SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસની કેડી દયાસિંહગણિએ “સંગ્રહણી' પર, સં. ૧૫૦૦માં હેમહંસગણિએ નમસ્કાર–નવકાર” પર,૭૨ સં. ૧૫૦૧માં તેમણે જ “પડાવશ્યક' પર તથા એ જ વર્ષમાં માણિક્યસુન્દરગણિએ મલધારી હેમચંદ્રકૃત ભવભાવના સૂત્ર” બાલાવબોધ રચ્યા છે. વિક્રમને પંદરમા શતકમાં પ્રચલિત ગૂજરાતી ભાષા પર આ સર્વ રચનાઓ સ્વાભાવિક રીતે પ્રકાશ ફેકે છે અને ભાષાના શાસ્ત્રીય અભ્યાસમાં સહાયભૂત થઈ શકે એ માટે એ સર્વનું પદ્ધતિસર સંપાદન અને પ્રકાશન થવાની જરૂર છે. બાલાવબે ઉપરાંત બીજા પણ કેટલાક ગદ્યગ્રન્થો આ સમયમાં મળી આવે છે. સં. ૧૪૬૬માં લખાયેલ “શ્રાવક વ્રતાદિ અતિચાર” શ્રી જિનવિજ્યજીએ પ્રકટ કરેલ છે.૭૪ સં. ૧૪૭૮માં માણિક્યસુન્દરસૂરિએ રચેલ “પૃથ્વીચન્દ્રચરિત્ર અથવા વાગ્વિલાસ”૭૫ એ અસામાન્ય મહત્ત્વનો ગ્રન્થ છે. પાંચ ઉલ્લાસમાં તે લખાયેલો છે. તે સામાન્ય ગદ્યમાં લખાયેલો નથી, પણ તેના નામ વિસ (વાણીને--બોલીનો વિલાસ) વડે સચવાય છે તેમ “બેલીમાં રચાયેલ છે. અક્ષરના, રૂપના, માત્રાના અને લયના બંધનથી મુક્ત છતાં તેમાં લેવાતી છૂટ ભોગવતું પ્રાસયુક્ત ગદ્ય તે બેલી. મધ્યકાલીન ગૂજરાતીમાં “સભાશંગાર’ નામથી ઓળખાતો એક ગ્રન્થ છે. તેમાં સભારંજનાથે જુદી જુદી વસ્તુઓ અને વિષયોનાં બોલી ”મય વર્ણને - હર. મુદ્રિતઃ શ્રી જિનવિજયજી સંપાદિત “પ્રાચીન ગુજરાતી ગદ્ય સંદર્ભ. ૭૩. શ્રી મોહનલાલ દેસાઈકૃત “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ, પૃ. ૪૮૬-૮૭. ૭૪. “પ્રાચીન ગુજરાતી ગદ્યસન્દર્ભ” ૭૫. મુદ્રિતઃ “પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ” તથા “પ્રાચીન ગુજરાતી ગઘસન્દર્ભ.” ર૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy