SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૪ ધન્ય ધરા અહીં કોઈ દીવો ન બાળે, તેનું તેજ ક્ષણભંગુર અહીં કોઈ ફૂલ ન અર્પે તેનો સ્વભાવ મૂરઝાવાનો! અહીં કોઈ ધૂપ ના બાળે, તેની સુગંધ અમર નથી. અહીં અત્રે કોઈ અશ્રુ ના ઢાળે, તે ઊંડાણમાં નથી ઊતરતાં. હા, જે કોઈ સહાનુભૂતિ ધરાવતું હોય તે બે મુઠ્ઠી મટોડું ઉપર ચઢાવે, જેથી કબર ઊંચી થાય ને અંતરવેદના ઊંડી થઈ જાય. શ્રીકાંતની અંતર વ્યથા ઊંડી હતી. શ્રીકાંત આપટે જલંધર સિટી, (પંજાબ) (૧લી મે જન્મતારીખ) [ગુજરાતી સાહિત્ય પરિષદે તેમની આત્મકથા “હું” પ્રગટ કરી છે. જેનું શ્રેય જીવનસ્કૃતિ અને મનુપંડિતને ફાળે જાય છે.] શ્રીકાંત આપટે શનિવાર, ૨૬ મે, ૨૦૦૨ ૧૦૦ વર્ષ પૂરાં કરી ૧૦૩માં પદાર્પણ તીર્થરૂપ સ્વામી આનંદ સ્વામી આનંદની જન્મશતાબ્દી ચાલી રહી છે ત્યારે તેમનાં કેટલાંક સ્મરણો તાજાં થાય છે. સ્વામીએ પોતે પોતાનો પરિચય થોડાંક વાક્યોમાં આપ્યો છે : “મારી ૧૦ વરસની ઉંમરે, “ચાલ બચ્ચા, તને ભગવાન દેખાડું,” કહી માધવબાગ, સી. પી. ટૅક પરથી મને (એક બાવો) ઉપાડી ગયો, દાદર લગી પગે ને પછી વગર ટિકિટે રેલમાં નાશક લઈ ગયો....” ઈશ્વર પ્રત્યેની અદમ્ય ઝંખનાથી આ બાળકે પોતાનું દેશ પરિભ્રમણ શરૂ કર્યું. તેમાં કેટલાક સાધુ-સંતો અને દેશભક્તોનો સત્સંગ થયો. રામકૃષ્ણ મિશનના વિધિવત સંન્યાસી બન્યા છતાં દેશના મોટા મોટા નેતાઓ, બાળ ગંગાધર તિલક, ગોખલે, ગંગાધરરાવ દેશપાંડે જેવાના સાથી બની છેવટે ગાંધીજીમાં પોતે કેવા સમર્પિત થયા તે ગુજરાતની પ્રજા સારી પેઠે જાણે છે. બાપુની આત્મકથા-“સત્યના પ્રયોગો'ની દુનિયાને જે ભેટ મળી તેની પાછળ સ્વામીનો મુખ્ય હાથ હતો એનો એકરાર ગાંધીજીએ પોતાની પ્રસ્તાવનામાં કર્યો જ છે. સ્વામીએ પોતાની નાની ઉંમરે હિમાલયના પહાડોમાં પરિભ્રમણ કરેલું. એક જ આશય-ઈશ્વર દર્શન. અન્ય સાધુઓ જેમ પોતાના આત્મસાક્ષાત્કારની વાતો કરે છે, ચમત્કારની વાતો કરે છે તેમ સ્વામીએ ક્યાંય કરી નથી. તેમ છતાં પોતાની અનુભૂતિમાં તેઓ પોતાના મિત્રો-સગાં સ્નેહીઓને સદા જોડતા રહ્યા છે. શ્રી જુગતરામભાઈ મુંબઈમાં એમના સાખપાડોશી, તેમની હાડીના-સ્વામીનાં હિમાલય વર્ણનોથી તેઓ મુગ્ધ થઈ ગયા. તેઓ પણ જાણે તેમની પાછળ પાછળ જ ચાલ્યા અને છેવટે સ્વામીના સાથી બની બાપુના આશ્રમમાં રહ્યા અને પાછળથી વેડછી આશ્રમને પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું. જુગતરામભાઈ અવારનવાર સ્વામીની વાતો કરે. સ્વામી’ એ રામકૃષ્ણ મિશનના રીતસરના દીક્ષિત સંન્યાસી છે. બધાંની સાથે હળે, ભળે, મળે. ગૃહસ્થી કુટુંબની મહેમાનગીરી સ્વીકાર કરવામાં તેમને વાંધો ન આવે, પણ પોતે સંન્યાસી છે, ત્યાગી છે–એ ભાવમાં જરા મીનમેખ ન થવા દે, આવાં કારણોને લઈને જ કદાચ જુ. ભાઈ જેવા તેમના નિકટના સાથીઓ પણ તેમને આવાં સંમેલનોમાં આગ્રહપૂર્વક નહીં નોંતરતા હોય! સ્વામીને બહુ નિકટથી જોવા અને તેમની સાથે રહેવાની તક મઢી આશ્રમમાં મળી. એક પ્રાતઃ પ્રાર્થના પછી તેઓ અને જુગતરામભાઈ અમારી ગીતાકુટિરના ઓટલે પાટ પર બેસી ઈશોપનિષદની ચર્ચા કરતા હતા. ત્યાં એક આશ્રમવાળા ગૌશાળામાંથી દોહીને દૂધ લઈ જતી હતી. દૂધ પીત્તળની પવાલીમાં છ એક લિટર આસપાસ હશે. સ્વામીએ તે બાળાને બોલાવીને પૂછ્યું : કેટલું દૂધ છે?” બાળાએ પવાલી જ તેમની આગળ ધરી. સ્વામી : “આટલા દૂધથી તમારી બાળાઓનું પેટ ભરાઈ જશે? આટલું તો હું એકલો પી જાઉં!” મને તો આમાં કેવળ તેમનો વિનોદ જણાયો. સ્વામી એક જમાનામાં, બાપુની હયાતીમાં ઊભા થયેલ અ.ભા. ગોસેવા સંઘના મંત્રી હતા અને તેમણે ઊંચી ઓલાદની ગાયો જોઈ હશે. તેની સામે આશ્રમની ગાયોની દૂધસ્થિતિ સુધારવાનો આ કેવળ કટાક્ષ હશે એમ મને લાગ્યું. મેં પૂછ્યું : “દાદા, ખરેખર આપ આટલું દૂધ પી શકો?” કહે, “તમારે ખાતરી કરવી હોય તો બોલાવી મંગાવો પણ તમારે બીજા દૂધની વ્યવસ્થા કરવી પડશે.” Jain Education International Education Intermational www.jainelibrary.org For Private & Personal Use Only For Private & Personal Use Only
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy