SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ આપણું લોકવાર્તાવિષયક પ્રાચીન સાહિત્ય તથા હીરકલશે સં. ૧૬૩૬માં સિંહાસનબત્રીશી રચી છે. બ્રાહ્મણ કવિ મધુસૂદને પણ ૧૬૧૬ લગભગ ગદ્યપદ્યમાં સિહાસનબત્રીશી રચી હતી એમ જણાય છે. સં. ૧૬ ૭૯માં જૈન કવિ સંઘવિજ્ય આ ચવાઈ ગયેલા વિષય ઉપર ફરી હાથ અજમાવે છે.૧૦ એ કૃતિ પણ કાવ્ય તરીકે તે નિષ્ફળ જ છે. કર્તાના નામ વગરની વિક્રમકથાનો તે આબાદ અનુવાદ છે. સૌથી છેલ્લા શામળ ભટ આવે છે. તેની સિંહાસનબત્રીશી આગળ પૂર્વની કૃતિઓ ઢંકાઈ ગઈ લાગે છે. તેની કૃતિમાં સૌથી વધુ મૌલિકતા છે. “ભાભારામ” જેવી કઈ વાર્તા સ્વતંત્ર છે, જ્યારે ઘણીખરી રામચન્દ્ર કે ક્ષેમંકરના રૂપાન્તર જેવી નથી. તેનો “પંચદંડ' તો કઈ યે સિંહાસનબત્રીશીમાં મળતો નથી. આ ઉપરથી એમ જણાય છે કે ચાલતી આવેલી પરંપરામાંથી બહાર આવી વિશાલ સંસ્કૃત સાહિત્યના સાગરમાંથી નવીન મોતી તેણે કાઢક્યાં. (૫) ૨. પંચદંડ: કવિ શામળભટે પિતાની સિંહાસનબત્રીશીમાં પાંચમી પૂતળી હંસાના મુખે “પંચદંડ'ની વાર્તા કહેવરાવી છે. હવે, પૂર્વેની કાઈ યે સિંહાસનબત્રીશીમાં પંચદંડ”ની વાર્તા આવતી નથી. ક્ષેમકર કે રામચંદ્રની પ્રાચીન કૃતિઓમાં એ વિષે કંઈ યે ઉલ્લેખ નથી. મોગપ્રવેધ બલ્લાલે તેમ એકબે જૈન કવિઓએ રચે ૮. એજન, પૃ. ૨૩૫. ૯. જુઓ “વિમલપ્રબન્ધનો ઉપદુધાત, પૃ. ૩૮. ૧૦. આ કાવ્યનો અર્ધ ઉપરાંત ભાગ મારા તરફથી “સાહિત્ય'ના એપ્રિલ થી ડિસે. ૧૯૩૭ સુધીના અંકમાં છપાયા પછી શ્રી મદ્રભાઈ કાંટાવાળાનું અવસાન થતાં તથા માસિક બંધ પડતાં કાવ્યનું પ્રકાશન પણ અધૂરું જ રહ્યું છે. ૧૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy