SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯૨ છે. સરલ સ્વભાવી, મોટાઈનો જરાપણ અંશ નહીં, સૌની સાથે પ્રેમપૂર્વક રહી ખૂબ જ ચાહના મેળવી છે. હમણાં જ તા. ૨૨-૬-૨૦૧૧ના રોજ નવકાર મંત્રનું સ્મરણ કરતાં કરતાં અરિહંતશરણ થયા છે. જૈન સમાજને ઘણી મોટી ખોટ પડી છે. શ્રી મનુભાઈ દલસુખભાઈ ઝવેરી ઉત્તર ગુજરાતની ભૂમિએ જે કેટલાક શક્તિસંપન્ન અને ધર્મસંપન્ન શ્રેષ્ઠીઓની જે ભેટ ધરી છે તેમાં ઉત્તર ગુજરાત શંખલપુર તીર્થ- નિવાસી મનુભાઈ ઝવેરીને પણ મૂકી શકાય. ઉત્તર ગુજરાતના ખાંભેલ ગામમાં તા. ૩-૫૧૯૪૧ના માતુશ્રી કાંતાબહેનની કુક્ષીએ તેમનો જન્મ થયો. ધર્મસંસ્કારનો સુંદર વારસો માતા-પિતા તરફથી મળ્યો. ઉપરાંત ખંત, ચીવટ, ધગશ, નીતિમત્તા તથા પ્રામાણિકતા જેવા સદ્ગુણોનો પણ વારસો મળ્યો તેથી સી.એ.ના ઉચ્ચ અભ્યાસની સિદ્ધિ મેળવી જીવનની યશસ્વી કારકિર્દી ઘડી શક્યા છે અન પોતાના જ્ઞાનનો સામાજિક, ધાર્મિક અને કેળવણી ક્ષેત્રે લાભ આપી રહ્યા છે. પિતાશ્રીની છત્રછાયા નાની વયે ગુમાવી પણ માતા કાંતાબહેને ધૈર્યથી, સેવા અને ધર્મસંસ્કારનું સતત સિંચન કર્યું. ૧૯૬૧થી કપરા સંજોગોમાં પોતાના ઉજ્જ્વળ જીવનની કારકિર્દીના શ્રીગણેશ કર્યા. ૧૯૬૨થી જાહેર સેવાનાં કાર્યોની શરૂઆત કરી. ભારતની પ્રતિષ્ઠિત કુા. સોરાબ એસ. એન્જિનીયર કુા.માં સી.એ. થઈને ૪૫ વર્ષ ખંત, પ્રમાણિકતા, નિષ્ઠાથી ઉચ્ચ હોદ્દો સંભાળ્યો. તેઓશ્રી અનેક નીચે મુજબની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. જેમ કે-૧. લાયન્સ ક્લબ ઓફ એલિસબ્રિજ Jain Education International જિન શાસનનાં (અમદાવાદ)ના પ્રેસિડેન્ટ-૧૯૯૪-૯૫, ૨. લાયન્સ ડીસ્ટ્રીક્ટ ૩૨૩-બીમાં ચેરમેન-૧૯૯૫-૯૬, ૩. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ચેરમેન—૧૯૯૯-૨૦૦૦, ૪. શ્રી મહાવીર આરાધના કેન્દ્ર-કોબામાં કારોબારી કમિટીના મેમ્બર, ૫. શ્રી આંબાવાડીના વાસુપૂજ્ય જૈન સંઘ-કારોબારી મેમ્બર, ૬. શ્રી લાયન્સ ક્લબ ઓફ એલિસબ્રિજ હેલ્થ કેર ચેરિટેબલ ટ્રસ્ટ-ટ્રસ્ટી તથા સેક્રેટરી, શેઠ આણંદજી કલ્યાણજી પેઢી–ઉપરિયાળાજી તીર્થના મેઇન સેક્રેટરી. ચાલુ સાલે વલ્લભસૂરિ સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ કલ્યાણક તીર્થોદ્ધારક પૂ.આ.શ્રી નિત્યાનંદસૂરિજી મ.સા.ની પ્રેરણાથી આત્માનંદ જૈન સભા અમદાવાદ શાખાની સ્થાપના કરી તેના ઓનરરી મહાસચીવ સેક્રેટરી તરીકે જવાબદારી સંભાળી છે. અત્યારે ૭૧ વર્ષની ઉંમરે નિવૃત્ત જેવું જીવન ગાળી જીવનસંગીની પદ્માવતીબેન સાથે સિદ્ધગિરિમાં ચાતુર્માસ છેલ્લાં પાંચ વર્ષથી કરે છે. ધર્મક્રિયા દ્વારા પુણ્યાનુબંધી પુણ્ય બાંધે છે. હમણા સારાયે ભારતના તીર્થોનું દર્શન કરી મહાપુણ્ય ઉપાર્જન કર્યું છે. ઘણા જ ઉદાર અને પરમાર્થી શ્રી મનુભાઈ મળવા જેવા માણસ છે. ૧. શ્રી શેરીસાતીર્થ ભોજનશાળામાં એક બ્લોકનું દાન. ૨. શ્રી ઉપરીમાળાજીતીર્થની નૂતન ધર્મશાળામાં એક રૂમનું દાન. ૩. શ્રી ઉધરોજ માણીભદ્રવીરતીર્થની ધર્મશાળામાં એક બ્લોકનું દાન. ૪. શ્રી આંબાવાડી સંઘમાં શ્રી મહાવીર પ્રભુ જન્મકલ્યાણકના દિવસે ચૈત્રસદ-૧૩) (મનુભાઈનો જન્મદિવસ) કાયમી મિઠાઈની પ્રભાવના ફંડનો લાભ. ૫. શ્રી શંખલપુર જૈન શ્વે.મૂ. સંઘ (વતન) માં કાયમી ચતુર્વિધ સંઘની ભક્તિનો લાભ. ૬. શ્રી પાર્શ્વ-વલ્લભ ધામ ભૂજ (કચ્છ)માં પ.પૂ. ગુરુ વલ્લભસૂરિશ્વરજી મ.સ.આની મૂર્તિ ભરાવવા, પ્રતિષ્ઠા તથા સંપૂર્ણ ગુરુમૂર્તિનો લાભ લીધેલ છે. ૭. શ્રી જાગૃતિ મિત્ર મંડળ શ્રી દશાશ્રીમાળી પાંત્રીસી જ્ઞાતિ એજ્યુકેશનલ ટ્રસ્ટની ઓફિસમાં સ્ટીલના સ્ટોરવેલ નંગ-૨નું દાન. ૮. શંખલપુર ગામની વાડીમાં ફોટા-૪નું અનુદાન (કાકાશ્રી-પિતાશ્રી, માતુશ્રી, દાદીમાના ફોટા). ૯. શ્રી આત્મવલ્લભસ્મૃતિ હોસ્પિટલ-ઈડરમાં ગુરુ આ. જનકચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના ગુરુમંદિરના દ્વારોદ્ઘાટનનો લાભ. For Private & Personal Use Only * www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy