SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૦ ગ્રંથમાં પડેલી વિદ્યા તો જડ છે, જીવનમાં વણાયેલી વિદ્યા જ સાચી છે, એમ માનતા અને તેથી તેમનાં પ્રવચનો ખાસ ગોઠવતા. આ રીતે મુનિશ્રી સાથે સી. એન. વિદ્યાવિહાર પરિવાર એટલે કે ઝીણાભાઈનો સંબંધ પણ વર્ષો જૂનો હતો. એક રાષ્ટ્રીય શિક્ષક, કેળવણીકાર, કવિ સાહિત્યકાર સર્વધર્મપ્રેમી, વિદ્યાર્થીવત્સલ, માનવપ્રેમી અને નિસર્ગપ્રેમી આ આત્માને પ્રભુ શાંતિ આપે અને તેમની સાથે સંકળાયેલ તેમના વિશાળ ચાહક વર્ગને તેમનો જીવન સંદેશ સદા પ્રેરણા આપતો રહે! ૧ ૧. કવિ સ્નેહરશ્મિએ ‘સાફલ્યટાણું’નામથી પોતાની આત્મકથાના ચારભાગ લખેલ છે. ભગવદ્ભક્ત ડાહ્યાભાઈ જાની (અવસાન તા. ૨૪-૪-૨૦૦૫) ડાહ્યાભાઈ જાની, તેઓ સંસારમાં રહેવા છતાં પરમ ભગવદ્ભક્ત હતા. તેમની પાસે થોડી પળો પણ જે કોઈ બેસે તેને તેઓ પોતાના માનવભક્તિના મુકુલોથી પ્રસન્ન કરી દેતા. ક્યારેક ગીતાશ્ર્લોક કે રામાયણની ચોપાઈ, ક્યારેક ભજનની કડી કે સંતભક્તોની જીવનમાધુરી, તો વિશેષે ગાંધી–વિનોબાનાં જીવંત સંસ્મરણો સંભળાવી, તેમની માનવસેવાને આપણે કેટલી હદે પચાવી તેવો પ્રશ્ન કરી બેસતા. ઝવેરાતના વેપારમાંથી તેઓ માનવસેવાના ક્ષેત્રમાં સક્રિય બન્યા. ગાંધીજીના એક સત્યાન્વેષક વચનને તેઓ વારંવાર યાદ કરતા. ગાંધીજી કહેતા : “માણસનું અંતિમ ધ્યેય ઈશ્વરનો સાક્ષાત્કાર છે અને એની સામાજિક, રાજકીય, ધાર્મિક બધી પ્રવૃત્તિઓ ઈશ્વરદર્શનના અંતિમ ધ્યેયને અનુલક્ષીને થવી જોઈએ. તેથી મનુષ્યમાત્રની સેવા એ સાધનામાં એક આવશ્યક અંગ બની જાય છે.” કેટલાય યુવાનોને એમણે ધંધે વળગાડ્યા, કેટલાયને કુસંગના ફેલમાંથી ઉગારી સદાચારને માર્ગે વાળ્યા. એવા કારીગરો અને કામદારોને ક્યારેક રોજી ન મળે ત્યારે તેઓએ ડાહ્યાભાઈને ઘરે આવવું એવું સૂચન આપી રાખ્યું હતું. ત્યારે એ આગંતુકોને ડાહ્યાભાઈમાં કર્ણ દાનેશ્વરીનાં દર્શન થતાં! જેમ સત્સંગ તેમ વાચન તેમનો પ્રિય વિષય. વાચનમાં આધ્યાત્મિક સાથે સામાજિક અને રાજકીય પણ આવે. એક Jain Education International ધન્ય ધરા જાગ્રત નાગરિક તરીકે વિશ્વમાં બનતી મહત્ત્વની ઘટનાઓને અડધી રાતે પણ રેડિયો સ્વીચ ઑન કરે, સમજે, ચિંતવે અને વિશ્વના પ્રવાહો કઈ તરફ વહી રહ્યા છે તેનું વિશ્લેષણ કરે. અને ગાંધીતત્ત્વ સાથે તેનો તાલ મેળવે. સાથીઓ સાથે ચર્ચા કરે. તેમનો પુસ્તકપ્રેમ તો જાણીતો છે, એટલે કે કેવળ વાંચવાનો નહીં, પુસ્તક વહેંચવાનો. પૂ. મોટાના આશ્રમના નંદુભાઈની જેમ ડાહ્યાભાઈની મુલાકાત પછી પ્રસાદીરૂપ તમને કોઈ ને કોઈ પુસ્તક મળે જ! અમદાવાદ નગરની સામાજિક અને રાષ્ટ્રીય પ્રવૃત્તિ સાથે અડધી સદીથી પણ અધિક રીતે સંકળાયેલ, તેથી પૂ. કેદારનાથજીની વ્યવહારશુદ્ધિ કે પાંડુરંગ શાસ્ત્રીની સ્વાધ્યાય પ્રવૃત્તિ સાથે વર્ષો સુધીના આંદોલનોનો અનુભવ વર્ણવે તો ભારત સેવક સમાજના નવનિર્માણની ચેતના તાજી કરે. ડાહ્યાભાઈની સેવાનાં ત્રિપદ−ગીતા, ગામડું અને ગરીબો. ગામડાનું શોષણ મટી, ગ્રામોદ્યોગ દ્વારા પોષાતાં રહે એ માટે તેઓ માઢી આશ્રમની ખાદી સંસ્થાના પ્રમુખપદે રહી માર્ગદર્શન આપતા રહ્યા. પોતે લકવાગ્રસ્ત, પથારીમાં માંદગી ભોગવે તેમ છતાં પ્રાકૃતિક ચિકિત્સાનું હરિજન આશ્રમમાં ચાલતા પ્રાયોગ–ટ્રસ્ટમાં પૂરો રસ લઈ તેનું સંચાલન કરતા. ગાય એ ભારત દેશની કામધેનુ છે તેથી શ્રી હરિહર મહારાજ કામધેનુ સેવા ટ્રસ્ટમાં પાછલી અવસ્થામાં ઘણા એકાગ્ર થયેલ. આવા ડાહ્યાભાઈ ભાઈશંકર જાનીનું ૯૪ વર્ષની પાકટ વયે, હનુમાનજયંતીના દિવસે તા. ૨૪-૪-૦૫ના રોજ અવસાન થતાં અમદાવાદ નગરીએ એક સૌમ્ય, ચિંતનશીલ, અધ્યાત્મપ્રેમી ગાંધીસેવક ગુમાવ્યા છે. તેમના અવસાનથી અમારા જેવાનો તો સ્તંભ તૂટી ગયો છે. માણસ જાય છે, પણ કંઈક કીર્તિ મૂકતો જાય છે, કંઈક સંદેશો આપતો જાય છે. તેમનો સંદેશ હતો કે : “આપણે માણસ છીએ અને માણસ તરીકે આપણે જીવવું હોય તો માનવીય સદ્ગુણોથી યુક્ત થવું જોઈએ” અને તેમનો મંત્ર હતો : “સર્વત્ર સુખિનઃ સત્તુ ।।” n For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy