SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ સિતાર શીખવાની પ્રેરણા થઈ. કોલેજ શિક્ષણ ગુજરાતમાં આરંભીને મુંબઈ ગયા ત્યાં ૧૯૪૪થી વિલાયતખાં પાસે સિતાર વાદનની તાલીમ શરૂ કરી તે છેક ઉસ્તાદના અવસાન ૨૦૦૪ સુધી ચાલી. આટલી સુદીર્ઘ તાલીમનો પ્રભાવ તેમના સિતારવાદન સાંભળનારને અવશ્ય થાય છે. બહુ ધ્યાનથી સાંભળનારને વાદકોની બે ક્ષતિ ધ્યાન પર આવે છે એક તાસીરનો અભાવ અને યાંત્રિકતા. સિતાર યંત્ર છે અને તેથી રાગના સ્વરૂપના સ્વરોને ખખડાવ ખખડાવ કરીને સમય પસાર કરી નાખવો તેમના માટે આસાન છે પરંતુ બિનજરૂરી વાદન છોડી રાગની આવશ્યકતાને ધ્યાનમાં રાખી વગાડનાર જે થોડા છે તેમાં અરવિંદ પરીખ છે. દેશમાં અનેક સ્થળે તેમના જાહેર કાર્યક્રમો થયા છે. આકાશવાણી પર પણ તેમણે કાર્યક્રમો આપ્યા છે, પરંતુ માત્ર કાર્યક્રમ આપીને સંતોષ ન માનતા આ ઉદ્યોગપતિ કલાકારે સંગીતશિક્ષણના કાર્યક્રમમાં ઊંડો રસ લેવા માંડ્યો. પોતાને ત્યાં જ દરરોજ રાત્રે ૯ થી ૧૨ પચાસથી સાઠ વિદ્યાર્થીઓને તાલીમ આપવાનો પ્રબંધ કર્યો છે. શરૂમાં અઠવાડિયાના પાંચ દિવસ શીખવતા પણ સંખ્યા વધતા રોજ તાલીમ આપવા માંડી. તેમના કેટલાક વિદ્યાર્થીઓ આજે આકાશવાણીના માન્ય કલાકાર છે તેમ જ જાહેર કાર્યક્રમો આપે છે. સંગીત શીખવા માટે સમય મળતો નથી તેવી ફરિયાદ કરનારે અરવિંદ પરીખ કેટલા વ્યસ્ત રહે છે તે જાણવા જેવું છે. પ્રથમ તો તેમનાં પત્ની કિશોરીબહેન ગાયનકલામાં નિપુણ છે અને જાહેર કાર્યક્રમો પણ આપે છે.-તેમની પુત્રી પૂર્વી પણ કંઠ્ય સંગીતના કાર્યક્રમો આપે છે. તેઓ જે જે કંપનીના ડાયરેક્ટર કે ચેરમેન છે તેના નામ છે ટ્રાવેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, લી એન્ડ મુરહેડ, લેમ્યુચર ચેર એક્સપ્રેસ, લેમ્યુચર પેકર, ટી લેમ્યુચર કંટેઈનર્સ, ડી.એચ.એલ. (D.H.L.) ડાન્ઝીર્ગ પ્રા. લિ. આટલી કંપની ઉપરાંત પણ ઘણી વ્યાપાર સંસ્થામાં તેઓ વ્યસ્ત રહે છે છતાં સંગીતસાધના અને શિક્ષણ માટે સમય આપે છે. આટલેથી સંતોષ ન થતાં ધંધાની જવાબદારી પુત્રને સોંપીને તેઓ સંગીતને જ સમય આપવા માંડ્યા છે. ઇન્ડિયા ટોબેકો કંપની' (I.T.C.) દ્વારા તેમણે ‘મ્યુઝિક એકેડેમી ટ્રસ્ટ'ની સ્થાપના કરી મોટું ફંડ ફાળવ્યું અને ગુરુશિષ્ય પરંપરા દ્વારા શિક્ષણ કાર્ય આરંભ્યું. કલકત્તામાં આ એકેડેમી સ્થપાઈ તેનું બીજું રૂપ મુંબઈમાં શરૂ કર્યું. આ સંસ્થા દ્વારા ઊગતા કળાકારોને તક Jain Education International ૨૯૯ અપાય છે, સેમિનાર થાય છે તથા વિશ્વસ્તરના કાર્યક્રમો યોજી વિચારની આપલે દ્વારા સંગીતની સમજનો વ્યાપ વધારાય છે. સંગીત શિક્ષણ વિષે તેમનું મંતવ્ય છે કે વ્યક્તિને સંગીતમાં રસ પડે તેવા પ્રયત્નો કરવા જોઈએ. ફરજિયાત શિક્ષણ કે વધારે માર્કસ મળશે તે લાલચથી સંગીત લેવાય તેથી ફાયદો નથી. આવી રુચિ ત્યારે જ આવે કે માતાપિતાને તેમાં રસ હોય કે ઘરમાં તેનો માહોલ હોય. વિઠ્ઠલદાસ બાપોદરા : કીર્તનકાર પુષ્ટિ સંપ્રદાય પૂર્વેથી ગુજરાતના જૂનાગઢ-દ્વારકા જેવા સ્થળોએ કૃષ્ણભક્તિ પ્રચલિત હતી. જૂનાગઢમાં નરસિંહ મહેતા કૃષ્ણમંદિરમાં દામોદર કુંડ પાસે નિત્ય ભક્તિ કરતા હતા, પરંતુ વલ્લભાચાર્યજીએ વિઠ્ઠલનાથજી દ્વારા આ મંદિરસંગીતને વ્યવસ્થિતરૂપ અપાવ્યું ને અષ્ટ સખા–જેવા આઠ કીર્તનકારોની વરણી થઈ જેમાં સૂરદાસ, પરમાણંદદાસ કૃષ્ણદાસ, કુંભનદાસ, ગોવિંદસ્વામી, છીત્તસ્વામી, ચતુર્ભુજદાસ અને નંદદાસ હતા. ગુજરાતમાં આ સંપ્રદાયનાં મંદિરને હવેલી કહે છે ને તેમાં સંગીતને ‘હવેલી સંગીત'થી ઓળખવામાં આવે છે પણ સાચું નામ કીર્તનસંગીત. નરસિંહ મહેતાના જ ગામમાં વિઠ્ઠલદાસ બાપોદારાના કીર્તનસંગીતનો ત્યાંની હવેલીમાં પ્રારંભ થયો. તેમના પિતા શ્રી વલ્લભદાસ કીર્તનકાર હતા. પિતાનો વારસો વિઠ્ઠલદાસને મળ્યો ને જૂનાગઢની હવેલીમાં કીર્તનકાર બન્યા. પછી જૂનાગઢથી વિવેકાનંદ હાઇસ્કૂલમાં સંગીતશિક્ષક થયા. શાસ્ત્રીય સંગીતની તાલીમ તેમણે વડોદરા મ્યુઝિક કોલેજમાંથી લીધી. પોરબંદરના દ્વારકેશલાલજી પાસેથી પણ તેઓ સંગીત શીખ્યા. તેમણે ભાવનગરની મહિલા કોલેજમાં સંગીત શિક્ષણ આપ્યું હતું. પછી તેઓ મુંબઈ ગયા. ત્યાં આઠ વર્ષ મુંબઈની હવેલીમાં કીર્તનકાર તરીકે સેવાઓ આપી ત્યારપછી તેઓ અમદાવાદ આવી સ્થાયી થયા. અમદાવાદ-ભાવનગર-મુંબઈ જ્યાં જ્યાં તેઓ રહ્યા ત્યાં ત્યાં હવેલીસંગીતનાં કીર્તનોનો તેમણે શિક્ષણ દ્વારા પ્રચાર કર્યો. દિવસે દિવસે શિક્ષણના પ્રચારમાં તેમને સારો પ્રતિસાદ મળવા લાગ્યો. આથી અમદાવાદમાં કીર્તન સંગીતનું પદ્ધતિસર શિક્ષણ આપવાનું શરૂ કર્યું. ખૂબ મોટી સંખ્યામાં તેમની પાસે તાલીમ લોકો લઈ રહ્યાં છે. આ ઉપરાંત જુદાં જુદાં સ્થળે સંગીત શિક્ષણ શિબિર દ્વારા તેઓ કીર્તન સંગીત શીખવે છે. મુંબઈ-વડોદરાશિહોરમાં તેમને સારો લાભ મળ્યો. શિહોરની મ્યુઝિક કોલેજને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy