SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ગુજરાતના ઉલ્લેખ (३) तरि भविक जनतं पुच्छसि मई अनिक देस देशांतर चातुर्दिशा माग मया देखुणी। x x x तरिया इकि नहीं सागिन पुरी सतरि सहस्र गुजराता चा भीतरी गिरि सेत्तुजं चा उपरि । ૭. દેવપ્રભગણિકૃત “કુમારપાલાસ” (૧૫મા સૈકાનો પૂર્વાર્ધ) આ પછીનો ઉલ્લેખ દેવપ્રભગણિકૃત “કુમારપાલરાસને છે. આ રાસ મારા તરફથી “ભારતીય વિદ્યા ત્રિમાસિકના પુ. ૨ અંક ૩માં છપાયે છે. ૪૧ રોળામાં લખાયેલા આ ટૂંકા કાવ્યમાં કુમારપાલે પ્રવર્તાવેલી અમારિ ઘેષણ તથા તેણે કાઢેલા શત્રુંજયના સંધનું વર્ણન છે. રાસના અંતે કવિ રાસંવત આપતો નથી, પણ પિતાને સોમતિલકસૂરિના શિષ્ય તરીકે ઓળખાવે છે. હવે સોમતિલકસૂરિ સં. ૧૪૨૪ સુધી વિદ્યમાન હતા. સં. ૧૯૩૬ની એક ગ્રન્થપ્રશસ્તિમાં સંમતિલકસૂરિના શિષ્યસમુદાયમાં “મુગ્ધાવબોધ ઔક્તિકકાર કુલમંડનની સાથે દેવપ્રભનું નામ મળે છે, એટલે વિક્રમને પંદરમા શતકના પૂર્વાર્ધમાં આ કાવ્ય રચાયાનું સિદ્ધ થાય છે. એ કાવ્યની ૨૩મી કડી નીચે પ્રમાણે છે – मंत्रीय मोकली देसि देसि बहु संघ मेलावइ, धामी बहु आसीस दिइं, राउ जात चलावइ, देस विदेसह मिलिय संघ पहुतउ गूजरात, बाहुड मंत्री वीनवइ ए सुणि स्वामी वात. ૮. જયશેખરસૂરિકૃત “ત્રિભુવનદીપકપ્રબ (૧૫મા સૈકાને ઉત્તરાર્ધ). “ઉપદેશચિન્તામણિ,” “ધમ્મિલ્લચરિત,” “જૈન કુમારસંભવ આદિ સંસ્કૃત ગ્રંથના કર્તા અંચલગચ્છીય જયશેખરસૂરિએ સં. ૧૪૬રમાં “પ્રબોધચિત્તામણિ” નામે એક સુન્દર રૂપકગ્રન્થિની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy