SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ આયુર્વેદનું સંશોધન નામથી ઓળખાતી સર્વ વિદ્યાઓનું સંપૂર્ણ જ્ઞાન મેળવવું હજી પણ મનુષ્યજાતિને માટે અશકય છે. અર્વાચીન વૈદકવિદ્યાને લભ્ય છે તેવાં અદ્યતન સાધનાને અભાવે આયુર્વેદે પોતાના સમયમાં કરેલી પ્રગતિ જેમ આજે આપણને મર્યાદિત લાગે છે તે જ પ્રમાણે હજાર કે પંદરસો વર્ષ પછી આ વિદ્યાનો અભ્યાસ કરનારને ઈસવી સનની વીસમી સદીમાં પાશ્ચાત્યોએ કરેલી પ્રગતિ પિતાના સમયમાં થયેલી પ્રગતિની સરખામણીમાં નવી લાગે તો નવાઈ નહીં, કારણ શારીરવિદ્યા અને શસ્ત્રક્રિયા બન્નેનો આટલી હદ સુધી વિકાસ થયા પછી પણ શરીરનાં અનેક આંતરિક અંગોનું સંપૂર્ણ જ્ઞાન મેળવી શકાયું નથી અને કાર્યાચિકિત્સાના કેટલાક પ્રદેશમાં પણ ઍપેથી હજી પ્રયોગદશામાં જ છે. એટલે આયુર્વેદની સિદ્ધિઓને કેવળ અર્વાચીન દૃષ્ટિએ જ અવલોકવી વાસ્તવિક નથી. પરંતુ બેની વાત છે કે આયુર્વેદની પ્રગતિ લાંબો સમય થયાં અટકી પડી છે. આયુર્વેદનું અવલંબન કરનારા વૈદરાજેએ સૈકાઓ થયાં શારીરવિદ્યા અને શસ્ત્રક્રિયાનો અભ્યાસ ત્યજી દીધું છે. આધુનિક સમયમાં પણ તેમની બહુમતી પાશ્ચાત્યોના આ વિષયના જ્ઞાનને અપનાવી શકી નથી. આમ બન્ને પ્રકારે આયુર્વેદની પ્રગતિ સ્થગિત બની ગઈ છે, અને એ કારણને લીધે જ શિક્ષિત જનતાનું આયુર્વેદ પ્રત્યેનું માન દિન પર દિન ઘટતું જતું હોય એમ જણાય છે. આંગળીને વેઢે ગણી શકાય તેટલા જે આધુનિક આયુર્વેદોએ પાશ્ચાત્ય વૈદકને પણ અભ્યાસ કર્યો છે તેમને આયુર્વેદનું આ પતન ખટકયું છે અને તેમનાં આન્દોલનને પરિણામે વૈદરાજે પણ પાશ્ચાત્ય વૈદકનાં માન્ય તને અપનાવવા અને સાથે સાથે આયુર્વેદનાં ક્ષીણ થયેલાં અંગેનું નવેસરથી સંશોધન કરવાને તૈયાર થતા હોય એમ લાગે છે. ૨૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy