SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસની કેડી ગુના નામથી જ લખી છે. ૨૧ હેમચન્દ્રાચાર્યને સ્વર્ગવાસ સં. ૧૨૨૯માં થયો, તે પછી ટૂંક સમયમાં તે લખાઈ હશે એમ કલ્પના થાય છે. મહેન્દ્રસુરિની આ સિવાય બીજી કઈ કૃતિ જાણવામાં નથી. ૪. વર્ધમાનગણિ કુમારપાલે બંધાવેલા “કુમારવિહાર'ની પ્રશસ્તિરૂપ કુમારવિહારપ્રશસ્તિકાવ્ય પર વ્યાખ્યા લખીને વર્ધમાનગણિએ એ કાવ્યના ૧૧૬ અર્થ કરી બતાવ્યા હતા. એ વ્યાખ્યાને અંતે તેમણે લખ્યું છે કે અગાઉ આ કાવ્યના છ અર્થ કરવામાં આવેલા છે, પરંતુ મેં કુતૂહલથી તેના ૧૧૬ અર્થ કર્યા છે. આ વસ્તુ વર્ધમાનગણિના અદ્ભુત પાંડિત્ય પર પ્રકાશ પાડે છે. २१. श्रीहेमचन्द्रशिष्येण श्रीमन्महेन्द्रसूरणा ।। भक्तिनिष्ठेन टीकैव तन्नाम्नैव प्रतिष्ठिता ॥ सम्यग्ज्ञाननिधेर्गुणैरनववेः श्रीहेमचन्द्रप्रभो-- ग्रन्थे व्याकृतिकौशलं व्यसनिनां नास्मादृशां तादृशम् । व्याख्याम स्म तथापि तं पुनरिदं नाश्चर्यमन्तर्मनस् तस्याजस्रं स्थितस्य (?) हि वयं व्याख्यामनुब्रमहे ॥ –સંસ્કૃત હાથપ્રતાની શોધનો છે. પિટર્સનને અહેવાલ નં. ૧ સને ૧૮૮૨-૮૩, પૃ. ૨૩૩ ઉપર ઉતારેલી પ્રસ્તુત ગ્રન્થની પ્રશસ્તિ. ૨૨. એક વર્ષ પર પાટણમાં પૂ. મુનિશ્રી પુણ્યવિજયજીએ આ વ્યાખ્યાની અત્યંત સૂક્ષ્મ અક્ષરોએ લખાયેલી એક સુન્દર પ્રત મને બતાવે હતી. શ્રી. સારાભાઈ નવાબે જૈન અનેકાગ્રન્થસંગ્રહમાં આ કૃતિ પ્રસિદ્ધ કરી છે. (પાટણમાં હેમસારસ્વત સત્ર પ્રસંગે યોજાયેલા પ્રદર્શનમાં ઉપયુક્ત સૂટમાક્ષરી પ્રત મૂકવામાં આવી હતી, તે પ્રદર્શન જેનાર સજજનોના ધ્યાનમાં હશે.) તેમાં ર્તા જણાવે છે– __ श्रीहेमचन्द्रसूरिशिष्येण वर्धमानगणिना कुमारविहारप्रशस्तौ काव्येऽमुष्मिन् पूर्व घडर्थे कृतेऽपि कौतुकात् षोडशोत्तरं व्याख्यानं चक्रे । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy