SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧૮ પાંજરાપોળને તેમ જ જીવદયાક્ષેત્રે કરેલી અનુમોદના વિજયભાઈમાં સંસ્કાર બની રેડાઈ ગઈ. રાજકોટમાં ૧૯૯૧-૯૨માં પૂ. હેમરત્નવિજયજી મ.સા.ની નિશ્રામાં કતલખાના વિરોધી આંદોલન થયેલ ત્યારે વિજયભાઈ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન હતાં. તેમણે હોદ્દાની રૂએ ખાતરી આપેલ કે રાજકોટમાં કતલખાનાઓનું વિસ્તરણ ક્યારેય નહિ થવા દઉં. ૨૦૦૧ની સાલમાં સૌરાષ્ટ્રમાં ભયંકર દુષ્કાળ હતો ત્યારે રાજકોટ મહાજનની પાંજરાપોળને ૬૨ લાખની સબસીડી સરકારમાંથી પાસ કરાવી આપી. પોતાની તમામ શક્તિ અને સત્તા તે માટે કામે લગાડ્યા એટલું જ નહિ દુકાળ હોવાથી પ્રાણીઓ વધારે હતાં, ગ્રાન્ટ હતી નહિ. વિજયભાઈએ એ કામ પણ કરાવી આપ્યું. પાંજરાપોળ માટે ક્યારેય પણ, કોઈપણ કામ હોય, વિજયભાઈને એક ફોન દ્વારા જ જાણ કરવી પડે. તેઓ દરેક પ્રશ્નની રજૂઆત કરે, જરૂર પડે તો ગાંધીનગર પણ સાથે જાય અને કામ પતાવ્યા પછી નિરાંતનો શ્વાસ લે. અરે! દુષ્કાળના સમયે તો પાંજરાપોળમાંથી રજૂઆત ન થઈ હોય તો પણ તેઓ સામેથી પૃચ્છા કરે કે પાણીની કોઈ તકલીફ તો નથી ને? આવા સૌના લાડીલા અને માનીતા શ્રી વિજયભાઈ રૂપાણી સાંસદ તરીકે પોતાને મળતી ગ્રાન્ટનો પણ ખૂબ જ સરસ રીતે ઉપયોગ કરે છે. માત્ર સંસ્થાઓ માટે જ નહિ, સામાન્ય માનવીઓ માટે પણ વિજયભાઈ હંમેશા કંઈક કરી છૂટવાની ભાવના રાખે. નાનામાં નાનો સફાઈ કામદાર પણ પોતાના કાર્યની રજૂઆત માટે તેમને બેઝીઝક મળી શકે. પોતાની પાસે આવનારની દરેક વાત તેઓ શાંતિથી સાંભળે. જો યોગ્ય જણાય તો તે માટે દરેક કાર્યમાં માર્ગદર્શન આપે અને મદદરૂપ પણ થાય. આવા શ્રી વિજયભાઈ લોકલાડીલા સાંસદ તો છે, ખેલદિલ માનવી પણ છે. સુખ–દુઃખમાં સ્નેહીઓ, સગાઓની સાથે રહેનારા, જરૂર પડે ત્યારે અને ત્યાં એક અંગત સ્વજનની જેમ દરેકની સાથે રહેનારા છે. શ્રી વિજયભાઈ તેમના જીવનમાં પ્રગતિના સોપાનો સર કરે તેમજ સામાજિક તથા જીવદયાના કાર્યોના ફલકને વધારેમાં વધારે વિસ્તારી સર્વેના હૃદય પર રાજ કરનાર બને એવી અંતરની શુભકામના.... Jain Education International જિન શાસનનાં ભલે હોય તમારું અસ્તિત્વ ક્ષણભંગુર, પછી ભળવાના હોય ભલે માટીમાં, પણ રહેવું હોય તમારે સદાય સાગરની જેમ, તો અચૂક કરતા જજો આ દુનિયાને પ્રેમ.... પરહિત સરિખો ધર્મ નહિ” ઉક્તિને સાર્થક કરતાં શ્રી હસમુખભાઈ શાહ ગરીબોના દુઃખ વહેંચી ન શકે, સહાયભૂત ન થઈ શકે, સુશ્રુષા ન કરી શકે, અપંગોને બિમારોની એવા ધર્મ કે ઈશ્વરમાં મને શ્રદ્ધા નથી, ધર્મ એટલે એકબીજા માટે, નિઃસ્વાર્થપણે કંઈક કરી છૂટવાની ભાવના, ધર્મ એટલે જ માનવધર્મ........!!! આવા માનવધર્મના આરાધક, પશુસેવા અને ચાહક શ્રી જીવદયાના હસમુખભાઈ અમૃતલાલ શાહલખતર મુકામે ૨૭-૩૧૯૪૨ના રોજ જન્મ લઈ આજે ૬૮ વર્ષની વયે યુવાનને પણ શરમાવે એવી સ્ફુર્તિ અને ઉત્સાહથી આ બધા કાર્યો કરી રહ્યા છે. મેટ્રિક સુધીનો વ્યવહારિક અભ્યાસ કરીને ૩૮ વર્ષ સુધી કેન્દ્ર સરકારમાં નિષ્ઠાથી, ખંતથી અને કાર્યદક્ષતાથી કાર્ય કરી વર્ગ–૨ ઓફિસર સુધીનું પ્રમોશન મેળવી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ છેલ્લા આઠેક વર્ષથી સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયા છે. પોતાની આ પ્રવૃત્તિ સારી રીતે થઈ શકે તે માટે તેઓએ છેલ્લા ત્રણેક વર્ષથી સ્વતંત્ર ઓફિસ પણ રાખી છે. જેમાં સુકોમેવો, ચા, તલ, નમકીન, ચોકલેટ, આયુર્વેદિક દવાઓ વગેરે એક માધ્યમ તરીકે વેચાણથી આપવામાં આવે છે જેનો પૂરેપૂરો નફો આ માનવસેવા તથા જીવદયાની પ્રવૃત્તિઓમાં જ વાપરવામાં આવે છે. For Private & Personal Use Only આપણે ત્યાં ગાયને પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે ગાયમાં ૩૩ કરોડ દેવતાઓ વસે છે. ગાયની સેવા કરવાના હેતુથી જીવદયા માટે શ્રી હસમુખભાઈએ કામઘેનુ www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy