SearchBrowseAboutContactDonate
Page Preview
Page 905
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ પૂ. સીતાબહેનને ધર્મઆરાધનાઓમાં જોડાવા પ્રોત્સાહન પ્રદાન કરતા હતા. પરિવારમાં આજે પણ યત્કિંચિત ધર્મનો જે રાગ દેખાય છે, તેમાં અમારાં પૂ. માતા-પિતાશ્રીનો ઉપકાર છે. પિતૃદેવો ભવ, માતૃદેવો ભવની પૌરાણિક ઉક્તિનું સ્મરણ કરતાં અમે આ પ્રસંગે અમારાં વડીલોને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ. તેમની આરાધનાઓની અનુમોદના કરતાં અનાવલ મુકામે તા. ૧૨-૩-૨૦૦૧ના ગચ્છાધિપતિ જયઘોષસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય મુનિરાજ જયદર્શન વિ.મ.સા.ની નિશ્રામાં ગુણાનુવાદ તથા પરમાત્માભક્તિનો વિશિષ્ટ કાર્યક્રમ આયોજિત થયેલ, જેમાં મુંબઈ, અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, નવસારી, બીલીમોરા, માંડવી, બારડોલી, કરચેલિયા તથા આજુબાજુનાં નગર-ગામથી ભક્તો સારી સંખ્યામાં ઉપસ્થિત થયાં હતાં. કનુભાઈ એફ. દોશી સંગીત મંડળી સાથે પધારેલ તથા પિતાશ્રીના જીવનનો પરિચય સૌને આપેલ. માતા-પિતાશ્રીના પ્રસંગને અનુલક્ષી જીવદયાની માતબર રકમ ઉપાર્જિત થયેલ. તે દિવસે જૈન-જૈનેતર સૌને સ્ટીલનાં વાસણની પ્રભાવના કરવામાં આવેલ તથા પૂ. મહારાજ સાહેબની પ્રેરણાથી સૌ કોઈએ નાનો મોટો ત્યાગ કરવા પ્રતિજ્ઞાઓ ગ્રહણ કરેલ. લિ. પુત્ર તથા પુત્રવધૂઓ તથા પૌત્ર-પૌત્રીઓનો પરિવાર. (મુ. અનાવલ, જિ. સુરત) શ્રી કાન્તિલાલ ચૂનીલાલ શેઠ બી.કોમ., એલ.એલ.બી.ના અભ્યાસથી વકીલ, એન્જિનિયરિંગ ઉદ્યોગના વ્યવસાયથી એન્જિનિયર, આયુર્વેદિક ઉપચારથી દર્દીઓને સાજાં કરનારથી ડોક્ટર વળી સાહિત્યમાં રુચિ, સંગીતનો શોખ, સ્વભાવમાં સરળતા, હૃદયની વિશાળતા, વાણીમાં વિવેક, વર્તનમાં વિનમ્રતા, પરગજુ વૃત્તિ, અભિગમમાં રચનાત્મકતા, હોઠો પર સદૈવ રમતું સ્મિત આવું ભાતીગળ વ્યક્તિત્વ એ કે.સી. શેઠની ઓળખ. મૂળ વતન પાલિતાણા. બાળપણમાં પિતાનું છત્ર ગુમાવ્યું. માતાએ કાળજીપૂર્વક ભણાવીગણાવી ત્રણે ભાઈઓને તૈયાર કર્યા. જૂન ૧૯૬૪માં મશીનરી સાથેની ૧૦ × ૧૦ની ભાડાની જગ્યામાં ખૂબ નાના પાયે કોઈપણ જાતની મૂડી વિના શેઠ એન્જિનિયરિંગ વર્ક્સ' નામથી ધંધાની શરૂઆત કરી. ૧૯૬૫ અને ૧૯૬૬ ખૂબ મહેનત કરી આઇસ પ્લાન્ટની નાની આઇટેમો, ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટના પાર્ટ્સ, કોલ્ડ Jain Education International ૮૮૫ સ્ટોરેજના દરવાજા વ. ચીજોના ઉત્પાદનથી ધંધામાં સ્થિર થયા. પછી ૧૯૯૦માં શેઠ ઉદ્યોગ, ૧૯૯૧માં શેઠ મેટલ પ્રોસેસર્સ, ૧૯૯૨માં અમદાવાદમાં વસ્તુપાલ સ્ટીલ પ્રોસેસર્સની સ્થાપના કરી. ૧૯૮૩માં આફ્રિકાના દેશોનો પ્રવાસ કર્યો હતો. ૧૯૯૭માં ઓટોમોબાઇલ કાર બમ્પર્સના એક્ષ્પોર્ટના વિકાસાર્થે અમેરિકાનો પ્રવાસ કર્યો. ૧૯૯૭માં ગોદરેજના વેન્ડર તરીકે બેન્ક લોકર્સના સ્ટ્રોંગ રૂમના દરવાજા બનાવવાનું શરૂ કર્યું. શ્રી કાન્તિભાઈ શેઠનું સામાજિક ક્ષેત્રે પણ ઘણું યોગદાન છે. શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળના માનદ સેક્રેટરી તરીકે ૧૨ વર્ષ સેવા આપી. શ્રી પાલિતાણા ઘોઘારી વિશાશ્રી માળી જૈન સમાજ, મુંબઈના તેઓ ટ્રસ્ટી, શ્રી યશોવિજયજી જૈન ગુરુકુળ દેરાસર ટ્રસ્ટના ટ્રસ્ટી, શ્રી મલ્લિનાથ જૈન સંકુલ, કાંસબાડ, દહાણુના મેનેજિંગ કમિટી મેમ્બર છે. ૧૯૮૫માં શ્રી ઘોઘારી જૈન સંઘ મુંબઈએ તેમને સમસ્ત મુંબઈના ‘યુવકોત્સવ’ કમિટીના કન્વીનર નીમ્યા હતા. આ વર્ષ દરમિયાન તેમણે ૧૦૦ જેટલા વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. તેમાં મુંબઈમાં ઝૂંપડપટ્ટી કે ગંદી ચાલમાં જ્યાં જૈન સંસ્કારોનું પાલન અશક્ય હોય એવા માહોલમાં રહેતા જૈન પરિવારોનો સર્વે કરાવ્યો હતો અને જૈનોની વિવિધ શાખાઓ, પેટા જ્ઞાતિઓ, ગામેગામના સમાજોને તેઓને લાગતાંવળગતાં કુટુંબોને સારી જગ્યાએ પ્રસ્થાપિત કરવા વિનંતી કરી હતી; કોમ્યુનિકેશન વર્કશોપ જેવા પર્સનાલિટી ડેવલપમેન્ટ માટેના નવા જમાનાને અનુરૂપ કાર્યક્રમોનું સફળ આયોજન કર્યું હતું. તેઓશ્રી લાયન્સ ક્લબ ઓફ વિદ્યાવિહારના પ્રેસિડેન્ટ (૧૯૮૧-૮૨) લાયન્સ ડિસ્ટ્રિક્ટ ૩૨૩ એના ઝોન ચેરમેન (૧૯૮૪-૮૫) રહ્યા હતા. તેમને ૧૯૮૨-૮૩ના ‘લાયન ઓફ ધ યર'નો એવોર્ડ મળ્યો હતો. તેમણે લાયન્સના નેજા નીચે પાલઘરમાં એક મોટો મોતિયાનાં ઓપરેશનનો કેમ્પ કર્યો હતો, જેમાં આસપાસનાં ૯૦ ગામડાંમાંથી લોકો આવ્યાં હતાં. ૧૮૦૦ દર્દીઓને તપાસ્યા હતા. ૧૧૦૦ને નિઃશુલ્ક ચશ્માં ને ૨૧૨ મોતિયાનાં નિઃશુલ્ક ઓપરેશન કરાવ્યાં હતાં. સાત દિવસ દર્દી અને તેના એક સંબંધીને જમવા-રહેવાની સગવડતા આપી હતી. ઘાટકોપરમાં એક ૭૫૦૦ સ્કે.ફીટ એરિયામાં ચિલ્ડ્રન્સ ટ્રાફિક ટ્રેનિંગ પાર્ક બનાવ્યો, જેમાં સિગ્નલ, સ્ટેડિયમ, સ્કૂલ, હોસ્પિટલનાં સિમ્બોલ્સ વ. ઊભાં કરી બાળકોને ટ્રાફિક ડિસિપ્લિનની ટ્રેઇનિંગ આપવાની વ્યવસ્થા છે. તે પ્રોજેક્ટમાં લાયન કે. સી. શેઠની અથાક મહેનત છે. તેમને મહારાષ્ટ્ર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy