SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ દેવમન્દિરામાં ભેગાસનેનાં શિલ્પ (૨) ભેગાસનોનાં શિ૯૫ ગભારાની બહાર સભામંડપમાં તેમ જ મંદિરની બહારની બાજુએ દીવાલો ઉપર જ હોય છે. આ ઉપરથી એમ માનવામાં આવે છે કે દર્શને આવનારાઓનાં ચિત્ત આવાં શિલ્પા જોઇને ચલાયમાન ન થાય તે જ તેમને દેવદર્શનનો અધિકાર પ્રાપ્ત થાય છે, અર્થાત વિકારત સતિ વિજયન્ત પાન વેતાંત્તિ 7 gવ પીર એ પ્રકારનું પરીક્ષણ આ શિદ્વારા થઈ જાય છે. પરંતુ આ તે એક લૌકિક માન્યતા લાગે છે. અશ્લીલ ગણાતાં શિલ્પની મૂળભૂત સુચકતા ઉપર તેથી કંઈ પ્રકાશ પડતો નથી. (૩) એવી પણ એક માન્યતા છે કે જે પ્રાસાદ અગર મન્દિરમાં અશ્લીલ શિલ્પ હોય તેના ઉપર વીજળી પડતી નથી તેમજ તેને દૃષ્ટિદોષ લાગતો નથી. આ મત પણ અશ્લીલ 4. “They say it is to ward off evil spirits and protect structure against lightning, cyclone or dire visitations of nature. A pilgrim whose mind does not become affected at the sight of these obscene figures is spiritually fitted to enter into the sanctum and see the image of the deity”Mon Mohan Gangooly: Orissa and Her Remains, pp. 227-28. ૬. આ સંબંધમાં મુનિ જયન્તવિજયજીકૃત “આબુ ” ની પ્રસ્તાવના (પૃ. ૨૬-૨૭)નું નીચેનું અવતરણ તપાસે-- દેલવાડાનાં આ મન્દિરામાં એકાદ બે સ્થળે સ્ત્રી અથવા પુરુષની સાવ નગ્ન મૂતિઓ પણ કોતરેલી જણાય છે. આવી મૂર્તિઓ જોતાં કેટલાક એવી કલ્પના કરે છે કે બૌદ્ધ, શાક્ત, કૌલ અને વામમાગી વગેરે મતોની જેમ જૈન મતમાં પણ કોઈ વાર તાત્રિક વિદ્યાને વધારે પ્રચાર હશે. પરંતુ એ કલ્પના બિલકુલ અસ્થાને છે. અમે આ વિષય ઉપર લાંબા વખત સુધી ચીવટપૂર્વક તપાસ કરી છે. તેને પરિણામે કેટલાક શિલ્પશાસ્ત્રના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005125
Book TitleItihas ni Kedi
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherPadmaja Prakashan
Publication Year1945
Total Pages300
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy