SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ સૂર્યમલ્લ ‘વંશ ભાસ્કર'ના કર્તા મહાકવિ સૂર્યમલ્લનો જન્મ ચારણ જ્ઞાતિની મિશણ શાખામાં ચંડીદાનને ત્યાં બુંદીમાં વિ.સં. ૧૮૭૨માં થયો, રાજસ્થાનના ચારણ કવિઓમાં સૂર્યમલજીની ઘણી પ્રસિદ્ધિ છે. સૂર્યમલ્લને છ પત્ની હતી. સૂર્યમલ્લ ઘણા સ્પષ્ટ ભાષી અને સ્વતંત્ર પ્રકૃતિના હતા, પણ તેમને દીકરો નહોતો તેણે મોરારિદાનને દત્તક લીધા હતા. તેમનો સ્વભાવ એવો હતો કે લોકો તેમને મળવાનું પસંદ કરતા નહીં. તેઓ શરાબ ખૂબ પીતા, પણ નશામાં ચકચૂર બનતા નહીં. તેઓ ષટ્ ભાષાના જ્ઞાની હતા, તેમજ ન્યાય, વ્યાકરણ વગેરે વિષયોમાં પારંગત હતા. તેમણે ૯ ગ્રંથો લખ્યા છે. આમાં 'વંશ ભાસ્કર' સૌથી મોટો ગ્રંથ છે. આ બુંદી રાજ્યનો પદ્યાત્મક ઇતિહાસ છે યાને તેનું બે વાર પ્રકાશન થયું છે. તેની ભાષા પિંગલ છે. સૂર્યમલ્લજી પાંડવ શેન્દુ ચંદ્રિકાના કવિ શ્રી સ્વરૂપદાસજીના શિષ્ય હતા તેણે નાનપણમાં સ્વરૂપદાસ પાસે યોગ શાસ્ત્ર, મમ્મટ કૃત મહા કવિ પતિ નાના નાના અદ્વૈત વેદાંત શાસ્ત્રના ગ્રંથો અને ન્યાય તથા વૈશેષિક તત્ત્વયુક્ત ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. સૂર્યમલ વીરરસના શ્રેષ્ઠ કવિ હતા, હિંગલભાષાના કવિઓમાં તેમની મહત્ત્વની ગણના હતી. તેમની કવિતાની લોકપ્રિયતાનું કારણ તેમની અનુભૂતિની સત્યતા અને ભાવનાની ગંભીરતા છે. ખરેખર સૂરજમલ એવી કોટિના કવિઓ માંહેના છે, જે સેંકડો વચ્ચે એકાદ જન્મે છે. સૂર્યમો ‘વીર સતસઈ' લખવાનો પ્રારંભ કર્યો. લગભગ ૩૦૦ દુહા લખાયા અને ભોમસિંહ યુદ્ધ છોડીને ભાગ્યા તેથી સૂર્યમલ્લે સનસાઈ લખવાનું અટકાવી દીધું, ગ્રંથ અધૂરો રહ્યો. સૂર્યમલ્લનું અવસાન વિ.સં. ૧૯૨૫માં થયાનું મનાય છે. દલપતરામ ગુજરાતના પ્રસિદ્ધ અને લોકપ્રિય કવિ દલપતરામ, જે કે, દ. ડા. નામથી ખ્યાતિ પામ્યા છે. તેનો જન્મ સં. ૧૮૭૬ મહા સુદ ના રોજ વઢવાણ મુકામે સામવેદી શ્રીમાળી બ્રાહ્મણ ડાયાભાઈને ત્યાં થયો હતો. તેમનાં માતાનું નામ અમૃતબાઈ હતું. Jain Education International ધન્ય ધરા સં. ૧૮૮૦માં તેમને શીતળાના રોગની મોટી થાત વીત્યા બાદ પાંચ વરસની ઉંમરથી જ તેમને વિદ્યાભ્યાસ તરફ કુદરતી પ્રેમ ઊપજ્યો તેને બચપણથી જ જોડકણાં કરી બાળમિત્રોને રાજી કરવાની ટેવ હતી. સં. ૧૮૮૯માં ચૌદ વરસની વયે તેમનું લગ્ન થયું. સં. ૧૮૯૦માં મૂળી ગામે સ્વામિનારાયણનો મોટો ઉત્સવ થયો. કવિ ત્યાં ગયા અને તેમણે સ્વામિનારાયણ ધર્મ અંગીકાર કર્યો, મૂળીમાં દેવાનંદ સ્વામી નામાંકિત કવિ હોવાથી ચોમાસામાં ચાર મહિના ત્યાં રહેતાં પિંગળ શાસ્ત્ર અને અલંકાર શાસ્ત્રનો અભ્યાસ કરવા તેઓ ઉત્સુક બન્યા હતા. સં. ૧૮૯૫માં એક ચારણ ભૂજની વ્રજભાષા પાઠશાળામાં અભ્યાસ કરી આવ્યો. તેણે દેવાનંદસ્વામી સાથે વાદ કરવાની ઇચ્છા પ્રગટ કરી તેથી દેવાનંદ સ્વામીએ દલપતરામને આગળ કર્યા અને તેમાં તેઓ તાત્કાલિક કવિતા બનાવવામાં વિજયી થયા. આમ તો કવિ અનેક ઠેકાણે ફર્યા છે. ઘણા અનુભવ મેળવ્યા છે તેના પર તો ઘણું લખી શકાય પણ અહીં ટૂંકાવવું પડે છે, તેઓ ફાર્બસ સાહેબના પણ મિત્ર હતા અને ફાર્બસ સાહેબને કવિએ તેમના કામમાં ઘણી મદદ કરેલી. આમ તો કવિને ઘણાં માનસમ્માન મળ્યાં છે પણ બધાં અહીં લખ્યાં નથી. સને ૧૮૮૫માં નામદાર મહારાણી વિક્ટોરિયા તરફથી સર ટી. સી. રીય સાહેબને પૂછવામાં આવ્યું ‘ગુજરાતમાં કાં વિદ્વાન કવિને સી આઈ. ઈ. ઉકાબ આપવા યોગ્ય છે ત્યારે તે સાહેબે કવિ દલપતરામનું નામ આપેલ એટલે એ માનવંતો ખિતાબ તેમને મળ્યો. ધ્રાંગધ્રાના માજી દીવાન સા. હિરશંકર પ્રાણજીવન અને તેમના ભાઈ ચતુર્ભુજ ‘પ્રવીણસાગર’ ગ્રંથ છાપવા પ્રયત્ન કરતા હતા અને રણમલ બારોટ તેની ટીકા લખતા હતા. ૪૮ લહેરની ટીકા લખાણી અને થોડી ગૂંચવણ ઊભી થઈ ત્યારે ચતુર્ભુજમાઈ અમદાવાદ ગયા અને દલપતરામનો ભેટો થયો અને દલપતરામભાઈએ ટીકા લખવાનું સ્વીકાર્યું. આ પ્રવીણસાગર'ની કુલ ૧૨ લહેરો પણ દલપતરામભાઈએ લખી અને તે બદલ તેને ૧૨૦૦ રૂપિયા અને ગ્રંથની ૨૫ નકલ આપી. દલપતરામભાઈએ દલપત પિંગળ' સહિત ૧૩ ગ્રંથો લખ્યાનું જાણવા મળ્યું છે. તેણે બ્રહ્માનંદની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy