં વસેલા સંતનું એ પ્રાચીન સ્થાનક આજે ‘સંતરામ ગાદી’ (સમાધિસ્થળ) નામે Jain Education International ધન્ય ધરા આજનું પ્રસિદ્ધ તીર્થસ્થાન બન્યું છે. એમના પછી લક્ષ્મણદાસજીને આ સંતના સત્સંગનો લાભ મળ્યો, કવિતા ફૂટી અને બ્રહ્મવિદ્યા મળી. મહારાજના ચમત્કારો અને જ્ઞાન વિસ્તરવાં લાગ્યાં. ભક્તોને તેમનામાં દત્તાત્રયનાં દર્શન થવાં લાગ્યાં. નડિયાદનગર મધ્યે ખૂબ વિશાળ ફલકમાં ફેલાયેલું ‘સંતરામ મંદિર’ આજના ચરોતરનું મુખ્ય તીર્થ બન્યું છે. આ મંદિરના પરિસરમાં અન્નક્ષેત્ર, કથાકીર્તન સાથે સમાજઉપયોગી વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. મનની માનતા પૂરી થયાની શ્રદ્ધા સાથે વિરાટ ભક્તસમુદાય અને તે બધા માટે દાનનો પ્રવાહ નિશદિન અવિરતપણે વહી રહ્યો છે. આ સંસ્થાની શાખાઓ . આસપાસનાં ગામોમાં વિસ્તરતાં, કરમસદ, ઉમરેઠ જેવાં સ્થળે સંતરામ મંદિર અને ગાદી સ્થપાઈ છે. મંદિરનું ટ્રસ્ટ ચુસ્તપણે ‘અજાચકવ્રત અને અપરિગ્રહવ્રત' આજે પણ પાળતું રહ્યું છે. મુખ્ય સંતરામમંદિર, નડિયાદના ગાદીપતિ પૂ. નારાયણદાસ સ્વામીનો દેહોત્સર્ગ થતાં, તેમના સ્થાને કરમસદ સંતરામ મંદિરના ગાદીપતિ રહેલા પૂ. સ્વામી રામદાસજી મહારાજ નિડયાદ આવીને બિરાજ્યા છે. રક્તદાન કેમ્પ અને રાહતકાર્યો દ્વારા આ સંસ્થા માનવસમાજની સાચી અને સારી સેવા સતત કરતી રહી છે; આ સંસ્થાના ભક્તોનો પરસ્પર વંદનામંત્ર છે : ‘જય મહારાજ!' કથા દ્વારા ધર્મપ્રવર્તન કરનારા સંતોમાં પૂ. ડોંગરે મહારાજનું નામ ઘણું જૂનું અને જાણીતું ગણાય. તેમના દાદા ગણેશજી કર્ણાટકમાં વસતા હતા. એ ગણેશજીના પુત્ર કેશવદાસજીના પુત્રરત્ન રૂપે રામચંદ્ર ડોંગરેનો જન્મ કર્ણાટકમાં તા. ૧૫-૨-૧૯૨૬ના રોજ થયેલો. વર્ષો પહેલાં આ વિપ્રપરિવાર વતન છોડીને વડોદરા આવી વસ્યો. રાજવી પરિવારે તેમને રાજ્યાશ્રય આપ્યો હતો, પરંતુ એક યજ્ઞવિધિમાં ડોંગરે–કુટુંબે કરેલા વિરોધથી રાજ્યાશ્રય છીનવાઈ ગયો. સ્વમાની વિપ્ર સ્વેચ્છાએ ગરીબી સ્વીકારીને આજીવિકા માટે યજમાનવૃત્તિ શરૂ કરી. પિતા અને પિતામહની ધાર્મિકતા અને ઉચ્ચ સંસ્કારવારસાને પચાવી મોટી ઉંમરે રામચંદ્રજી એક સમર્થ કથાકાર થયા. જો કે એમ બનવાની તૈયારી રૂપે કઠોર પરિશ્રમ અને તપશ્ર્વયા પણ કરી હતી. દાદાજીની ઇચ્છા માથે ચઢાવીને આઠ વર્ષની ઉંમરે પોતે પંઢરપુરની પાઠશાળામાં ગયા. તેમની તેજસ્વિતા પ્રમાણનાર ગુરુ મળતાં તેમનું ભાગ્ય ચમક્યું. ગુરુ પાસે સતત સાત વર્ષ રહીને પુરાણો તથા વેદ-વેદાંતોનો ઊંડો અભ્યાસ કર્યો. પંઢરપુરના અધ્યયન દરમ્યાન તેમના જીવનમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનો ત્રિવેણી સંગમ રચાયો. પરિણામે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy