SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસની કેડી વિચાર કરવામાં આવ્યો હતો, એ હકીકત છે. અગિયારમા શતકમાં થઈ ગયેલા ભોજના નામે ચડેલા શિલ્પગ્ર “સમરાંગણ સૂત્રધાર ' “યત્રવિધાન” નામે એકત્રીસમા અધ્યાયના ૯૫ થી ૯૭ સુધીના ત્રણ શ્લોકમાં વિમાન બનાવવાની રીતિનો નિર્દેશ છે. એમાં લખ્યું છે - लघुदास्मयं महाविहङ्गं दृढसुश्लिष्टतनुं विधाय तस्य । उदरे रसयन्त्रमादधीत ज्वलनाधारमधोऽस्य चाग्निपूर्णम् ॥ तत्रारूढ : पूरुषस्तस्य पक्षद्वन्द्वोच्चालप्रोज्झितेनानिलेन । सुप्तस्यान्त : पारदास्यास्य शक्त्या चित्रं कुर्वन्नम्बरे याति दूरम् ॥ इत्थमेव सुरमन्दिरतुल्यं सञ्चलत्यलघुदारुविमानम् । आदधीत विधिना चतुरोऽन्तस्तस्य पारदभृतान् दृढकुम्भान् ॥ આ લોકોનો ભાવાર્થ એ છે કે-હળવા લાકડાનું તથા પક્ષીના જેવી આકૃતિવાળું વિમાન બનાવવું. એની અંદર રસયન્ટ બનાવવું એટલે કે પારાથી ભરેલા મજબૂત ઘડાઓ મૂકવા અને એ ઘડાઓની નીચે વલનાધાર એટલે કે અગ્નિભટ્ટી રાખવી. આ પ્રમાણે રાખેલા ઉકળતા પારાની શક્તિથી એ વિમાનની પાંખો એકદમ હાલે છે અને તેમાંથી વાયુ પેદા થાય છે તથા અંદર બેઠેલો પુરુષ લેકને આશ્ચર્ય પમાડતો આકાશમાં દૂર સુધી જઈ શકે છે. આ ઉપરાંત બીજાં સંખ્યાબંધ યંત્રની બનાવટોનું વર્ણન સમરાંગણ સૂત્રધાર 'ના એ જ અધ્યાયમાં કરવામાં આવ્યું છે. પણ તે સર્વ આ રીતે. એ બધાંની વૈજ્ઞાનિક ઘટના નહિ બતાવવાનું કારણ દર્શાવતાં લેખક એક સ્થળે જણાવે છે– यन्त्रस्य घटना नोक्ता गुप्त्यर्थं नाशतावशात् । तत्र हेतुरयं ज्ञेयो व्यक्ता नैते फलप्रदा : ॥ અર્થાત ની શાસ્ત્રીય ઘટના મેં બતાવી નથી તે મારા ર૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy