SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨૦ જિન શાસનનાં રૂમમાં ૧૫૧ ચીજો સામગ્રી સહિત સેનેટોરિયમ બંધાવ્યું અને પોતાના પ્રિય પુત્ર બિપિનકુમારની જન્મગાંઠના દિવસે જૈન નરરત્ન શેઠ રમણભાઈ દલસુખભાઈ J.P.ના વરદ મુબારક હસ્તે ઉદ્ઘાટન કરાવ્યું. મુંબઈમાં ઘોધારી વીશાશ્રીમાળી જ્ઞાતીની આ પહેલી સેનેટોરિયમ થયેલ. પાલિતાણા, કર્દમગિરિ, કુંડલા, બોટાદ, ગિરનારજી, મહુવા, સમેતશિખરજી, ભોંયણી, તળાજા વગેરે સ્થળે ઉદારતાપૂર્વક સખાવતો કરી ગુપ્તદાનનો પ્રવાહ તો પ્રેરણારૂપ બનેલ. વિકાસગાથામાં સતત આધ્યાત્મિકતા વણાયેલી રહી છે. ‘લઘુતામાં પ્રભુતાનો વાસ' એ સદ્ગુણને જીવનમાં વણી લીધો. કુટુંબીજનોની સેવા અને શૂન્યમાંથી સર્જન કરવાનો મહાન ગુણ અને પુરુષાર્થ ગજબના હતા. હાથમાં લીધેલ કાર્ય કોઈ પણ સંજોગોમાં પૂર્ણ કરવાની ધગશ અને હિંમત હતાં. વીરચંદ રાઘવજી ગાંધીના કુટુંબીજન એવા શ્રી હરખચંદભાઈ દરેક કાર્યમાં આગળ રહી આત્મવિશ્વાસથી નર્મદના શબ્દોમાં “ડગલું ચાલુ જ છે. તેમના પિરવારમાં ત્રણ પુત્ર બિપિનચંદ્ર, દીપક,ભર્યું કે ના હટવું, ન હટવું”ને જીવનમાં બરાબર અપનાવ્યું હતું. દરેક વ્યક્તિમાં શક્તિઓ પડેલી જ હોય છે, પણ તે શક્તિને કેળવવા, ખીલવવા કે બહાર લાવવાની આવશ્યકતા છે. દેવકૃપાની અથવા ગુરુકૃપાની અને એટલે જ પુણ્યશાળી આત્મા દેવ-ગુરુ--ધર્મની કૃપાથી જીવનને નંદનવન સમું બનાવી જાય છે. દેવ-ગુરુ-ધર્મના ચરણોમાં જીવન સમર્પિત કરી જિન શાસનની સુવાસ મહેકાવવા અદ્ભુત યોગદાન આપી ઐતિહાસિક કારકિર્દી રચી છે. મહુવામાં શાકમાર્કેટનું ઉદ્ઘાટન તેમાં માંસ નહીં વેચવાની શરતે કરેલ હતું. સંઘના અગ્ર પદે રહીને ધર્મ પરાયણતા, સચ્ચાઈ, ચારિત્ર્યશીલતા, ઉદારતા આદિ ગુણોથી સંઘનું ગૌરવ વધારેલ. તેમના પ્રત્યેની બહુમાનની લાગણી રૂપે શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ તળાજામાં ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીના વરદ્હસ્તે તેઓને કાસકેટ સમ્માનપત્ર અર્પણ કરવામાં આવેલ તથા મહુવામાં બાંધેલ મકાનનું વાસ્તુ પણ તેમના હસ્તે કરવામાં આવેલ તથા મુંબઈ ભાયખાલા શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ શ્રી મહુવા જૈન મંડળની નિશ્રામાં શ્રીયુત શ્રી કાંતિલાલ ઈશ્વરલાલના વરદ્ હસ્તે કાસ્કેટ સમ્માનપત્ર અર્પણ કરવામાં આવેલ. તેમનાં મોટાબહેન ચંદનબહેને પણ ૧૦૧ ઓળી કરી ધંધુકા મુકામે પારણું કરેલું. તપશ્ચર્યાઓ ચાલુ હોય છે. તેમના સુપુત્ર બિપિનચંદ્રને ૨૬ વર્ષથી એકાસણું ચાલુ છે. તથા ત્રણ વર્ષીતપ તેમાં એક વર્ષીતપ ચોવિહાર છઠ્ઠના પારણે ઠામ ચોવિહાર એકાસણું કરેલ તથા તેમના સુપુત્ર વિશાલ M.Com., M.B.A. તથા ચિ. નીલેશ (B.M.S., M.Com.) સાથે ઝવેરાતના ધંધામાં પ્રગતિ કરી રહ્યા છે. હાલ વિશાલભાઈ તથા પુત્રવધૂ અ.સૌ. તેજલ લંડનમાં છે તેમના પિતાનો સખાવતી વારસો આગળ ધપાવી વર્ષે બે વાર સાધર્મિક વાત્સલ્ય, ગુપ્તદાન, સંઘજમણ, સંઘપૂજા, મોટાં પૂજનો, પ્રતિષ્ઠા (મહુવા, ખંભાત, બેંગ્લોર, સુરત, નાસિક વિલ્હોળી, ચંદ્રપ્રભુ, લબ્ધિધામ-અમદાવાદ) વગેરે ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ જીવન સફળ બનાવી રહ્યા છે. મહુવામાં હરખચંદ વીરચંદ ટેક્નિકલ પ્રકાશ અને ત્રણ પુત્રી છાયાબહેન, સરલાબહેન તથા પ્રવીણાબહેન છે. ધાર્મિક સાહિત્યમાં પંચપ્રતિક્રમણ, જૈન નિત્યપાઠ સંગ્રહ વિદ્યાર્થીઓ માટે છપાવી પ્રસિદ્ધ કરેલ છે. પુણ્યાનુબંધી પુણ્યથી મળેલ લક્ષ્મીનો આત્મકલ્યાણ માટે સર્વ્યય કરે છે. શ્રી અગાશી જૈન તીર્થ-મુંબઈ, પ.પૂ. મુનિ સુવ્રતસ્વામી દેરાસરમાં આજીવન કાર્યકર્તા ટ્રસ્ટી તરીકે સેવા આપેલ હતી. સૌરાષ્ટ્રભરમાં જેની આગવી પ્રતિભા તથા પ્રતિષ્ઠા છે એવા મહુવા યુવક સમાજ-મુંબઈના કે જેણે મહુવામાં બાલમંદિરથી કોલેજ સુધીની સંસ્થાઓના નિર્માણમાં ધનનો પ્રવાહ વહેવડાવી અમૂલ્ય યોગદાન આપ્યુ છે તેના પ્રમુખપદે રહી ચૂક્યા છે. શ્રી મહુવા કેળવણી સહાયક સમાજ-મહુવામાં કાર્યવાહક કમિટીમાં જીવનભર રહ્યા અને સેવા આપી. શ્રી મુંબઈ ઘોઘારી વિશા શ્રીમાળી જૈન સમાજના મંત્રી તરીકે સેવા આપી છે. શ્રી મુંબઈ જૈન મહાસંઘ, જૈન કેળવણી મંડળ, મુંબઈ જૈન યુવક સંઘ, ભારત જૈન મહામંડળ વગેરે અનેક સંસ્થાઓમાં કાર્યશીલ રહીને સેવા આપેલ છે. અત્યંત સેવાભાવી તથા પરગજુ સ્વભાવ હોવાથી દેશમાંથી આવનાર અનેક યુવાનોને નોકરી તથા વ્યવસાય શોધી આપી લાઇને ચડાવતા હતા. અત્યંત નીડર, સ્પષ્ટવક્તા અને દીર્ઘદૃષ્ટા હતા. સેવાને સંપત્તિ માનીને ધાર્મિક, સામાજિક અને માનવતાવાદી પ્રવૃત્તિઓને જીવનધ્યેય બનાવેલ. પિતાશ્રી વીરચંદભાઈએ કરેલ સાધુ-સાધ્વીની અજોડ વૈયાવચ્ચના ગુણો નાનપણથી જ મળેલા. સાધર્મિક બંધુઓને અનાજ, કપડાં, દવાઓ, વાસણો વગેરે ઘરવખરીની ચીજો વગેરેની મદદ કરતા. સૌજન્યતા અને શીલતાના ગુણો જીવનમાં પચાવી જાણ્યા. આત્માનંદ સભા-મુંબઈમાં પણ તેઓએ પોતાની સેવા આપી. શ્રી ઘોઘારી જૈન મિત્રમંડળમાં પણ પોતાની સેવા આપેલ હતી. તેમનાં ધર્મપત્ની પ્રભાવતીબહેને અનેકવિધ તપશ્ચર્યા કરેલ. સાથે ધાર્મિક લાગણીથી ગૂંથાયેલ કુટુંબપરિવારની સાચી ગૃહિણી બની દરેક કાર્યમાં સતત પ્રયત્નશીલ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy