SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પાટણના રથભંડાર તપાસ કરવા માટે ૧૮૯૨માં વડોદરા રાજ્ય તરફથી પ્ર. મણિલાલ નભુભાઈ દ્વિવેદીની નિમણૂક કરવામાં આવી. રાજ્યની લાગવગથી શ્રી દિવેદીને પુસ્તકે જોવાની છૂટ પણ વધારે મળી. તેમણે મહિનાઓ સુધી ભંડારનાં ભેચરાં જેવાં મકાનમાં બેસી નવથી દસ હજાર પ્રતે તપાસી અને નકલ કરાવવા લાયક ૩૭૪ કૃતિઓની એક યાદી તૈયાર કરી અને એ પછીનાં થાશ્રય, યોગબિન્દુ, અનેકાનપ્રવેશ, વિક્રમાર્કપ્રબન્ધ, સિંહાસનધાર્નાિશિક, કુમારપાલપ્રબન્ધ ઇત્યાદિનાં ભાષાન્તરે પણ તેમણે સદ્ગત મહારાજા સયાજીરાવ ગાયકવાડની એજ્ઞાથી કર્યો. આ પછી તુરત જ ઇ. સ. ૧૮૯૩માં મુંબઈ સરકાર તરફથી ડો. પિટર્સન તપાસ માટે આવ્યા. આ વખતે તેમને ઠીક સગવડે મળતાં ૨૦૦ કરતાં પણ વધુ હાથપ્રતોની નકલો તે કરાવી શક્યા હતા. છે પરંતુ પાટણના ભંડારોની લગભગ પ્રત્યેક પ્રતનું તલસ્પર્શી અવલોકન અને નોંધણી તો વડોદરાની સેન્ટ્રલ લાયબ્રેરીના સંસ્કૃત લાયબ્રેરીઅન શ્રી ચીમનલાલ દલાલે પ્રવર્તક શ્રી કાન્તિવિજયજીના શિષ્યમંડળની સહાયથી ઠેઠ ઇ. સ. ૧૯૧૫માં કર્યા હતાં. ખરું ધન તો ત્યારે જ ખોદી કાઢવામાં આવ્યું. અને તે એટલું તો મહત્ત્વનું જણાયું કે તેના પ્રકાશન માટે ગાયકવાડ સરકારે “પ્રાચ્ય વિદ્યામંદિર’ નામની સંસ્થાની સ્થાપના કરી અને “ગાયકવાડ પૌલ્ય ગ્રંથમાળા'ને આરંભ કર્યો. પાટણના ભંડારેમાંનાં પુસ્તકની વર્ણનાત્મક સૂચિને પહેલો ભાગ (તાડપત્રની પ્રતોની ચિ) બહાર પડી ગયો છે, અને બીજે થોડા સમયમાં બહાર પડશે. આમ છતાં હજી ઘણું ચાળવણી કરવાની છે. કેટલાંક ત્રુટક પાનાં, કેટલાંક ન્યાયનાં પાનાંએવાં એવાં નામ નીચેની પ્રતોમાંથી તત્વસંગ્રહ” જેવાં વિરલ રત્ન પણ મળી આવે છે. થોડાંક વર્ષો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy