SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૦ સુદર્શનભાઈ સેવારત રહે છે. અર્થશાસ્ત્રની વિવિધ સંસ્થાઓના તેઓ આજીવન સભ્ય છે. ડૉ. ડી. ટી. લાકડાવાલા મેમોરિયલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી છે. ઉપરાંત સરદાર પટેલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના પણ મુલાકાતી પ્રાધ્યાપક છે. ‘ગણતર’ના એઓ સ્થાપક ટ્રસ્ટી છે, તેવી જ રીતે ‘જનપથ’ના રાજ્ય સરકાર અને રાષ્ટ્ર સરકારની ઘણી સમિતિના સભ્ય તરીકે કાર્ય કરી ચૂક્યા છે. છ જેટલાં પુસ્તકોના એ લેખક છે, જેમાં રિક્ટર સ્કેલ ઃ ડોક્યુમેન્ટેશન ઓફ ગુજરાત અર્થક્વેક ૨૦૦૧’ અને ‘એન્વિશેન્મેન્ટલ ઇકોનોમિક્સ' ધ્યાનાર્હ છે. સંખ્યાતીત શોધલેખ એમનું જમા પાસું છે. આર. કે. નરસિંહાના આ પુત્ર ઘડતરે, અભ્યાસે, કાર્યે અને કર્મશીલે સવાયા ગુજરાતી છે. સ્વભાવે ગુણગ્રાહી છે. કાર્યમાં કટીબદ્ધ છે. સાદગી એમના જીવનનું મુખ્ય લક્ષણ છે. કાર્યભારનો અભાવ સુદર્શનભાઈનું જમાપાસું છે. વ્યવહારમાં વિવેકી છે. સરવાળે અભ્યાસનિષ્ઠ છે, કેળવણીકાર છે અને આજીવન વિદ્યાર્થી છે. પરંપરાના વિરોધી નથી તેમ તે પરત્વે જડત્વના આગ્રહી નથી. સાથોસાથ અભિનવ પ્રયોગના પુરસ્કર્તા હોઈ આધુનિકતા સામે અવિરોધી વર્તનના પ્રણેતા છે. મેઘાણી એટલે તવારીખકિતાબના લેખક મેઘાણી, ઝવેરચંદ મેઘાણી, પ્રથમેશે સાહિત્યકાર છે તેમ લોકસાહિત્યના ઉપાસક છે. એમનાં લખાણ લોકપ્રયોગશાળામાં ચકાસાઈને–ચળાઈને તૈયાર થયાં છે અને તેથી તેમનાં લખાણમાં એક તરફ સત્યનો રણકાર સંભળાય છે, તો બીજી બાજુ Jain Education International ધન્ય ધરા લોકસમસ્તને શું પ્રેય અને શ્રેય છે, તેની જાગૃત સૂઝ પણ એમાં દૃષ્ટિગોચર થાય છે. આ સૂઝ જ એમને ઇતિલેખક બનાવે છે. કઈ વસ્તુ ચારિત્ર્યઘડતરમાં ઉપયોગી છે અને કઈ જ્ઞાનપ્રદીપ તરીકે ઉપાદેયી છે, એમાંથી લોકોને કેવાં પ્રેરણા અને પ્રકાશ ઉપલબ્ધ થવાં જોઈએ એ દૃષ્ટિ નજર સમક્ષ રાખી મેઘાણીએ ઇતિહાસનાં વૃત્તાંત આલેખ્યાં છે. હાથવગા થયેલા એમના ઇતિગ્રંથ આ પ્રમાણે છે : (૧) એશિયાનું કલંક (આ ગ્રંથની ત્રણ આવૃત્તિ થઈ છે-૧૯૨૩, ૧૯૨૯ અને ૧૯૪૭). (૨) હંગેરીનો તારણહાર (આની બે આવૃત્તિ થઈ છે-૧૯૨૭ અને ૧૯૪૭). (૩) મિસરનો મુક્તિસંગ્રામ (૧૯૩૦). (૪) સળગતું આયર્લેન્ડ ખંડ ૧-આ ગ્રંથ અગાઉ ‘મરણિયું આયર્લેન્ડ' નામથી ૧૯૨૫માં પ્રસિદ્ધ થયેલો અને તેની સુધારેલી આવૃત્તિ તરીકે પ્રસ્તુત ગ્રંથ ૧૯૩૧માં પ્રગટ થયેલો. (૫) ભારતનો મહાવીર પડોશી (આની બે આવૃત્તિ થઈ-૧૯૪૨ અને ૧૯૪૩). (૬) ધ્વમિલાપ (આનીય બે આવૃત્તિ-૧૯૪૩ અને ૧૯૪૬). આ સિવાય મેઘાણીએ લખેલાં અકબર, દયાનંદ વગેરે ઐતિહાસિકોનાં વ્યક્તિચરિત્રો લખ્યાં છે. મેઘાણીના ધૃતિવિષયક ગ્રંથોમાં સ્વાતંત્ર્યસંગ્રામનું ઐતિહાસિક નિરૂપણ એનાં સાંસ્કૃતિક પરિબળોના સંદર્ભમાં થયેલું જોઈ શકાય છે. પરદેશમાં લડાયેલી આઝાદીની ચળવળોના ઇતિહાસને તે-તે દેશની સંસ્કૃતિના પરિપ્રેક્ષ્યમાં એમણે આલેખ્યો છે અને તે કાર્ય તેમણે ગુજરાતી ભાષામાં તે– તે દેશના સંગ્રામના ઇતિહાસની પ્રેરણાદાયી ગાથાઓને લોકપ્રત્યક્ષ કરી છે. મેઘાણીને મન શિક્ષણ એટલે લોકઘડતર. આથી જ વિદેશમાંના સ્વાતંત્ર્યસંગ્રામના ઇતિહાસોને ગુજરાતીમાં ઉતારવાનું શ્રેયસ્કર કાર્ય કર્યું અને તેય આપણી આઝાદીની લડતના સમય દરમ્યાન. આપણે આઝાદીના ઇતિહાસના આલેખનમાં અને એનાં અન્વેષણમાં નિષ્ક્રિય હતા ત્યારે આ બાબતે મેઘાણી આપણા ગુરુ-આચાર્ય બની ગયા એ નોંધવું જોઈએ. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીના લગભગ અઢીત્રણ દાયકા સુધી આપણે સ્વાધીનતાસંગ્રામના ઇતિહાસ અંગ્રેજી ભાષામાં નિરૂપિત કરવામાં વ્યસ્ત રહ્યા હતા ત્યારે મેઘાણીએ, કોઈને સ્વપ્નેય પણ ખ્યાલ ના આવે ત્યારે, લોકોના ઉત્સાહને ઉત્તેજિત કરવા કાજે ઇતિહાસના ગ્રંથ ગુજરાતીમાં લખ્યા તે બાબત ધ્યાનાર્હ બની રહેવી જોઈએ. ગુર્જરપ્રજામાં રાજકીય ચેતના પ્રગટાવવામાં મેઘાણીના ગ્રંથોએ સારું યોગદાન બક્ષ્ય હતું. એમની લગભગ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy