SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ અમદાવાદથી મોરબી કંપની થોડી નાઇટો કરવા વડોદરા ગઈ. સયાજીરાવ થિયેટરમાં ‘ભર્તૃહરિ’ નાટક રજૂ થયું તે સમયે વડોદરા રાજ્યના મુખ્ય ગવૈયા ખાં સાહેબ મૌલાબક્ષ, જે હિન્દુસ્તાની સંગીતકારોમાં ઉચ્ચ કોટિના ગણાતા હતા. મૌલા બક્ષનો એક શાગિર્દ આ નાટક જોવા તેમને કહેવા ગયો અને દલસુખરામની ગાયકીનાં વખાણ કર્યાં ત્યારે મૌલાબક્ષે મોઢું મચકોડી તુચ્છકારથી તેની વાતને વજૂદ ન આપ્યું, પરંતુ પાછળથી વડોદરા રાજ્યના અધિકારીઓના આગ્રહથી માત્ર થોડાક સમય માટે હાજરી આપવા મૌલાબક્ષ સંમત થયા. દલસુખરામને જાણ થઈ કે મૌલાબક્ષ હાજરી આપવાના છે એટલે તેમણે બધી તૈયારી કરી લીધી. તાનપુરો તૈયાર કર્યો. સંગીત માટે હાર્મોનિયમ પર વસંતલાલ ભોજક, પખવાજ પર અંધ પખવાજી બળદેવદાસ પંડિત અને સારંગી પર નૂરમહંમદને ગોઠવી દીધા. નાટકના પ્રારંભમાં રાત્રિના પ્રથમ પ્રહરની રાગિણી કાનરામાં સ્તુતિથી થયો. અસ્થાયી, અંતરા, સંચારી જેવા ધ્રુપદનાં ચાર ચરણ પૂરાં કરી લયકારીના પ્રકાર શરૂ થયા. જાણે પ્રચંડ મહાસાગર ઘૂઘવતો હોય તેમ ઉપજનો વેગ વધતો ગયો. ખાં સાહેબ હવે ધ્યાનથી સાંભળવા લાગ્યા. હાર્મોનિયમ, સારંગી અને પખવાજના અવાજને દબાવતા. દલસુખરામે મેઘગર્જનાયુક્ત ધમક સાથે તાર સપ્તકની પરાકાષ્ઠા સુધી કંઠને વહેતો મૂક્યો. ઓડિયન્સ સ્તબ્ધ બની ગયું હતું. ખૂબ જ સરળતાથી સાથે તારસપ્તકના પંચમ સ્વરથી દલસુખરામ આગળ નીકળી જ્યાં ધૈવત અને નિષાદનું અનુસંધાન કર્યુ ત્યારે ખાંસાહેબથી રહી શકાયું નહીં. તેઓએ બેઠક ઉપર જઈ રાગની ખૂબીઓ બતાવવા માંડી ત્યાં તો ખાં સાહેબના મુખમાંથી “વાહ વાહ! માશાહલ્લાહ......સુભાન અલ્લાહ! ક્યા પાર્ક આવાઝ હય!” જેવા પ્રશંસાના શબ્દો સરી પડ્યા. દલસુખરામને લાગ્યું કે તીર બરાબર નિશાન પર વાગ્યું છે એટલે ચોથા સપ્તક ઉપર આરોહઅવરોહની પરાકાષ્ઠાએ પહોંચ્યા અને ત્યાં તો ખાં સાહેબ ખુરશીમાંથી ઊભા થઈ ગયા અને પોકારી ઊઠ્યા, “અબે...યહ છત ગિર પડેગી....ગિર પડેગી' થિએટર તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યું. પછી તો મૌલાબક્ષજી સાથે મિત્રાચારી થતાં શ્રીમંત સયાજીરાવે દલસુખરામની ગાયકી સાંભળી ત્યારે તેમનું બહુમાન કર્યું અને નવી નાટક કંપની સ્થાપવા ઓફર કરી, પરંતુ દલસુખરામે ખૂબ જ વિવેકપૂર્ણ તેનો અસ્વીકાર કરી શ્રીમંત સરકારનો ખૂબ ખૂબ આભાર માન્યો. Jain Education International પરિણામે મોરબી કંપનીમાં દલસુખરામનું બહુ જ માન–સમ્માન વધ્યું. ૩૩૯ દલસુખરામે સને ૧૮૯૭માં રંગમંચને રામરામ કરી ભાવનગર દરબારમાં રાજગાયકપદ સંભાળ્યું અને જીવનની આખરી સફર સુધી ત્યાં જ સ્થાયી થયા હતા. મહેન્દ્રભાઈ મહેતા રંગભૂમિની જિંદગીમાં ટુકડે ટુકડે પ્રસંગો ઉપસ્થિત થતા ભજવાઈ જતી ઘટનાઓને સળંગ સૂત્રમાં સાંકળી રજૂ થતી ઘટમાળનું નામ નાટક. રજૂઆત પામે તે સ્થળનું નામ રંગભૂમિ. ગુજરાતી અવેતન નાટ્યક્ષેત્રમાં ઝળહળતી કારકિર્દી પ્રાપ્ત કરીને પગવાળીને બેસી ગયેલા એક કલાકાર એટલે મહેન્દ્રભાઈ. જ્ઞાતિએ ખેડાવાળ બ્રાહ્મણ. ઊંચાઈ પૂરા કદની. ભરાવદાર શરીર સૌષ્ઠવ ઉપર ગોરા વાનનો ઉઘાડ અંદરથી અભિનયની ભરતી ઊછળી ઊછળીને બહાર આવવા મથે. લક્ષ એમનું નાટ્યક્ષેત્રે કંઈક પ્રદાન કરવાનું એવી પળને પકડવાની પ્રતીક્ષા આજથી પિસ્તાલીસ વર્ષ પૂર્વે એ પળ પ્રાપ્ત થઈ અને મહેન્દ્રભાઈના અંતરના અરમાન ઊઘડી ગયા. ‘દીપનિર્વાણ’ એકાંકીની રજૂઆત થવાની તૈયારી ચાલી, તેમાં તેમને તક મળી. તે વર્ષ હતું ઈ.સ. ૧૯૬૦નું. એ પછીના બે વર્ષ પછી જવનિકા થિએટર્સ દ્વારા સ્વાર્પણની ભાવનાને પ્રોત્સાહિત કરતું પ્રસંગોચિત્ત નાટક ‘સળગી સ્વાર્પણની જ્વાળા' રજૂ થયું. હિંદુ-ચીનની સરહદે સળગેલી તેની ઘટનાને વણીને ચિત્તવેધક નાટ્યકૃતિમાં આ ઊગીને ઊઘડેલા ગરવા અને ગોરા કલાકારે એક ફોજી જવાન અને તેમણે પ્રેમી ફોજી તરીકેની ભૂમિકા ભજવીને પોતાની અવર્ણનીય અદાકારીનાં અજવાળાં પાથરી દીધેલાં. ‘સળગી સ્વાર્પણની જ્વાળા’ને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીનું પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું તે ઉપરાંત નાટકને અન્ય પણ આનુસાંગિક ઇનામો મળ્યાં. મહેન્દ્રભાઈ સબળ સશક્ત અને સંફળ ભૂમિકા કરવા સક્ષમ થઈને ઊભર્યા. રંગભૂમિ એક એવું માધ્યમ છે જે ભૂમિકા દ્વારા મૂર્તસ્વરૂપ આપી શકે છે. તેમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy