SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ઇતિહાસની કેડી તે સમયના વિદગ્ધ વર્ગમાં માધવાનની કથા બહુ લોકપ્રિય હશે એમ લાગે છે. કારણ સં. ૧૭૦૬માં રચાયેલ “રૂપસુન્દરકથા' નામે શૃંગારિક વાર્તાના મંગલાચરણમાં જ માધવ–કામકુંડલાનો માનભેર ઉલ્લેખ છે. સ્વાગતા માધવાનલ વિષે રક્ત કામા, ધન્ય તે ચતુર સુન્દર રામા, વજદુ:ખ વહાણું પામ્યા, જીવતાં તે વલી ફરી સુખ પામ્યા. (૧૩) ૧૦. ચંદનમલયાગિરિ: ચન્દનમલયાગિરિ પણ આપણી જુની શુદ્ધ સામાજિક વાર્તાઓમાંની એક છે. અદ્યપર્યત તે વિષયનાં જેટલાં કાવ્યો જણાયાં છે તે સર્વ જૈનોનાં જ છે. એ વાત પણ એમણે શીલમહિમારૂપે ઘટાવી છે. મારવાડી–રાજસ્થાનમાં આ વાત ખૂબ પ્રસિદ્ધ છે; ગૂજરાતીમાં સૌથી જૂની કૃતિ તો સં. ૧૬ ૭પમાં રચાયેલ ભસેનની હાલ તે મળી આવે છે. એ પહેલાં પણ ગૂજરાતી સાહિત્યમાં આ વાર્તાનું અસ્તિત્વ હોવું જોઈએ એમ લાગે છે, કારણ, | કિહાં ચન્દન, કિહાં મલયાગિરિ, કિહાં સાયર, કિહાં નીર, જિમ જિમ પડઈ અવOડી તિમ તિમ સહઇ શરીર. એ દૂહો ભદ્રસેનની કૃતિમાં છે, તે જ સહેજ પાઠાર સાથે સં. ઉપર ૬માં રચાયેલ કર્મણના સીતાહરણમાં છે; તે ઉપરથી આપણને સહજ ઉપર્યુક્ત અનુમાન કરવાનું મન થાય છે. ૩૩ ૩૩. દી. બ. કેશવલાલ ધ્રુવ સંપાદિત “પ્રાચીન ગૂર્જરકાવ્ય,” ઉપઘાત. ૧૭૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy