SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬૨ વ્યાપારને આગળ વધારવામાં અને ઉત્તરગુજરાતના વેપારી મથકોમાં શ્રેષ્ઠી શ્રી શાહ કાન્તિલાલ લહેરચંદનું નામ મોખરાનું રહ્યું. જીવનમાં કારકિર્દીના શ્રી ગણેશ કઠોર પરિશ્રમ અને પારિવારિક સંજોગોના સંઘર્ષ વચ્ચે કરી જાહેર જીવનની સેવાનાં કાર્યોની શરૂઆત ૨૧ વર્ષની ઉંમરથી જ કરી દીધી હતી. પાકિસ્તાન-ભારતના છૂટા પડ્યા પહેલાંની વાત, આઝાદી પહેલાંના વ્યાપારી ઘડવૈયા શેઠ શ્રી કાન્તિલાલે તેમની હૈસિયતથી વધારે સાહસિક ધંધો ખેડ્યો હતો. ભારત દેશનાં મોટાં શહેરોને તે જમાનામાં ખૂંદી વળી પોતાના જોમથી તેઓ વેપાર કાર્ય કરતા હતા. ઇતિહાસના પાને કંડારાય તેવો કિસ્સો સમગ્ર વેપારી આલમમાં જ્યારે પાકિસ્તાનમાંથી સરસવની સ્ટીમર ભરી બીલ્ટીઓ, કલકત્તા માર્કેટમાં વેચવી તેવું મોટું સાહસ માત્ર સાત-આઠ હજાર કમાવવા ચાર્ટર્ડપ્લેન કરી કલકત્તા રસીદો વેચી ત્યારે આવું મોટું સાહસ ઉત્તર ગુજરાતના અમદાવાદ–વડોદરાથી આબુ સુધી પડકાર ફેંકનાર શ્રેષ્ઠી શ્રી સાહસિક વેપારી હતા. તે જમાનામાં કોઈ વ્યાપારી પ્લેનમાં બેસવાનું નામ લેતા નહોતા ત્યારે ચાર્ટર્ડપ્લેનની વાત આશ્ચર્યજનક ઘટના સાહસ હતી. ઊંઝા નગરમાં ઊંઝા જૈન સંઘનું નૂતન દહેરાસર સ્ટેશન રોડ ઉપર બન્યું તેમાં તે કાર્યના તેઓ અગ્રેસર રહ્યા. સાધર્મિક ભક્તિ તેમનો આગવો સેવાનો શોખ હતો. ચૈત્ર માસની ઓળી પોતાનો વારસામાં મળેલો તપની અનુમોદના કરવાનો સતત રહ્યો. શ્રી ઊંઝા જૈન મહાજનમાં ચૈત્ર માસની ઓળીમાં પોતાનું નામ જોડાવી અનુદાન આપી સ્થાયી ફંડમાંથી થતી રહે તેવું કર્યું. હવે ત્યારબાદ સોસાયટીમાં રહેવા આવતાં પોતાના બંગલે જ બંગલામાં સતત સાત વર્ષ સુધી જાતની મહેનત–દેખરેખ નીચે ચૈત્ર-આસો માસની ઓળી કરાવતા રહ્યા અને વ્યવસ્થા નેટવર્ક ગોઠવાતાં. અનુદાન આપી કાયમી ધોરણે લાભ લીધેલ છે. ઊંઝા સંઘે શ્રી શંખેશ્વર તીર્થનો છ’રીપાલિત સંઘ કાઢ્યો તેમાં પણ શ્રેષ્ઠી શ્રી કાન્તિલાલ મોખરે રહ્યા. શ્રી શંખેશ્વરતીર્થ, શ્રી પાલિતાણા તીર્થ, શ્રી સમેતશિખરતીર્થ તેમના જીવનમાં સતત વણાઈ ગયા હતાં. સંઘો કાઢવા, યાત્રાઓ કરવી અને કરાવવી તેમનો મુખ્ય શોખ હતો. શ્રી સમેતશિખરજીની યાત્રાઓ જૂના જમાનામાં કઠિન વખતમાં અનેકવાર યાત્રા કરી તથા સમગ્ર કુટુંબને અનેકવાર જાત્રાઓ કરાવી ઊંઝા નગર Jain Education Intemational જિન શાસનનાં ઉત્તર ગુજરાતમાંથી યાત્રાળુઓ સરળતાથી જાત્રા કરે તે માટે પોતાના સ્પેશ્યલ ડબ્બાઓનું આયોજન તેમનો શોખ હતો. પોતાનાં ધર્મપત્ની અ.સૌ. કાન્તાબહેન ઉપધાન, અઠ્ઠાઈ, ચોમાસી, વીસસ્થાનકતપ, વર્ધમાનતપની ઓળીઓ વ. કરી હતી. ધર્મકાર્યમાં મગ્ન, સતત દરેક ધર્મકાર્યમાં ઘણો મોટો ફાળો, સંઘ સેવા, ગરીબો પ્રત્યેની લાગણી, પ્રભુસેવામાં અહર્નિશ રહેતા, તપશ્ચર્યા પોતે કરે બાળકોમાં સંસ્કારો પાડી તપશ્ચર્યા કરાવે પાલિતાણામાં પોતાનું રસોડું કરી ચાતુર્માસ કરે. આ વાત મીઠી સંભારણું બની ગયું છે. પોતાના બે પુત્રો જેમાં, એક ગિરીશભાઈ અને બીજા સુરેશભાઈ. બન્નેને પોતાના જ ધંધામાં જોતરી સાથે પોતાના ભાઈ શ્રી માણેકલાલના સુપુત્ર રવીન્દ્રભાઈને સાથે રાખી ધંધાની ધુરા સોંપેલી છે. સુરેશભાઈ–રવીન્દ્રભાઈની ‘વર્ષો સુધી' પર્યુષણ આવે એટલે અઠ્ઠાઈ જ હોય તેવી તપશ્ચર્યામાં બન્નેને આગળ વધારનાર તેઓશ્રી હતા. તેઓનાં પુત્રવધૂઓ રમીલાબહેન, જયશ્રીબહેન, સુશીલાબહેન પણ ઘણાં જ ધર્મનિષ્ઠ છે. પોતાના સુપુત્રો ગિરીશભાઈ, રવીન્દ્રભાઈ, સુરેશભાઈને ઉપધાનતપ કરાવી તેમના પૌત્રો ભાવેશ, અભય, વિશાલ, ચંદ્રેશ, મયંક, સેજલ, લીના, નિકેતા, હીના સર્વેને નાની કુમળી વયમાં જ ઉપધાનતપ કરાવી નાની વયમાં જ સંસ્કારો દૃઢ બને તેટલા સજાગ હતા. પોતાના ભાઈ માણેકલાલની સુપુત્રી ભાવરત્નાશ્રીજીની દીક્ષા શ્રેષ્ઠી શ્રી કાન્તિલાલની ધર્મમય ભાવનાનો દાખલો હતો. દીક્ષા પ્રસંગે મહોત્સવ, વરઘોડો, શાન્તિસ્નાત્ર, સ્વામીવાત્સલ્ય વગેરેનો સારો લાભ લીધેલ. શાસનનાં કાર્યો શોભા વધારી કરવાના હિમાયતી હતા. પોતાના પિતાશ્રીનું નામ પુરુષોના ઉપાશ્રયમાં જોડાવી ઉપાશ્રયનો એક ભાગ તેમના નામે આપ્યો હતો. દાનનો પ્રવાહ વહેવડાવી સોનેરી તકને ઝડપી લેવાનું ચૂકતા નહીં. * આયંબિલ શાળામાં પોતાના પિતાશ્રીનું બાવલું મુકાવ્યું. સ્થાયી ફંડમાં દાન આપી પોતે તપ અનુમોદનાનો લાભ લેવાનું ચૂક્યા નથી. * પાઠશાળામાં પત્ની કાન્તાબહેનનું નામ જોડાવ્યું. * શ્રાવિકાઉપાશ્રય નવો બન્યો ત્યારે મુખ્ય દાતા બની પત્ની અ.સૌ. કાન્તાબહેન કાન્તિલાલ લહેરચંદનું નામ જોડાવ્યું. * ‘અતિથિગૃહ’માં પોતાનું નામ જોડાવી શ્રીસંઘમાં મળેલી તકને ઝડપી લીધી અને ‘હોલમાં’ પોતાના ભાઈ માણેકલાલભાઈનું નામ જોડાવ્યું. * શાન્તિનગર જૈન સંઘમાં આરાધનાહોલ બન્યો તેના ઉદ્દઘાટન કરવાનો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy