SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭૬ વર્ષની નાની વયમાં જ કુટુંબની આર્થિક જવાબદારી ઉપાડવા મુંબઈ શહેરમાં આવી નોકરીથી જીવનની શરૂઆત કરી. ત્યારબાદ સોનાચાંદી બજારમાં સ્વતંત્ર દલાલીનો ધંધો શરૂ કરી ઉત્તરોત્તર ભાગ્ય દેવીની કૃપાથી મુંબઈના આગેવાન વાયદાબજારો તેમાં શેરબજાર, રૂબજાર, એરડાબજાર તથા સોનાચાંદી બજારના માન્ય દલાલ બન્યા. શહેરમાં સોનાચાંદીનો વાયદાનો બજાર વ્યવસ્થિત કરી સ્થાપવામાં આવેલ ધી બોમ્બે બુલિયન એક્સચેંજ લિ.ના ફાઉન્ડર ડાયરેક્ટર તરીકે બુલિયન એક્સચેંજ વિકસાવવામાં ઘણો જ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તે જમાનામાં થતાં અનેક બેલાકબાડામાં પોતાની આગવી બુદ્ધિ પ્રતિભા અને વ્યાપારી કુનેહથી ઊભી થતી આંટીઘૂંટીઓ અને ગૂંચો ઉકેલી બજારને સફળ માર્ગદર્શન આપવામાં આગળ પડતો ભાગ લીધો હતો. શેરબજારની ગવર્નિંગ બોર્ડના લાગલગાટ ૧૭ વર્ષ સુધી ડાયરેક્ટર તરીકે સેવા બજાવેલ હતી. હિન્દુસ્તાન બહાર લીવરપુલ કોટન એક્સચેંજ અને ન્યૂયોર્ક કોટન એક્સચેંજના પણ મેમ્બર બનેલ. વાયદા બજાર ઉપરાંત અનેક ઇન્ડસ્ટ્રીઝમાં ડાયરેક્ટર તરીકે સેવા બજાવેલ અને એક સમયે લગભગ કંપનીઓના ડાયરેક્ટર હતા. પોતાના ધંધાકીય વ્યવસાયમાં તેમના લઘુબંધુ સ્વ. ભાઈશ્રી કાન્તિલાલભાઈને જોડેલ હતા. આ સિવાય અનેક ઉદ્યોગો જેવા કે રંગરસાયણ, બેટરીઝ, સોના-ચાંદી, કાપડ, સાઇકલ, એન્જીનિયરિંગ, પોટરીઝ, સ્યુગર અને પેઇન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં પણ તેઓએ રસ લઈ ઉદ્યોગો સ્થાપેલ. ઉંમરના કારણે તેઓ સક્રિય ધંધામાંથી નિવૃત્ત થયા છે એટલે ફક્ત વાલચંદનગર ઇન્ડસ્ટ્રીઝ લિ.ના ડાયરેક્ટર ત્યારપછી ભત્રીજા પ્રફુલ્લભાઈએ ટેક્ષટાઇલ્સ ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરી હતી. આજે ઉમરગામમાં બીઝનેસના નામે વિશાળ ટેક્ષટાઈલ્સ ફેક્ટરી નાંખી ૧૦૦% અમેરિકા ખાતે એક્સપોર્ટ કરે છે. જીવતલાલભાઈએ જીવનમાં અનેક લીલીસૂકી જોઈ અને એક આગેવાન વેપારી તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી લીધી. વેપાર સાથે સામાજિક તથા ધાર્મિક કાર્યોમાં પણ ખૂબ રસ લેતા હોઈ અનેક સંસ્થાના ટ્રસ્ટી તરીકે સેવા અર્પી અને કામ કરેલ અને આજે પણ કરી રહ્યા છે. મુંબઈ શહેરના આગેવાન જૈન મંદિર ટ્રસ્ટોના ટ્રસ્ટી તરીકે વર્ષો સુધી સેવા આપ્યા બાદ હવે નિવૃત્ત થયા છે, છતાં શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ, મહેસાણા જૈન સંસ્કૃત પાઠશાળા, મુંબઈ વર્ધમાન Jain Education International જિન શાસનનાં તપ આયંબિલ સંસ્થા, શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીની કમિટીમાં હાલ પણ સક્રિય ભાગ લઈ રહ્યા હતા. શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ સંસ્થા જે ઈ.સ. ૧૯૫૦માં લગભગ મૃતઃપ્રાય બની ગઈ હતી અને બંધ થવાની તૈયારીમાં હતી તે સંસ્થાનું સુકાન સ્થાનિક કાર્યકર્તા શ્રી મનસુખલાલ જીવાભાઈના સહકારથી હાથમાં લઈ મદ્રાસ, કલકત્તા, મુંબઈ તથા અમદાવાદ વગેરે સ્થળે પ્રવાસો કરી અથાગ મહેનત લઈ સંસ્થા માટે રૂ।. ૧૧ લાખનું મોટું ભંડોળ ભેગું કર્યું અને સંસ્થામાટે રૂ।. ૧૧।। લાખના ખર્ચે પાલિતાણામાં નવું મકાન ઊભું કર્યું જેમાં હાલમાં લગભગ બસો ઉપરાંત બાલિકાઓ– સ્ત્રીઓ લાભ લઈ રહેલ છે અને વાર્ષિક ખર્ચ લગભગ રૂા. ૨૫ લાખનો થાય છે, જે સમાજ ઉદારતાથી પૂરો કરી આપે છે. તેમનાં સ્વ. ધર્મપત્ની શ્રીમતી જાસુદબહેનના સ્મરણાર્થે સ્થાપેલ શ્રી જાસુદબહેન જૈન પાઠશાળા સ્થાપી હતી. રાધનપુરમાં ગુજરાતી સ્કૂલનું મકાન, હાઇસ્કૂલનું મકાન, કાંતિલાલ પ્રતાપશી વાણિજ્ય વિભાગનું મકાન આયંબિલ ભવન વગેરે સંસ્થાઓમાં સારી નાણાંકીય સહાય કરી છે. સમાજના બીજા ઘણાં કામોમાં મદદ કરી છે અને કરી રહ્યા હતાં. ધાર્મિક પ્રસંગો ઘણા નાના મોટા તેમના જીવનમાં ઊજવાયા છે. તેમાં ખાસ કરી શ્રી સિદ્ધાચલજીનો છ'રી પાળતો સંઘ, નવ્વાણું યાત્રા, બે વખત પાલિતાણામાં ચાતુર્માસ, ઉપધાન તપ, તેમના ભત્રીજા ઇંદ્રવદન તથા ભત્રીજી બેહન મંજુલાબહેનના દીક્ષા પ્રસંગો, તેમના પિતાશ્રીના સ્મરણાર્થે ઊજવેલ ઉજમણાનો પ્રસંગ તથા સં. ૨૦૦૫ની સાલમાં ૧૩ માસ પાલિતાણા સળંગ રહી નવ લાખ નવકારનો જાપ કર્યો હતો. આ બધા વિશિષ્ઠ પ્રસંગો હતા. મુંબઈમાં ચંદ્રપ્રભુસ્વામી મંદિરના નિર્માતા શેઠ વાડીલાલ સારાભાઈને અન્ય બે જીગરી મિત્રો સરદાર વલ્લભભાઈ પટેલ અને જીવતલાલ પ્રતાપશીભાઈ આ બન્નેએ ધાર્મિક કાર્યોમાં ખૂબ જ મદદરૂપ બનેલા. શેઠ શ્રી જવતલાલભાઈમાં ગજબની નેતૃત્વશક્તિ હતી. ભારતીય સંસ્કૃતિના અસાધારણ પ્રેમી હતા. રાધનપુર એમનું જન્મસ્થાન બાળપણથી જ બાલ્યકાળ, અભ્યાસ, વ્યાપરધંધા વગેરેમાંમ ત્યાંના વાતાવરણે તેમના જીવનઘડતરમાં બળ આપ્યું. શેઠ જીવતલાલભાઈના લગ્ન ત્રણ વખત થયેલા ત્રીજી વખત જે લગ્ન થયા તેના પરિણામસ્વરૂપ તેમને આજે શ્રી વસંતલાલ, શ્રી ચંદ્રકાંત અને શ્રી નલિનકુમાર નામે ત્રણ પુત્રો. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy