SearchBrowseAboutContactDonate
Page Preview
Page 793
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિભાઓ મળતાવડો ‘સ્મિત’ મુંબઈની સી.એન. એમ. શાળા (વિલેપાર્લા)માં ધોરણ ૮માં ભણે છે. જ્વલંત પ્રતિભાશાળી યોગાચાર્યા હંસાબેન જયદેવ યોગેન્દ્ર સંસ્કારી ધાર્મિક-સુશિક્ષિત જૈન કુટુંબમાં ઓક્ટો. ’૪૭માં મુંબઈમાં જન્મ થયો. નાણાવટી ગર્લ્સ હાઈસ્કુલમાંથી મેટ્રિક પાસ કરી. મીઠીબાઈ કોલેજ પાર્લામાંથી સ્નાતક થયાં અને લો કૉલેજમાંથી એલ.એલ.બી. ની ડીગ્રી મેળવી. ઉચ્ચ શિક્ષણ સાથે જન્મજાત રહેલા સંસ્કાર એમને ૧૯૧૮માં સ્થાપિત યોગ ઇન્સ્ટીટ્યૂટમાં યોગવિદ્યા શિખવા માટે પ્રેર્યાં. શાળામાં નૃત્ય તથા અભિનયમાં અનેક ઇનામો પ્રાપ્ત કર્યાં હતાં. તેમજ ક્લાસીકલ મ્યુઝીકમાં પણ પ્રવીણતા મેળવી હતી. અને ત્યારબાદ આ યોગ ઇન્સ્ટીટ્યૂટમાં જોડાયાં. અને એમની ધૈર્યતા અને ધગશથી આકર્ષાઈને યોગવિદ્યા શિખવનાર શ્રી જયદેવભાઈએ એમને લગ્નનો પ્રસ્તાવ કર્યો અને સહુના આશીર્વાદ સાથે લગ્નગ્રંથિથી ૧૯૭૩માં જોડાયાં તો બસ આજ સુધી અહીં જ છે. યોગશિક્ષિકા બન્યાં પછી સ્ત્રીઓ માટે અનેક સુવિધાઓ–આકર્ષક સમયાવિધમાં આવકારદાયક સુધારા કર્યા. અમેરિકા તથા પરદેશના શહેરોમાં સંસ્થાઓ તેમજ ત્યાંની યુનિવર્સિટીઓમાં વ્યાખ્યાનો પણ આપી ખૂબ સુંદર રીતે યોગને વિસ્તૃત કર્યો. સાથે સાથે અહીં દૂરદર્શનના આમંત્રણથી ૫૨ (બાવન) એપિસોડ તૈયાર કર્યા અને ત્રણ વર્ષ સુધી એ દૂરદર્શન પર પ્રસ્તુત થતા રહ્યાં. ``Yoga for better Living". ત્યારપછી તો આ ઇન્સ્ટીટ્યૂટમાં એટલા તો ઓતપ્રોત થઈ ગયાં છે કે બસ એક જ ધ્યેય છે–યોગથી ઈશ્વરની પ્રાપ્તિ! યોગ પર પુસ્તકો પણ લખ્યાં છે. અને અમેરિકાની પ્રતિષ્ઠિત સંસ્થાએ સન ૨૦૦૦નો `Achiever Awards' પણ એમને સમર્પિત કર્યો છે. યોગશિક્ષકો તૈયાર કરવાના કાર્યમાં કાર્યરત છે. હજારની સંખ્યામાં વ્હેનોને તૈયાર કરી છે જે દરેકે દરેક મુંબઈના વિવિધ સ્થળોએ યોગશિક્ષક તરીકે વ્યવસાયી ધોરણે પણ કામ કરી રહી છે. યોગ ઇન્સ્ટીટ્યૂટની મુલાકાત હંમેશા હજારથી પણ વધુ વ્યક્તિઓ લે છે. શારીરિક સ્વાસ્થ્ય-માનસિક સંતુલનનાં પણ સારા-સાચા સલાહકાર છે. પોતાના સંકલ્પ સાથે કાર્ય કરતાં ઇન્ટરનેશનલ બોર્ડ ઓફ યોગ'ના પ્રમુખપદે બિરાજે છે અને એની મદદ લઈ સાડા પાંચ એકર જમીન લોનાવાલા પાસે ખરીદી છે. જ્યાં લોકોને રહેવાની પણ સગવડ અપાશે તેમજ Jain Education International ७७७ યોગશિક્ષણ અને ચિકિત્સાકેન્દ્રનું કાર્ય પણ આગળ વધારવાની યોજના અમલમાં મૂકાઈ રહી છે. આવી નારી શક્તિને વંદના આગવી પ્રતિભા ધરાવતાં નેહા આચાર્ય નેહાબેન આચાર્ય વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે. તેમણે * બી.એ., બી.એડ.(ગુજરાતી-ઇંગ્લીશ), * રજીસ્ટર્ડ હોમીઓપેથિક ડીગ્રી કોર્સ, * કથ્થક-નૃત્યનો સંપૂર્ણ અભ્યાસ કર્યો છે તથા * સંગીત, મધ્યમા (ગાંધર્વ મહાવિદ્યાલય) * નાટકનો વ્યવસાયલક્ષી અભ્યાસ-પરાગ વિજયદત્ત ડ્રામા અકાદમી દ્વારા કર્યો છે અને * આકાશવાણી તથા દૂરદર્શનનાં સંગીત તથા નાટકનાં માન્ય કલાકાર છે. તે ઉપરાંત * જાયન્ટસ ગ્રુપ ઓફ જુહુનાં પ્રેસીડેન્ટ ૧૯૯૭-૯૮ * જાયન્ટસ ફેડરેશન-૧ યુનીટ ડાયરેક્ટર અને * સાંસ્કૃતિક સમિતિ પદાધિકારી, * અખિલ હિન્દ મહિલા પરિષદનાં કમીટી મેમ્બર, * ટીનટીન થીયેટરનાં માન્ય શિક્ષક (પરાગ વિજયદત્ત ડ્રામા અકાદમી) છે. તથા * બાલ્કનજી બારી તથા વાડિયા સ્કૂલ દ્વારા સંચાલિત નાટ્ય કાર્યશાળાનું આયોજન, * ડીવાઈન ગ્રેસ, ઉત્પલ સંઘવી, સી. એન. હાઈસ્કૂલમાં નાટકનાં ડેમોસ્ટ્રેશન, * “કલા-મંદિર” કલા-શાળાનાં સંસ્થાપક, * કલા-ગુર્જરી સ્થાપક સંસ્થાનાં નૃત્ય તથા નાટકના છેલ્લા પાંચ વર્ષથી ક્રમાનુસાર પદાધિકારી છે. * વિવિધ નૃત્ય-નાટિકાઓ-“ભક્ત નરસૈયો, શાંકુતલ, જસમા-ઓડણ, કલાપી’ વગેરેનું દિગ્દર્શન તથા અભિનય કર્યો છે. * પ્રિતઃ પીયુ ને પાનેતર, સંતાકૂકડી, બાઈસાહેબા ધાતક અને “હું કોર્ટમાં કહીશ” વગેરે વ્યાવસાયિક નાટકોમાં અભિનય કર્યો છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005123
Book TitlePathdarshak Pratibhao
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2005
Total Pages834
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy