SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૧૯૩૦માં પણ ત્યાં જ ચાતુર્માસ કરી લોકોમાં જિમૂર્તિ પૂજા શાસ્ત્રોક્ત તથા મોક્ષનું કારણ છે તે શાસ્ત્રીય રીતે સમજાવી ધર્મભાવનાની વૃદ્ધિ કરી. મહિદપુરમાં ભવ્ય અષ્ટાનિકા મહોત્સવ કર્યો. એ જ સમયે સનાતન ધર્મ પર આઠ દિવસની જાહેર વ્યાખ્યાનમાળા યોજી. સં. ૧૯૩૧માં સેમાલિયા જૈન તીર્થે પ્રતિષ્ઠા તથા ધજાદંડ ચઢાવ્યો. સંઘ સાથે અને મક્ષીજી તીર્થ સંઘ સાથે મક્ષીજી તીર્થમાં, મંગળપ્રવેશ કર્યો. મક્ષીજીમાં અઠ્ઠમની આરાધના પૂર્ણ કરીને ઉજ્જૈન તરફ વિહાર કર્યો. ઉજ્જૈનમાં સ્થાનકવાસી સાધુઓ સાથે પ્રભુપૂજાની આવશ્યકતા પર ચર્ચા કરી. ફાગણ ચોમાસી ઇંદોરમાં, ચૈત્રી ઓળી ઇંદોરમાં અને ત્યાંથી સં. ૧૯૩૨માં રતલામથી કરમદી તીર્થે ધર્મપ્રભાવના કરી બદનાવરમાં પ્રવેશ કર્યો. સં. ૧૯૩૩માં મહીદપુરમાં વિધિપૂર્વક પાંચ આગમોની વાચનાનું મંગળાચરણ કર્યું. તે જ વર્ષમાં મહા સુદ પાંચમથી શ્રી આચારાંગસૂત્રથી ૧૧ અંગની વાચના શરૂ કરી. ચૈત્ર માસમાં ભગવતીસૂત્રની પણ શરૂઆત કરી. સં. ૧૯૩૪માં ઉદયપુરમાં પ્રવેશ કર્યો. ત્યાંથી કેશરિયાજીમાં જૈન-જૈનેતરોના મેળાની સ્થાપના કરી. ઉદયપુરમાં અનેક પ્રતિષ્ઠાઓ કરી. ચાતુર્માસ પછી ભીલવાડા તરફ વિહાર કર્યો. સં. ૧૯૩૫માં કાનોડમાં જાહેર વ્યાખ્યાનો આપ્યાં અને અમારિપ્રવર્તન' માટે અથાગ પ્રયત્નો કરી સફળતાને વર્યા. સં. ૧૯૩૬માં જિનેન્દ્રભક્તિ મહોત્સવ માટે ઉદયપુરમાં પધાર્યા. ત્યાંના જ્ઞાનભંડારો વ્યવસ્થિત કર્યા. ચોગાનમંદિર પ્રતિષ્ઠા કરી તથા એકલિંગજી પાસે અદ્ભૂતજી તીર્થની સ્થાપના કરી શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિષ્ઠા કરી. પછી ઉદયપુર ચાતુર્માસ કરી પર્યુષણ પર્વની અપૂર્વ આરાધના અને નવ છોડનું ઉજમણું આદિ દ્વારા જૈન ધર્મનો જયજયકાર વર્તાવ્યો. સં. ૧૯૩૭માં ગોડીજી મહારાજ દેરાસરનો જીર્ણોદ્ધાર થયો. ચૈત્ર-આસોની આયંબીલની ઓળી માટે શ્રી વર્ધમાન તપ કાયમી ખાતું પૂજ્યશ્રીની પ્રેરણાથી સ્થાપવામાં આવ્યું. સં. ૧૯૩૮માં આહડ, મેવાડ, ચિતોડ વગેરે સ્થળે વિહાર કરતાં કરતાં ઉદયપુરમાં ચાતુર્માસ માટે પ્રવેશ કર્યો. સં. ૧૯૪૦માં રાણકપુર તરફ વિહાર કરી પંચતીર્થની યાત્રા કરી. સં. ૧૯૪૦માં ઉદયપુરમાં ચાતુર્માસ કર્યું. સં. ૧૯૪૧માં કેસરિયાજી, લુણાવાડા, કપડવંજ, બાલાસિનોર વગેરે સ્થળોએ જિનેન્દ્રભક્તિ–મહોત્સવો યોજ્યા. ઠેર ઠેર જાહેર વ્યાખ્યાનોમાં સંસારમાં ધર્મ અને તેની ભેદરેખા જણાવીને, બધાં ભારતીય દર્શનો તત્ત્વદર્શનની ભૂમિકાએ એક છે એ વાત સચોટતાથી પૂરવાર કરી. સનાતનીઓની માન્યતાના આધાર રૂપ વેદો Jain Education International ૭૧૧ ઉપનિષદોના આધારે મૂર્તિપૂજા યથાર્થ છે એ વાદ પ્રતિપાદિત કર્યો. સં. ૧૯૪૨માં ઉદયપુરમાં ચાતુર્માસ વખતે શ્રી સિદ્ધાચલ મહાતીર્થના રખોપા ફંડ માટે મોટી રકમ એકત્ર કરાવી. ઉદયપુરમાં સમસ્ત જિનાલયોની ચૈત્યપરિપાટીની શરૂઆત કરાવી. ઉપધાન તપનો લહાવો લેવા સુંદર ભાવોલ્લાસ ઊભો કર્યો. નવપદની ઓળીની સામૂહિક આરાધના આદિ અનેક ધર્મમંગળ કાર્યો થયાં. સં. ૧૯૪૩માં પૂજ્યશ્રીની વૈરાગ્યઝરતી વાણીથી પાંચ બહેનોનાં હૃદયમાં સંયમની ભાવના જાગી. સં. ૧૯૪૫માં ભાવનગરમાં પ્રવેશ કર્યો. ત્યાંથી પાલિતાણા, બોટાદ, લીમડી આદિ સ્થળોએ જૈન ધર્મનો જયજયકાર પ્રવર્તાવ્યો. વિશેષ કરી મેવાડ-માલવા. પ્રાતસ્મરણીય સ્વનામધન્ય શ્રી ઝવેરસાગરજી મહારાજે ભાવનગર-બોટાદ-લીંમડી નિરંતર જિનશાસનની રક્ષા પ્રભાવના કરીને સ્વ-પર આત્માનું કલ્યાણ કરવાપૂર્વક નિજ જીવનને ધન્ય બનાવ્યું. શુદ્ધ ચારિત્ર અને પ્રગાઢ શાસનપ્રીતિ સાથે ગીતાર્થતા અને શાસનના સાતેય ક્ષેત્રોમાં નક્કર અને કાયમી અર્પણને મહાપુરુષોને ઓળખવાનો માપદંડ માનીએ તો તપાગચ્છની સાગરશાખાના વેરસાગરજી મળે પણ નિઃશંક એક શ્રેષ્ઠ શ્રુત-સ્થવિર શ્રમણરત્ન હતા. તપાગચ્છાધિરાજ શ્રી મૂલચંદજી મ.ના અંતિમ સમયે પૂજ્યશ્રીએ વિશિષ્ટ આરાધના કરાવી સમાધિમાં સહાયક બન્યા. વળી તેઓની અંતિમ સૂચનાનુસાર શ્રી કમવિજયજી મ.ને આચાર્યપદે આરૂઢ કરાવવામાં અગ્રિમ રહ્યા. છેલ્લે કપડવંજના પરમ ભક્ત મગનલાલના પનોતા હેમચંદને લીંબડીમાં દીક્ષા આપી આનંદસાગરજી તરીકે સ્વશિષ્ય બનાવ્યા. માત્ર છ માસના પોતાના આયુષ્યનો પરિભાષ થતાં શિષ્યને અનેક રીતે તૈયાર કર્યો અને આગમક્ષેત્રે છવાયેલા અંધકારને ઊલેચવાની જવાબદારી હૈયાના આશિષ સાથે આપી પોતે લીંબડીમાં જ સ્વર્ગવાસી થયા. ગુરુ આશિષબળે આનંદસાગરજી આગળ વધતાં આગમોદ્વારક, આગમવાચનદાતા, આગમમંદિર નિર્માતા આ. આનંદસાગરસૂરિ (સાગરાનંદસૂરિ) મ. બન્યા. સં. ૧૯૪૮ના માગશર સુદ મૌન એકાદશીએ લીમડીમાં પૂજ્યશ્રી કાળધર્મ પામ્યા. શાસનનાં અનેકવિધ મંગળ કાર્યો કરનારા એ ગુરુદેવશ્રીને કોટિ કોટિ વંદના! સૌજન્ય : ૫.પૂ.આ.શ્રી અશોકસાગરસૂરિજી મ.સા.ની પ્રેરણાથી શ્રી વર્ધમાન જૈન પેઢી– પાલિતાણા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy