SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચન્દ્રાચાર્યનું શિષ્યમંડળ કલિકાલસર્વજ્ઞ 'શ્રીહેમચન્દ્રાચાર્યના યુગ એ ગુજરાતના ઇતિહાસના સુવર્ણ યુગ છે. હરકાઈ દિષ્ટએ એ કાળમાં ગૂજ રાની પ્રગતિ અને ઉન્નતિ જોવામાં આવે છે. સિદ્ધરાજ અને કુમારપાલના એ શાસનસમયમાં ગુજરાતના સામ્રાજ્યને અભૂતપૂર્વ વિસ્તાર થયે; વિદ્યાકળા, વાણિજ્ય, મુત્સદ્દીગીરી એ સર્વ ક્ષેત્રામાં ગુજરાતના અને ગૂજરાતીઓને વિકાસ થયેા. તે કાળના સ્થાપત્યનાં ઘણાં એઠાં અવશેષ આજે આપણને જોવા મળે છે. પરન્તુ જે જેવા મળે છે તે ઉપરથી તથા પ્રાચીન ગ્રન્થેામાંનાં વર્ણન ઉપરથી એ પ્રાસાદે, મહાલયા અને દેવદિરાની ઝાંખી આપણા મનઃચક્ષુને થઈ શકે છે. ગૂજરાતની વાણિજ્યવિષયક જાહોજલાલીનાં પરદેશી મુસાફરાએ કરેલાં સંખ્યાબધ વહુ ને પ્રાપ્ત થાય છે, પણ આજે સમગ્ર હિન્દના વ્યાપારઉદ્યોગમાં ગુજરાતીઓનું સ્થાન એ જ માત્ર એ કાળને જે વારસા આપણે ભોગવી રહ્યા છીએ તેની કલ્પના કરાવવાને બસ થશે. એ કાળની અહિંસામાં નવી પ્રાપ્ત થયેલી સાત્ત્વિક સિદ્ધિનું જેમ હતું. અનેક જૈન મન્ત્રીએ, અમાત્યા અને સેનાપતિઓને, કુમારપાલ જેવા પરમાત રાજાને અને હેમચન્દ્રાચાય જેવા પિરક્ત સન્યાસીને પણ જૈન સિદ્ધાન્તાએ પ્રવૃત્તિવિમુખ બનાવ્યા નહોતા. : ભૂતકાળમાં નજર ફેંકતાં સિદ્ધરાજ-કુમારપાલના રાજ્યકાળમાં અસામાન્ય દીપ્તિ જણાય છે. એ દીપ્તિ જાણે હેમચન્દ્રનાં શાન્ત પ્રતિભાવાન નયનેામાંથી બહાર પડી રહી છે. એમાં વિદ્યા, સંસ્કારિતા અને સધર્મ સમભાવનું અદ્ભુત એજસ્ છે. હેમચન્દ્રે આખા એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy