SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૨ શાસકોના જ દેશમાં રહીને-તે પોતે જ વિરલ અને સમર્પિત પ્રતિબદ્ધતા સાથે જોડાયેલા સાહસનું પ્રમાણ છે.'' શ્યામજી કૃષ્ણ વર્મા ભણસાલીનો જન્મ ૧૯૫૭, ૪થી ઓક્ટોબરના રોજ માંડવી મુકામે થયો હતો. નાનપણથી જ અત્યંત મેઘાવી વિદ્યાર્થી તરીકે તેઓ જાણીતા થયા. નાનીમા પાસે ઉછેર, માધ્યમિક શિક્ષણ મુંબઈમાં. સંસ્કૃતભાષા પરની પકડને કારણે સમગ્ર મહારાષ્ટ્ર અને અંગ્રેજોએ વધાવી લીધા. વધુ અભ્યાસ માટે વિદેશ જઈ બેરિસ્ટર થયા. ઘણું કમાયા. માનપત્રો પણ અઢળક મળ્યા. ઑક્સફર્ડ યુનિના એમ.એ.ની ડિગ્રીના ધારક શ્યામજીએ એ દિવસોમાં ખૂબ ધન પ્રાપ્ત કર્યું. દિવાનપદું, કારભારી, વકીલાત વગેરે વ્યવસાયમાંથી તેમને એટલી આવક થઈ કે પછીના વર્ષોમાં તેમાંથી જ કામ ચલાવ્યું. તદ્ઉપરાંત અનેક શિષ્યવૃત્તિ પણ તેઓ ચાલુ કરી શક્યા હતા. દેશીરાજની ખટપટો અને કાવતરાંથી કંટાળીને તેમણે હિન્દુસ્તાન કાયમને માટે થઈને ૧૮૯૭માં છોડ્યું. ઇંગ્લેન્ડ જઈને ભારત માટે આઝાદી આંદોલનની શરૂઆત કરી. જાન્યુઆરી, ૧૯૦૫માં ‘ઇન્ડિયન સોશ્યોલોજીસ્ટ' નામનું અંગ્રેજી સામયિક કાઢ્યું. પોતાના સામયિકને તેમણે “સ્વતંત્રતા, રાજકીય અને સામાજિક સુધારણાના” મુખપત્ર તરીકે ઓળખાવ્યું. પત્રની નીતિ સ્પષ્ટ કરતાં તેમણે લખ્યું કે, ‘બ્રિટન અને હિન્દના રાજકીય સંબંધોથી હિંદમાંના હિન્દીઓ બ્રિટીશ અમલ પરત્વે કેવી લાગણી ધરાવે છે તેની જાણ બ્રિટનને કરે તેવા દુભાષિયાની બ્રિટનમાં ખાસ જરૂર છે. હિંદ માટે સિફારીશ કરવાની અમારી ફરજ છે અને એ અમારું ગૌરવ પણ છે. એક પેન્સની કિંમતના આ સામયિકને હિંદમાં અને ઇંગ્લેન્ડમાં સારો આવકાર મળ્યો હતો. ૧૭ ફેબ્રુઆરી, ૧૯૦૫ના રોજ તેમણે ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કરી. તેથી પણ વધુ મહત્ત્વનું કાર્ય તેમણે ૧૯૦૫ના જુલાઈની પહેલી તારીખે ‘ઇન્ડિયા હાઉસ'ની સ્થાપના કરી. હિન્દના વિદ્યાર્થીઓને અંગ્રેજોની નોકરી નહીં કરવાની શરતે શિષ્યવૃત્તિ આપવામાં આવતી. ઇન્ડિયા હાઉસ’ રાષ્ટ્રવાદની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગયું. શ્યામજીની ધમધોકાર પ્રવૃત્તિ અને લોકપ્રિયતા અંગ્રેજો માટે અસહ્ય થઈ ગઈ. તેમની ધરપકડ થાય તે પહેલાં તેઓ ઇંગ્લેન્ડ નાસી છૂટયા. ભારતમાં ‘ઇન્ડિયન સોશ્યોલોજીસ્ટ' પર પ્રતિબંધ લદાયો. શ્યામજીએ શહાદતને વખાણી. ત્યાંથી તેઓ જીનીવામાં સ્થાયી થયા. ૧૯૦૫થી ૧૯૧૦ દરમ્યાનની તેમની કારકિર્દીએ લીલીસુકી જોઈ લીધી. Jain Education International ધન્ય ધરા ૧૯૨૦માં ડચકાં ખાતું ‘ઇન્ડિયન સોશ્યોલોજીસ્ટ' કાયમ માટે બંધ કરવું પડ્યું. ૧૯૩૦માં તેમની તબિયત બગડી. ભારતમાં દાંડીકૂચ ચાલતી હતી તે દરમ્યાન ૩૧મી માર્ચે જીનીવામાં તેઓ મૃત્યા પામ્યા. ભારતીય છાપાંઓએ ખાસ નોંધ લીધી નહીં. ભગતસિંહ અને તેના સાથીદારોએ દેખાવો કર્યા. ત્રણ વર્ષ પછી પત્ની ભાનુમતી પણ ગુજરી ગયાં. તેમના અગ્નિસંસ્કારની જગ્યાએ પતિ-પત્નીની તક્તી છે. શ્યામજી તેમના યુગના પ્રથમ પંડિત, રાજનીતિજ્ઞ અને ઉદ્દામવાદી નેતા હતા. શિક્ષણ શ્રેયાર્થી અને દાનેશ્વરી એવા શ્યામજી અને ભાનુમતી બહેનને સંતાનો નહોતાં પણ ભારતીય વિદ્યાર્થીઓને અદકેરાં લાડથી ભણાવ્યા, ગણાવ્યા. શ્યામજી અંગે ઘણું લખાયું. થોડાં વર્ષો અગાઉ શ્યામજીનો અસ્થિકુંભ તેમના વતન માંડવીમાં પાછો લાવવામાં આવ્યો છે. શામળદાસ ગાંધી (૧૮૯૮થી ૧૯૫૩) ગાંધીજીના મોટાભાઈ લક્ષ્મીદાસ ગાંધીના મોટા પુત્ર શામળદાસ ગાંધીએ આરઝીહકૂમતના પ્રમુખ તરીકે અને તેજસ્વી પત્રકાર તરીકે તેમણે પત્રકારત્વની અને સામાજિક આંદોલનમાં નેતાગીરીની એમ બેવડી જવાબદારી નિભાવી હતી. શરૂઆતમાં તેઓ ‘જન્મભૂમિ’માં પત્રકાર તરીકે જોડાયા અને ક્રમશઃ ઉપતંત્રીના પદ સુધી પહોંચ્યા હતા. ‘જન્મભૂમિ'ના તંત્રીપદેથી ૧૯૪૦ની આસપાસ રાજીનામું આપ્યું અને વંદે માતરમ્’ શરૂ કર્યું. શામળદાસ ગાંધીની સચોટ કલમને કારણે ‘વંદે માતરમ્’ પણ અતિ ઝડપથી જાણીતું બની ગયું હતું. મુંબઈની પત્રકારત્વની કારકિર્દી દરમ્યાન તેમણે રાજકીય અને સામાજિક પ્રવૃત્તિના ક્ષેત્રે પણ સક્રિય કામગીરી બજાવી હતી. મુંબઈમાં સૌરાષ્ટ્રની પ્રજાના પ્રશ્નોને વાચા આપનારું કાઠિયાવાડ પ્રજામંડળ સ્થાપ્યું. ૧૯૪૭માં જુનાગઢ રાજ્યે પાકિસ્તાનમાં ભળવાનો નિર્ણય કર્યો. શામળદાસ ગાંધીની આગેવાની હેઠળ, વંદે માતરમ્'ના કાર્યાલયમાં ‘આરઝી હકૂમત'નો તખ્તો ઘડાયો. ‘આરઝી હકૂમત'ની સફળતા પછી તેઓ સરકારમાં પણ જોડાયા. સ્વભાવ અને સ્વમાનને કારણે સૌરાષ્ટ્રના પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યું. ‘વંદે માતરમ્’ પણ આર્થિક ભીંસમાં આવી પડ્યું હતું. વી.પી. મેનને તેમને કાર્યદક્ષ વહીવટકર્તા, તેજસ્વી વક્તા અને સ્પષ્ટ અને સચોટ શૈલીના લેખક ગણાવ્યા હતા. શામળદાસ ગાંધી ગુજરાતી પત્રકારત્વના શૈલીકાર અને યુગકર્મી પત્રકાર ગણાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy