SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ * ૩પ૬ ધન્ય ધરા ગુજરાતી સાહિત્યમાં અમુક જ સાહિત્યકારો અમુકને જ ઉત્તમ સાહિત્યકાર તરીકે બિરદાવે, તે જ ઉત્તમ કવિ કે લેખકની હરોળમાં બેસી શકે તેવી માન્યતાને નિરાધાર ઠરાવવા આદિલ, : ચિનુ મોદી, લાભશંકર ઠાકર રાજેન્દ્ર શુક્લ, મનહર મોદી વ કવિઓએ ભેગા થઈને “રે' મઠની સ્થાપના કરી. આદિલનાં ‘વળાંક', “સતત’ અને ‘પગરવ' કાવ્યસંગ્રહો ; પ્રગટ થઈ ચૂક્યા છે. “ગમી તે ગઝલ’ અને ‘ગઝલ ઉસને છોડી’ એ બે કાવ્યસંગ્રહો એમનું સંકલન છે. “હાથ પગ બંધાયેલા છે. અને “જે નથી તે' એવા બે નાટ્યસંગ્રહો પ્રગટ થઈ ચૂક્યા છે. - ભારત, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને અમેરિકાનાં વિવિધ : ગુજરાતી સામયિકોમાં આદિલની ગઝલો દેખાય છે. હિંદુ મુસ્લિમ એકતાના પ્રહરી, સર્વધર્મ સમભાવમાં માનનારા, ચાર ચાર રાષ્ટ્રોના એ આંતરરાષ્ટ્રીય ગુજરાતી ગઝલકાર આદિલ મજૂરીના હૈયામાં વતનપ્રેમની અખૂટ સરવાણીઓ વહેતી નજરે પડે છે. ધંધો કરો અને આગળ વધો' સૂત્રના હિમાયતી • એચ. આર. શાહ જિંદગીમાં અનેકવાર તડકીછાંયડીનો અનુભવ કરનાર, , હૈયે હામ અને જિંદગીમાં આવી પડતી અણધારી આફતનો હિંમતથી મુકાબલો કરનાર, શૂન્યમાંથી સર્જન કરનાર એચ. : આરશાહનું સમગ્ર જીવન પ્રેરણાદાયક છે. વિશ્વની પ્રથમ નંબરની ગગનચુંબી ઇમારત એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં ૬૭માં માળે આવેલી ઓફિસમાં ‘વિકાસ ઇન્ટરનેશનલ કોર્પોરેશનના નામે આયાત નિકાસનો ધંધો એચ. આર શાહે ચાલુ કર્યો. થોડાં તે જ વર્ષોમાં ધીકતો ધંધો કથળ્યો અને સાહસિક સોદાગર અમેરિકાની ફૂટપાથ પર આવી ગયા. સિંહનું કાળજું ધરાવનાર હસમુખભાઈએ નક્કી કર્યું કે “ભૂખે મરીશ પણ નોકરી નહીં કરું, કોઈની ગુલામી નહીં કરું.' હિંમત, આવડત અને ઈશ્વરમાં અડગ શ્રદ્ધા રાખનાર આ ખેડૂત પિતાના દીકરા હસમુખભાઈ બી. એસસી. થયા પછી ૧૯૭૦માં ૨૭ વર્ષની વયે ટુડન્ટ વિસા લઈને અમેરિકા આવ્યા હતા. | મારતના વિદ્યાર્થીઓને અમેરિકન યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવવા બહુ મુશ્કેલ કામ હતું. એચ. આર. મારફત માર્ગદર્શન મેળવી બે વર્ષમાં ૭૫ વિદ્યાર્થીઓ અમેરિકા ભણવા આવી શક્યા. આમાંના ઘણા વિદ્યાર્થીઓને અમેરિકામાં કાયમી વસવાટ માટે તેઓ મદદરૂપ થયા. ટ્રાવેલ એજન્સી, ઓટો ઇન્ડસ્ટ્રીમાં પગપેસારો કર્યો પણ સફળતા મળી નહીં. મેડિકલ સેન્ટર ચલાવવાનો નવો ધંધો ૧૯૭૬માં શરૂ કર્યો, અંતે મેડિકલ સેન્ટર બંધ કર્યું, પણ મેનેજર તરીકે કામ કરતી રોઝમેરી નામની ઇટાલિયન યુવતી સાથે પરિચય થયો. પરિચયમાંથી પરિણય થયો અંતે બંને લગ્નગ્રંથિથી જોડાઈ ગયા અને જીવનમાં લક્ષ્મી આવતા એચ. આર.નો ભાગ્યોદય જાણે ખીલી ઊઠ્યો. થોડા સમય પછી એ રિયલ એસ્ટેટના ધંધામાં પડ્યા નોકરી કરતાં ધંધો સારો, એ સમજાવતાં અનેક સ્ટોરોની લેવેચ કરતા રહ્યા. ક્રાઉઝર નામની ન્યૂજર્સીમાં ૨૦૦ સ્ટોરોની ચેનલ ધરાવતી કંપની નાદાર બની. ક્રાઉઝર કંપનીને ૧૨ મિલિયન ડોલર્સ ૪૫ દિવસમાં આપવાની શરતે સોદો કર્યો. અઢી મિલિયન ડોલર્સ ડિપોઝિટ પણ આપી.ધીરે ધીરે સફળતા મળતી ગઈ. આજ લગીમાં એકાદ હજાર સ્ટોર્સ વેચ્યા હશે. આમ પેન્સિલ્વેનિયા, ન્યૂજર્સી, કનેટીકટ અને ન્યૂયોર્ક રાજ્યમાં ગુજરાતીઓ સ્ટોરના ધંધામાં પડ્યા. અમેરિકામાં એક માત્ર ભારતીય ટી.વી. ચેનલ એટલે ટી.વી. એશિયા જેના માલિક એચ. આર. છે. સામાજિક સંદર્ભે એ ગુજરાતી સમાજ સાથે સંકળાયેલ રહીને આર્થિક સહયોગ આપે છે. વ્રજભૂમિ ટ્રસ્ટના વાઇસ ચેરમેન છે. ન્યૂયોર્ક ભારતીય વિદ્યાભવનમાં તેમણે પુત્રી રોમાન્સીના સ્મરણાર્થે ‘રોમાન્સી ઓડિટોરિયમ' બાંધવા એકલાખ ડોલર્સ આપ્યા છે. અમેરિકામાં રાજકીય પક્ષોમાં પ્રમુખ, ગવર્નર, સેનેટર, કોંગ્રેસમેન, મેયર કે અન્ય ચૂંટણીઓમાં તેઓ ચૂંટણી પ્રચારમાં આર્થિક મદદ કરે છે. નટરાજનો બેસ્ટ બિઝનેસમેન એવોર્ડ, ભારતીય વિદ્યાભવનનો એક્સેલન્સી એવોર્ડ એલિસ આયલેન્ડ મેડલ અોફ ઓનર આવા તો અનેક પ્રતિષ્ઠિત માન-સન્માનનાં અધિકારી એચ. આર શાહ ધંધો કરો અને આગળ વધો’ નીતિને અનેક ગુજરાતીઓ ધ્યેયમંત્ર બનાવી આગળ વધે અને એચ. આર. શાહનું સ્વપ્ન “ગુજરાતીઓની એકતા વિના ઝડપી સમૃદ્ધિ શક્ય નથી' ને સાકાર કરે, એવી શુભેચ્છાઓ. બહુમુખી પ્રતિભા પ્રવીણ પટેલ “શશી' ન્યૂજર્સીથી પ્રગટ થતા “ગુજરાત દર્પણ' સામાયિકના તંત્રી સુભાષ શાહે જેમને પરામર્શક બનાવ્યા, ઓસ્ટ્રેલિયામાંથી પ્રગટ થતા “માતૃભાષા દ્વિમાસિકના તંત્રી પ્રવીણ વાઘાણીએ જેમને Jain Education Intemational For Private & Personal Use Only ersonal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy