SearchBrowseAboutContactDonate
Page Preview
Page 470
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮૬ ધર્મનિષ્ઠ શ્રાવકરત્ન શ્રી દુર્લભજી શામજી વિરાણી શ્રી શામજી વેલજી વિરાણી એક સુશ્રાવક, ધર્મ અને કર્મનો સુંદર સમન્વય કરી જીવન જીવી જનારા એક શ્રેષ્ઠીવર્ય. શ્રી શામજીભાઈને પાંચ પાંચ પનોતા પુત્ર હતાં. આ પાંચેય પુત્રો એવું સુંદર જીવન જીવ્યા કે ઇતિહાસ પણ તેની નોંધ લઈ તેમને યાદ કરે છે. શ્રી શામજીભાઈના પાંચ પુત્રો (૧) રામજી શામજી વિરાણી (૨) દુર્લભજી શામજી વિરાણી (૩) છગનભાઈ શામજી વિરાણી (૪) મણિભાઈ શામજી વિરાણી (૫) છોટુભાઈ શામજી વિરાણી પાંચેય પુત્રોમાં માતા-પિતાની બુદ્ધિ, કોઠાસૂઝ અને સંપત્તિનો વારસો તો ખરો જ પરંતુ ધર્મના સંસ્કારો પણ ખૂબ જ. માતા–પિતાનું જીવન ધર્મમય, આચારવંત, કરુણામય, બીજાના દુઃખને જોઈ દ્રવી જનારું અને લાગણીભર્યું હતું. પુત્રોમાં પણ તે સંસ્કાર આવ્યા અને સૌરાષ્ટ્રભરમાં એવી પ્રવૃત્તિઓ થઈ કે ‘શામજી વેલજી વિરાણી'નું નામ ગુંજતું થયું. શ્રી દુર્લભજી શામજી વિરાણી શામજીભાઈના બીજા નંબરના પુત્ર હતાં. ખૂબ જ નાની એટલે કે ૧૧-૧૨ વર્ષની ઉંમરે તેઓ પરદેશ કમાવા ગયા. કામ પ્રત્યેની મહેનત, લગન, સૂઝબૂઝ અને નિષ્ઠા ઘણી તેમ જ પુરુષાર્થ પણ ઘણો કરતા એટલે નસીબે પણ યારી આપી. ખૂબ પૈસા કમાયા, કહેવાય છે ને પ્રયત્નના પથ પર નિરાશાને સ્થાન નથી, આળસુના મહેલમાં સફળતાના માન નથી. કામ કરવામાં ક્યારેય પાછી પાની કરવી નહિ તેમ જ ન્યાય, નીતિ અને પ્રામાણિકતાનો જીવનમંત્ર જીવનમાં તાણાવાણાની જેમ વણીને તેમણે બેસુમાર સફળતા હાંસલ કરી. સંતોષ, સાદગી અને સફળતાના સંગમથી જીવન હર્યુંભર્યું બની ગયું હોવાથી અને કર્મની સત્તા વિષે બરાબર જાણતા હોવાથી ૪૦ વર્ષની ઉંમરે જ ધંધામાંથી નિવૃત્તિ લઈ લીધી. બાકીનું જીવન પરોપકારમાં વિતાવવાનો નિર્ણય કર્યો. Jain Education International જિન શાસનનાં એમણે સ્વધર્મી બંધુઓને સ્થિર કરવા માટે સૌપ્રથમ તેમને રહેઠાણની વ્યવસ્થા પૂરી પાડવા વિચાર કર્યો અને આર્થિક રીતે નબળા લોકો માટે સસ્તા ભાડાની ચાલ બનાવી. આ ઉપરાંત પોતાના સ્વધર્મી બંધુઓ ઘરે આવતા સારા-માઠા પ્રસંગોમાં ઉપયોગ કરી શકે, તે માટે વિરાણી વાડી બનાવી. માત્ર આટલું જ કરીને અટક્યા નથી, તેમના પિતા તથા માતાના નામે એક ટ્રસ્ટ બનાવ્યું જેની આવકમાંથી ગરીબોને સ્કોલરશીપ, દવા, સારવાર વગેરે માટે ખર્ચ કરવામાં આવે છે અને એ રીતે તેઓ નબળા–નિરાધાર લોકોને મદદરૂપ બનવા પ્રયત્ન કરી રહ્યા છે. શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘમાં પ્રમુખ તરીકે ૨૫– ૩૦ વર્ષ સેવા આપી. આ ઉપરાંત ધર્મનો યોગ્ય પ્રચાર-પ્રસાર કરવા, ધર્મને તેના મૂળ સ્વરૂપમાં જીવંત રાખવા ધાર્મિક પુસ્તકોનું પ્રકાશન કરાવ્યું અને જૈનોમાં જ્ઞાનની રુચિ વધે તે માટે અડધા ભાવે કે મફત પુસ્તકોનું વિતરણ કર્યું. વળી જ્યાંજ્યાં સાધુ-સાધ્વીજીની વિહારયાત્રા થતી હોય અને જ્યાં જરૂર હોય ત્યાં તેમના સ્વ. પુત્ર વિનોદકુમાર વિરાણીના નામે તથા શ્રી શામજી વેલજી વિરાણીના નામે ઉપાશ્રય બંધાવ્યા છે. મુંબઈમાં પણ વિલેપારલામાં એક ઉપાશ્રય બંધાવેલ છે. આ ઉપરાંત પોતાના ચાર ભાઈઓ સાથે મળી રાજકોટમાં શામજી વેલજી વિરાણી બોયઝ હાઈસ્કૂલ તથા શ્રી કડવીબાઈ વિરાણી કન્યાશાળા ૬૦ વર્ષ પહેલા શરૂ કરી હતી જે આજે પણ શિક્ષણ ક્ષેત્રે ઉજ્વળ કારકિર્દી ધરાવે છે. શ્રી દુર્લભજી શામજી વિરાણીની અનુમોદનાથી જ શ્રી છગનભાઈ વિરાણી બહેરામૂંગા શાળા ચાલે છે તેમ જ શ્રી મણિલાલ શામજી વિરાણીએ હોસ્પિટલ શરૂ કરેલ જેનું સંચાલન અત્યારે વોકહાર્ટ દ્વારા થઈ રહ્યું છે. તેઓ જૈન મોટા સંઘમાં પ્રમુખ હતાં ત્યારે તેમણે દીક્ષાઓનું અને દીક્ષાર્થીઓનું ભારોભાર અનુમોદન કરી કેટલાય દીક્ષાના પ્રસંગ ભવ્યાતિભવ્ય રીતે પાર પાડ્યા છે. પોતે શહેરમાં હોવાથી, સુખી–સંપન્ન હોવાથી ઘણા બધા સગા-વહાલાના પુત્ર તથા પુત્રીઓના પ્રસંગો પણ સારી રીતે ઉકેલી આપ્યા છે, પોતાના ઘરે પોતાનો જ પ્રસંગ હોય તેવી રીતે ઉજવ્યા છે. સમાજને આવા સાચા સેવક મળ્યા, ધર્મને આવા રમેશભાઈ વિરાણી પણ આજે પોતાના પિતાશ્રીના પગલે સુશ્રાવક મળ્યા તે સમાજનું અને સુધર્મનું પણ ગૌરવ છે. શ્રી આગળ વધી રહ્યા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy